33

અમદાવાદના ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં માસ્ટરમાઈન્ડ આરોપી મૌલવી કમરગનીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. આરોપીના 9 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો હતો. ગુજરાત ATSએ વધુ રિમાન્ડની માગણી ન કરતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ હત્યાકેસમાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યું હતું.
શું હતી સમગ્ર ઘટના ?
ધંધુકાના મોઢવાડામાં ડેલુ પાસે મંગળવારે કિશન નામનો યુવક જઇ રહ્યો હતો. ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. યુવકને સારવાર મળે તે પહેલા જ તે સ્થળ પર મૃત્યુ પામ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે મૃતક યુવકના પરિવારજનો સહિત સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.