અમદાવાદના આંબલી-બોપલ રોડ પર 12મા માળેથી પટકાતા 24 વર્ષીય શ્રમિકનું મોત, શ્રમિકોની સુરક્ષાને લઈને તંત્ર ઘોર નિદ્રામાં
- Labourer Death in Ahmedabad
- અમદાવાદના આંબલી બોપલ રોડ પર શ્રમિક 12 માળેથી પટકાતા મોત
- આંબલી બોપલ રોડ પર એક શ્રમિક 12 માળેથી નીચે પટકાયો
- આંબલી બોપલ રોડ પર આવેલ એપ્રિક્યુસ નામની બિલ્ડીંગ ચાલતું હતું બાંધકામ
- બાંધકામનો પાલખ તૂટતા 12 માળેથી નીચે પડતા ઘટના સ્થળે થયું મોત
Labourer Death : અમદાવાદ શહેરના પોશ ગણાતા આંબલી-બોપલ રોડ પર વધુ એક શ્રમિકનો ભોગ લેવાયો છે. નિર્માણાધીન બિલ્ડિંગમાં કામ કરતી વખતે 12મા માળેથી નીચે પટકાયેલા 24 વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત (Labourer Death) નીપજ્યું છે. બાંધકામ સાઇટ પર સુરક્ષાના સાધનોના અભાવે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે.
પાલખ તૂટતા સર્જાયો કાળમુખો અકસ્માત
મળતી માહિતી મુજબ, આંબલી-બોપલ રોડ (Ambli-Bopal Road) પર આવેલી ‘એપ્રિક્યુસ’ નામની બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું હતું. અહીં રાજસ્થાન (Rajasthan)ના ડુંગરપુરનો રહેવાસી 24 વર્ષીય ગોવિંદ મજૂરી કામ કરતો હતો. આજે કામ દરમિયાન 12મા માળે બાંધેલો પાલખ અચાનક તૂટી પડ્યો હતો, જેના કારણે ગોવિંદ સીધો જમીન પર પટકાયો હતો. 12 માળની ઊંચાઈએથી પટકાવાને કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું સ્થળ પર જ મોત (Labourer Death) નીપજ્યું હતું.
સુરક્ષાના સાધનોનો સદંતર અભાવ - Labourer Death
આ ઘટનાએ ફરી એકવાર બિલ્ડરોની લાપરવાહી છતી કરી છે. બાંધકામ સાઇટ પર શ્રમિકોની સુરક્ષા માટે સેફ્ટી બેલ્ટ કે હેલ્મેટ આપવામાં આવ્યા હતા કે નહી? ઊંચાઈ પર કામ કરતા શ્રમિકો માટે કોઈ સેફ્ટી નેટ (જાળી) લગાવવામાં આવી હતી કે નહી? તેને લઈને તપાસ હાથ ધરવામાં કેમ તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રાથમિક તબક્કે પાલખની ગુણવત્તા પણ નબળી હોવાની આશંકા સેવાઈ રહી છે.
ક્યારે જાગશે તંત્ર?
અમદાવાદમાં અગાઉ પણ અનેકવાર બાંધકામ સાઇટ પર શ્રમિકોના મોત (Labourer Death)ના કિસ્સા બન્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા બિલ્ડરો સામે કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી. 24 વર્ષીય ગોવિંદના મોતે અનેક સવાલો ઊભા કર્યા છે જેમ કે શું બિલ્ડર દ્વારા શ્રમિકોને પૂરતા સુરક્ષા સાધનો અપાયા હતા? જો સેફ્ટી કિટ ન હતી, તો તંત્રએ કામ કેમ ચાલુ રહેવા દીધું? વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં તંત્ર કેમ ઘોર નિદ્રામાં છે?
હાલમાં પોલીસે મૃતક ગોવિંદના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે જવાબદાર બિલ્ડર સામે ગુનો દાખલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો : Dahod Stray Dog Attack: રમતા રમતા બાળક પર કાળ ત્રાટક્યો, શ્વાને માથું ફાડી નાખ્યું


