Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad ની LD એન્જિનિયરિંગ કોલેજમાં મોટી દુર્ઘટના, હોસ્ટેલનો સ્લેબ તૂટી પડતા મચી દોડધામ

Ahmedabad Hostel Slab Collapse: અમદાવાદ (Ahmedabad) ની જાણીતી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ (LD College of Engineering) માં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કોલેજની હોસ્ટેલનું બાંધકામ જર્જરિત હોવાને કારણે અચાનક સ્લેબ ધરાશાયી (Slab Collapse) થયો હતો. આ ઘટના સમયે રૂમમાં હાજર એક વિદ્યાર્થીને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
ahmedabad ની ld એન્જિનિયરિંગ કોલેજમાં મોટી દુર્ઘટના  હોસ્ટેલનો સ્લેબ તૂટી પડતા મચી દોડધામ
Advertisement
  • અમદાવાદ (Ahmedabad)  ની LD College of Engineering માં દુર્ઘટના
  • હોસ્ટેલના B બ્લોકના એક રૂમમાં સ્લેબ પડ્યો
  • જર્જરી પ્રકારનું બાંધકામ હોવાથી તૂટ્યો સ્લેબ
  • સ્લેબ તૂટવાથી એક વિદ્યાર્થી ને સામાન્ય ઇજા
  • વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી

Ahmedabad Hostel Slab Collapse: અમદાવાદ (Ahmedabad) ની જાણીતી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ (LD College of Engineering) માં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કોલેજની હોસ્ટેલનું બાંધકામ જર્જરિત હોવાને કારણે અચાનક સ્લેબ ધરાશાયી (Slab Collapse) થયો હતો. આ ઘટના સમયે રૂમમાં હાજર એક વિદ્યાર્થીને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Ahmedabad Hostel Slab Collapse-gujarat first

Advertisement

Ahmedabad ની હોસ્ટેલના B બ્લોકમાં સર્જાઈ દુર્ઘટના

મળતી માહિતી મુજબ, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલના B બ્લોકના (B-Block) એક રૂમમાં અચાનક સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો. હોસ્ટેલનું બાંધકામ અત્યંત જર્જરિત (Dilapidated Construction) હાલતમાં હોવાને કારણે આ સ્લેબ તૂટ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

Ahmedabad Hostel Slab Collapse-gujarat first2

વિદ્યાર્થીને સામાન્ય ઈજા પહોંચી

સ્લેબ તૂટી પડવાની આ ઘટનામાં એક વિદ્યાર્થીને સામાન્ય ઈજાઓ (Minor Injuries) પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક પ્રાથમિક સારવાર (First Aid) આપવામાં આવી હતી. સદનસીબે ઈજા ગંભીર ન હોવાથી પ્રાથમિક સારવાર બાદ વિદ્યાર્થીને રજા આપવામાં આવી છે. જોકે, આ ઘટનાએ હોસ્ટેલના નબળા બાંધકામ અને વિદ્યાર્થીઓની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

 આ પણ વાંચો: Local Body Election 2026 : ગુજરાતના આ ગઢમાં હવે ભાજપની જીત લગભગ નિશ્ચિત! કોંગ્રેસ પાસે ઉમેદવાર જ ન રહ્યો!

Tags :
Advertisement

.

×