Kon Banse Gujarat No Genius : ગુજરાતની પ્રતિભાઓને એક નવું મંચ પૂરું પાડવા માટે ગુજરાત ફર્સ્ટ દ્વારા અત્યાર સુધીના સૌથી મોટા મેગા ક્વિઝ શૉ 'Kon Banse Gujarat No Genius' (કોણ બનશે ગુજરાતનો જીનિયસ?) ની ભવ્ય શરૂઆત થઈ ચૂકી છે. આ અદ્ભુત મહાસંગ્રામમાં ટેલેન્ટ, નોલેજ અને સ્કિલનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે. આ ભવ્ય મેગા ક્વિઝ શૉના વિશેષ અતિથિઓ તરીકે પરમવીર ચક્ર વિજેતા સુબેદાર મેજર યોગેન્દ્ર સિંહ યાદવ અને અમદાવાદ સેક્ટર-1 ના જેસીપી નીરજ કુમાર બડગુજર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દિગ્ગજ મહેમાનોની આ પ્રેરણાદાયી ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમની ભવ્યતા અને ગરિમામાં અનેકગણો વધારો કર્યો છે.
આજથી ' Kon Banse Gujarat No Genius ' (કોણ બનશે ગુજરાતનો જીનિયસ?) નો ભવ્ય પ્રારંભ
‘કોણ બનશે ગુજરાતનો જીનિયસ?’નો પ્રથમ એપિસોડ 19 સપ્ટેમ્બરે અને બીજો એપિસોડ 20 સપ્ટેમ્બરે પ્રસારિત થશે. બંને એપિસોડમાં જ્ઞાન અને પ્રતિભાનો રોમાંચક મુકાબલો જોવા મળશે. શૉના પ્રથમ એપિસોડમાં જાણીતા કલાકાર સાંઇરામ દવે ખાસ ઉપસ્થિત રહીને શોની રોનક વધારી હતી. આ ખાસ એપિસોડમાં જાણીતા હાસ્ય કલાકાર અને વક્તા સાંઈરામ દવેની હાજરીએ શોની રોનક વધારી. સાંઈરામ દવેએ પોતાની આગવી શૈલીમાં સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા અને ગુજરાતના યુવાનોની પ્રતિભાને બિરદાવી. તેમની સાથે ગુજરાતી ફિલ્મ અભિનેતા મયુર ચૌહાણની હાજરીએ પણ શોને વધુ ખાસ બનાવ્યો.
જ્યારે બીજા એપિસોડમાં Param Vir Chakra awardee Yogendra Singh Yadav અને Ahmedabad Sector-1 JCP Neeraj Kumar Badgujar ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની પ્રેરણાદાયી ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમની ભવ્યતામાં વધારો કર્યો હતો.
40,000થી વધુ સ્પર્ધકોમાંથી 300 બ્રાઇટેસ્ટ માઇન્ડ્સ
આ Mega Quiz Show ની સૌથી મોટી વિશેષતા તેની વિશાળ ભાગીદારી છે. શૉ માટે 40,000 થી વધુ સ્પર્ધકોમાંથી પસંદગી કરીને 300 બ્રાઇટેસ્ટ માઇન્ડ્સને આગળ લાવવામાં આવ્યા છે. આ સ્પર્ધકો Knowledge, Talent, Skill અને Speedના આધારે પોતાની ક્ષમતા સાબિત કરશે. એટલે કે ‘કોણ બનશે ગુજરાતનો જીનિયસ?’ માત્ર સામાન્ય Quiz Show નહીં, પરંતુ વિવિધ પ્રતિભાઓની કસોટી કરતો મહાસંગ્રામ બનશે.
31 થી વધુ એપિસોડ અને 5,000 થી વધુ સવાલો
‘કોણ બનશે ગુજરાતનો જીનિયસ?’માં 31થી વધુ રોમાંચક એપિસોડ નો સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર શૉ દરમિયાન 5,000 થી વધુ સવાલો સ્પર્ધકો સામે રજૂ કરવામાં આવશે.આ સવાલોના જવાબ આપવાની સાથે સ્પર્ધકોની ઝડપ, જ્ઞાન, કૌશલ્ય અને પ્રતિભાની પણ કસોટી થશે. દરેક એપિસોડમાં દર્શકોને કંઈક નવું અને રોમાંચક જોવા મળશે.
100 થી વધુ વિવિધ ક્ષેત્રોની પ્રતિભાઓ
આ Mega Quiz Show માં 100 થી વધુ વિવિધ ક્ષેત્રોની પ્રતિભાઓ ભાગ લઈ રહી છે. અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાની ક્ષમતા ધરાવતા ટેલેન્ટેડ સ્પર્ધકો એક જ મંચ પર પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે. Knowledge,Talent,Skill,Speed શૉની મુખ્ય વિશેષતાઓ છે. હવે સવાલ એ છે કે આ તમામ કસોટીઓ વચ્ચે કોણ સાચો જવાબ આપીને પોતાની ક્ષમતા સાબિત કરશે?
કોણ સાબિત કરશે પોતાની ક્ષમતા?
40,000થી વધુ સ્પર્ધકોમાંથી પસંદ થયેલા 300 બ્રાઇટેસ્ટ માઇન્ડ્સ, 31થી વધુ એપિસોડ અને 5,000થી વધુ સવાલો સાથે ‘કોણ બનશે ગુજરાતનો જીનિયસ?’ જ્ઞાન અને પ્રતિભાનો રોમાંચક મહાસંગ્રામ બનવા જઈ રહ્યો છે.
ક્યારે અને ક્યાં જોઈ શકશો?
‘કોણ બનશે ગુજરાતનો જીનિયસ?’નો પ્રથમ એપિસોડ 19 સપ્ટેમ્બરે રાત્રે 9:00 કલાકે અને બીજો એપિસોડ 20 સપ્ટેમ્બરે રાત્રે 9:00 કલાકે પ્રસારિત થશે. દર શનિવાર અને રવિવારે રાત્રે 9:00 કલાકે શૉનું પ્રસારણ થશે. આ ઉપરાંત દરેક એપિસોડનો Repeat Telecast બીજા દિવસે સવારે 11:00 કલાકે અને સાંજે 4:00 કલાકે થશે.
આ ભવ્ય Mega Quiz Show ફક્ત Gujarat First News પર જોઈ શકાશે. હવે ગુજરાતના જ્ઞાન, ટેલેન્ટ, સ્કિલ અને સ્પીડના મહાસંગ્રામમાં કોણ પોતાની ક્ષમતા સાબિત કરશે અને કોણ બનશે ગુજરાતનો જીનિયસ ? જેવા રોમાંચક સવાલો સાથે આ શૉ દર્શકોના દિલ જીતવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને ગુજરાતભરના દર્શકોમાં આ મહાસંગ્રામને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો :Kaun Banshe Gujarat no Genius: 40,000 સ્પર્ધકો, 31 એપિસોડ અને દિગ્ગજ હસ્તીઓ, ગ્રાન્ડ શૂટિંગ પૂર્ણ