Ahmedabadમાં બનશે અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઈન, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યું ખાતમુહૂર્ત
- ઘાટલોડિયા ખાતે આકાર પામશે અદ્યતન સુવિધાસભર પોલીસ લાઈન
- ગુજરાત રાજ્યની સેવા, સુરક્ષા અને શાંતિ માટે સદાય તત્પર
- અમદાવાદમાં પોલીસના કર્મચારીઓને મળશે 2-BHK આવાસ
- 920 પોલીસ પરિવાર માટે 13 માળના 18 બ્લોકમાં બનશે
Ahmedabad: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મકરસંક્રાંતિના પાવન દિવસે રાજ્યમાં શહેર પોલીસ તંત્રની અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઈન તથા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરીને મોટી ભેટ આપી હતી. આ ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશન બિલ્ડિંગ અને 920 પોલીસ પરિવાર માટેના 13 માળના 18 બ્લોક્સનું નિર્માણ કરવામાં આવશે.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજના મકરસંક્રાંતિના પાવન દિવસે અતિ આધુનિક સુવિધાથી સજ્જ રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈન તથા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અત્રે… pic.twitter.com/b4P5t7eihj
— CMO Gujarat (@CMOGuj) January 14, 2025
આ પણ વાંચો: Uttarayan 2025 : વિવિધ મંદિરોમાં આજે વિશેષ શણગાર, વહેલી સવારથી ભક્તોની લાંબી કતાર
અદ્યતન પોલીસ લાઈનમાં આધુનિક સુવિધાઓ આપવામાં આવશે
રાજ્યમાં શહેર પોલીસ તંત્રની અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઈનનું નિર્માણ અમદાવાદમાં થશે. ગુજરાત રાજ્યની સેવા, સુરક્ષા અને શાંતિ માટે સદાય તત્પર રહેતા કર્મનિષ્ઠ પોલીસકર્મીઓના પરિવારોને માટે 2-BHK (55 ચો.મી.) આવાસ ઉપલબ્ધ થશે. આ અદ્યતન પોલીસ લાઈનમાં પોલીસકર્મીઓના પરિવારને 930 કાર માટેનું બેઝમેંટ પાર્કિંગ, બે લિફ્ટ, ઓપન ગાર્ડન, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સોલાર રૂફટોપ, ઇલેક્ટ્રિસિટી બેકઅપ સહિતની ઉત્તમ અને આધુનિક સુવિધાઓ આપવામાં આવશે.
નોંધનીય છે કે, જીવન-જરૂરી સામાન ઘર આંગણે જ મળી રહે તે માટે ટાવરમાં 10 દુકાનો પણ બાંધવામાં આવશે. જ્યાં રોજબરોજની ચીજવસ્તુઓ જેમકે, શાકભાજી, દૂધ તથા તેની બનાવટની અન્ય સામગ્રીઓ, હેર-સલૂન, એ.ટી.એમ., અનાજ દળવાની ઘંટી તથા પોલીસ પરિવારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં અહીં CPC કેન્ટિન પણ તૈયાર કરવાનું આયોજન છે.
આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ પતંગ ચગાવીને કરી ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા હાજર, જુઓ Video
એક બ્લોકના 2 માળને પોલીસ સ્ટેશનમાં રૂપાંતરિત કરવામાં આવશે
13 માળના 18 ટાવરમાં પ્રાથમિક સુવિધાઓ જેમકે, રસોડું, એક અટેચ અને એક કોમન ટોઇલેટ તથા અન્ય સુવિધાઓ સાથે ફર્નિશ્ડ આવાસ આપવામાં આવશે. રાજ્યમાં શહેર પોલીસ તંત્રની સૌથી મોટી પોલીસ લાઈનની વિશેષતા છે કે ઈનબિલ્ડ પોલીસ સ્ટેશન, જે 18 બ્લોકમાંથી એક બ્લોકના 2 માળને પોલીસ સ્ટેશનમાં રૂપાંતરિત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ભૂમિ પૂજન થયેલી આ પોલીસ લાઈનનું નિર્માણ થવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજયના પોલીસ કર્મીઓને સુવિધાજનક રહેણાંક અને આધુનિક આવાસીય સુવિધા આપવાના રાજ્ય સરકારના પ્રયાસોમાં વધુ એક સોપાન ઉમેરાશે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો