અમદાવાદમાં દીપડાની દહેશત: ઘુમા પછી હવે ઝુંડાલ-ચાંદખેડામાં દેખાયો દીપડો
Ahmedabad Leopard News: અમદાવાદ (Ahmedabad) શહેરમાં ઘુમા (Ghuma) વિસ્તાર બાદ હવે ચાંદખેડામાં (Chandkheda) પણ દીપડો દેખાયાનો દાવો કરવામાં આવ્યો છે. ચાંદખેડાના માધવ હોમ્સની (Madhav Homes) સામે આવેલી એક કાફે પર મોડી રાત્રે 2 વાગ્યે હાજર યુવકોએ દીપડાને જોયો હોવાનો દાવો કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે.
Advertisement
Ahmedabad Leopard News: અમદાવાદ (Ahmedabad) શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વન્યજીવો શહેરી વિસ્તારમાં ઘૂસી આવવાની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા સમય પહેલાં ઘુમા (Ghuma) વિસ્તારમાં દીપડો દેખાયાની ઘટના બાદ હવે શહેરના ઉત્તર ભાગમાં આવેલા ચાંદખેડા (Chandkheda) વિસ્તારમાં પણ દીપડો મુક્તપણે ફરી રહ્યો હોવાનો દાવો કરવામાં આવતાં સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાયાના અહેવાલોથી સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ સર્જાયો છે.

