Kon Banshe Gujarat No Genius: ચાર દિવસ ચાલશે માઇન્ડનો મહાજંગ, 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ' માટે થઈ જાવ તૈયાર
Kon Banshe Gujarat No Genius: 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ' ક્વિઝ સ્પર્ધાનો મહાસંગ્રામ 24 થી 27 ઓગસ્ટ દરમિયાન યોજાશે. સ્પર્ધકોએ ઓનલાઈન નહીં પરંતુ સ્ટુડિયો ખાતે રૂબરૂ આવી નામ, સરનામું, મોબાઈલ નંબર અને પાસપોર્ટ ફોટો સાથે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી ભોજન અને ટી-બ્રેકની વ્યવસ્થા સાથે સ્પર્ધા યોજાશે.
Advertisement
Kon Banshe Gujarat No Genius: ગુજરાતના બુદ્ધિજીવીઓ અને જ્ઞાનપ્રિય યુવાનો માટે એક મોટો અને ઉત્સાહવર્ધક મંચ તૈયાર થઈ રહ્યો છે. 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ?' (Kon Banshe Gujarat No Genius?) ક્વિઝ સ્પર્ધાનો આગામી રાઉન્ડ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. આગામી 24 થી 27 ઓગસ્ટ સુધી ચાર દિવસ માટે જ્ઞાન અને માઇન્ડનો આ મહાજંગ ખેલાશે, જેમાં રાજ્યભરમાંથી પસંદ થયેલા સ્પર્ધકો પોતાના જ્ઞાનની કસોટી કરશે.

