Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Khyati Hospital Kand : કાર્તિક પટેલની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું, આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ!

કાર્તિક પટેલની ધરપકડ બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ (Amit Chavda) સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
khyati hospital kand   કાર્તિક પટેલની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું  આરોપ પ્રત્યારોપનો દોર શરૂ
Advertisement
  1. Khyati Hospital Kand માં કાર્તિક પટેલની ધરપકડ બાદ રાજકારણ તેજ!
  2. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર
  3. અમિત ચાવડાના પ્રહાર સામે ભાજપ પ્રવક્તાની પ્રતિક્રિયા

અમદાવાદનાં 'ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ' (Khyati Hospital Kand) મામલે ફરાર આરોપી કાર્તિક પટેલની મોડી રાતે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કાર્તિક પટેલની (Kartik Patel) ધરપકડની સાથે રાજ્યમાં રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના (Congress) નેતાઓ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ભાજપનાં (BJP) નેતાઓ વળતો જવાબ આપી રહ્યા છે.

આ પણ વાંચો-  Ahmedabad : રાણીપમાં ગેરકાયદેસરનું મકાન તોડવા ગયેલી AMC-પોલીસની ટીમ પર જીવલેણ હુમલો!

Advertisement

Advertisement

કાર્તિક પટેલનો વરઘોડો હવે નહીં કાઢે : અમિત ચાવડા

જણાવી દઈએ કે, 'ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ' માં (Khyati Hospital Kand) ફરાર આરોપી કાર્તિક પટેલની ધરપકડ બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ (Amit Chavda) સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવી કહ્યું કે, ખ્યાતિકાંડનો આરોપી કાર્તિક પટેલ 65 દિવસે ઝડપાયો છે. સરકારની મીલિભગતથી આટલા દિવસ સુધી વિદેશોમાં આરામથી ફર્યો. અમિત ચાવડાએ કહ્યું કે, અમરેલીમાં પાટીદાર દીકરી પાયલનો વરઘોડો કાઢવાની હિંમત છે પરંતુ, કાર્તિક પટેલનો વરઘોડો હવે નહીં કાઢે.

આ પણ વાંચો - Ahmedabad : દબાણ મુદ્દે MLA અમિત શાહ લાલઘૂમ! ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાનો કટાક્ષ!

તમારા શાસનમાં શું સ્થિતિ હતી તે બધાને ખબર છે : યજ્ઞેશ દવે

બીજી તરફ અમિત ચાવડાના પ્રહાર સામે ભાજપનાં પ્રવક્તા યજ્ઞેશ દવેની (Yagnesh Dave) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ખ્યાતિકાંડ બહાર આવ્યા બાદથી મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિદેશમાં નાસતો ફરતો હતો. પોલીસે સતત પ્રયત્ન કર્યા અને આખરે તેની ધરપકડ કરવામાં આવી છે. સમાજમાં દાખલો બેસે એવી આરોપીને સજા કરાવવામાં આવશે. યજ્ઞેશ દવેએ આગળ કહ્યું કે, કોર્ટ મંજૂરી આપશે તો રિકન્સ્ટ્રક્શન કરાશે. અમિત ચાવડાએ આ બાબતે બોલવુ ન જોઈએ. તમારા શાસનમાં શું સ્થિતિ હતી તે બધાને ખબર છે.

આ પણ વાંચો -  Gujarat Politics : શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના નિવેદન પર ડૉ. મનીષ દોશીની પ્રતિક્રિયા, કહ્યું- કોંગ્રેસનાં શાસનમાં..!

Tags :
Advertisement

.

×