26

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આજે શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે બાર કાઉન્સિલ પાસે 30 જેટલી અરજીઓ સનદ લેવા માટે આવી હતી, અને જ્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આ તમામ અરજીઓ અંગે તેઓના પ્રમાણપત્રની ખરાઈ કરવામાં આવી. ત્યારે રાજ્ય બહારની કેટલીક ચોક્કસ યુનિવર્સિટીઓના નામ સામે આવ્યા કે જેઓ ખોટી અને બોગસ ડિગ્રીઓ આપે છે, જેના આધારે લોકો સનદની ડિગ્રી મેળવતા હોય છે. અને ત્યારબાદ ગુજરાતની અલગ-અલગ કોર્ટોમાં પ્રેક્ટિસ કરતાં હોય છે. ઉલ્લેખનીય છે કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરાઇ છે.