ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નવરંગપુરામાં થયેલી 42 લાખની ચીલ ઝડપમાં કોણ પકડાયું , જાણો

તાજેતરમાંજ નવરંગપુરા વિસ્તારમાં થયેલી 42 લાખની ચીલ ઝડપના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરીને 31 લાખ 87 હજાર 500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.   કુબેરનગરથી નરોડા ગેલેક્ષી જવાના રસ્તા પરથી પોલીસે બંને આરોપીઓ મનોજ સિંધી અને વિશાલ તમંચેને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે, જ્યારે  ફરાર ત્રીજો આરોપી પપ્પુ ગારંગેને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.ત્રણેય મિત્રોએ કુબેરનગરથી નà«
12:26 PM Jul 28, 2022 IST | Vipul Pandya
તાજેતરમાંજ નવરંગપુરા વિસ્તારમાં થયેલી 42 લાખની ચીલ ઝડપના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરીને 31 લાખ 87 હજાર 500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.   કુબેરનગરથી નરોડા ગેલેક્ષી જવાના રસ્તા પરથી પોલીસે બંને આરોપીઓ મનોજ સિંધી અને વિશાલ તમંચેને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે, જ્યારે  ફરાર ત્રીજો આરોપી પપ્પુ ગારંગેને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.ત્રણેય મિત્રોએ કુબેરનગરથી નà«
તાજેતરમાંજ નવરંગપુરા વિસ્તારમાં થયેલી 42 લાખની ચીલ ઝડપના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરીને 31 લાખ 87 હજાર 500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.   
કુબેરનગરથી નરોડા ગેલેક્ષી જવાના રસ્તા પરથી પોલીસે બંને આરોપીઓ મનોજ સિંધી અને વિશાલ તમંચેને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે, જ્યારે  ફરાર ત્રીજો આરોપી પપ્પુ ગારંગેને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.
ત્રણેય મિત્રોએ કુબેરનગરથી નીકળીને સી.જી રોડ પરની આંગડીયા પેઢીની બહાર રેકી કરી હતી અને આંગડીયા પેઢીની બહાર નીકળનારા કોઈપણ શખ્શને ટાર્ગેટ કરીને તેની પાસે રહેલો રોકડ રકમનો થેલો ઝુંટવી લેવામાં આવે તેવો પ્લાન ઘડયો હતો. આ પ્લાન હેઠળ ત્રણેય આરોપીઓએ આંગડીયા પેઢી માંથી બહાર નીકળેલા બે શખ્શો પાસેથી  સી.જી રોડ બોડી લાઈન ચાર રસ્તા પાસે રૂપિયા ભરેલો થેલો ઝુંટવી લીધો હતો અને ફરાર થઇ ગયા હતા.  
હાલ પકડાયેલા બંને આરોપીઓના જો ગુનાહિત ઈતિહાસની વાત કરવામાં આવે તો વિશાલ તમંચે અગાઉ સરદારનગર પોલીસ સ્ટેશનમાં દારુ અને નજર ચૂકવીને ચોરીના ગુના નોંધાયા છે ઉપરાંત દરિયાપુર પોલીસ સ્ટેશન અને વડોદરા તથા સુરત શહેરમાં નજર ચૂકવીને ચોરી કરવાના ગુના આચરી ચૂક્યો છે અને બે વખત પાસા ની સજા પણ ભોગવી ચુક્યો છે.  ક્રાઈમની ગિરફતમાં આવેલો બીજો આરોપી મનીષ સિંધી કાગડાપીઠ,એલીસબ્રીજ,નવરંગપુરા,સરદારનગર,એરપોર્ટ આ ચાર પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં પકડાઈ ચુક્યો છે અને રાજકોટ,વડોદરા શહેરમાં પણ બેગ લીફટીંગના ગુનામાં પકડાઈ ચુક્યો છે અને ચાર વખત પાસાની સજા કાપી ચુક્યો છે. હવે ક્રાઈમ બ્રાન્ચે ફરાર આરોપી પપ્પુ ગારંગેને દબોચી લેવા માટેની કવાયત હાથ ધરી છે.
Tags :
AhmedabadGujaratFirstLoontpolice
Next Article