Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rahul Gandhi in Gujarat : લગ્નનાં-રેસનાં ઘોડાઓને અલગ તારવવા તૈયારી! અરવલ્લીથી 'સંગઠન સર્જન' અભિયાન શરૂ

આ બેઠકમાં 'સંગઠન સર્જન' મુદ્દે નવી રણનીતિ ઘડાશે. માત્ર હોદ્દા ભોગવતા નેતાઓની વિદાય થાય તે નક્કી એવી ચર્ચા છે.
rahul gandhi in gujarat   લગ્નનાં રેસનાં ઘોડાઓને અલગ તારવવા તૈયારી  અરવલ્લીથી  સંગઠન સર્જન  અભિયાન શરૂ
Advertisement
  1. પ્રદેશ કોંગ્રેસની 'કાયાપલટ' માટેની મથામણ (Rahul Gandhi in Gujarat)
  2. રાહુલ ગાંધી બે દિવસના ગુજરાતના પ્રવાસે
  3. લગ્નના-રેસના ઘોડાઓને અલગ તારવવા તૈયારી
  4. અમદાવાદમાં AICC-પ્રદેશ નિરીક્ષકોની બેઠક
  5. 'સંગઠન સર્જન' મુદ્દે બેઠકમાં ઘડાશે રણનીતિ
  6. અરવલ્લીથી સંગઠન સર્જન અભિયાન શરૂ કરશે

Rahul Gandhi in Gujarat : લોકસભાનાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર આજથી બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરશે. ગુજરાત કોંગ્રેસની (Gujarat Congress) કોર કમિટીની મહત્ત્વની બેઠક યોજાશે, જેમાં મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતનાં નેતાઓ હાજર રહેશે. આ બેઠકમાં 'સંગઠન સર્જન' મુદ્દે નવી રણનીતિ ઘડાશે. માત્ર હોદ્દા ભોગવતા નેતાઓની વિદાય થાય તે નક્કી એવી ચર્ચા છે. જ્યારે લગ્નના-રેસના ઘોડાઓને અલગ તારવવા કોંગ્રેસ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. આજે સાંજે 5 કલાકે રાહુલ ગાંધી એનેક્ષી ખાતે કોર કમિટીની બેઠક યોજાશે. રાહુલ ગાંધીનાં ગુજરાત પ્રવાસને લઈ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) માહિતી આપી છે.

આ પણ વાંચો - કોંગ્રેસ નેતા ઠાકરશી રબારી અફીણની હેરાફેરીમાં ઝડપાયા, રાજસ્થાન પોલીસે કરી ધરપકડ

Advertisement

કમિટીમાં પ્રિયંકા ગાંધી, કનૈયા કુમાર સહિત 9 લોકો સામેલ : શક્તિસિંહ ગોહિલ

અમદાવાદમાં થોડા દિવસ પહેલા કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત રાજ્ય અને દેશભરમાંથી પાર્ટીનાં નેતાઓએ હાજરી આપી હતી. ત્યારે હવે ફરી એકવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતની બે દિવસીય મુલાકાત આવ્યા છે. આ અંગે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) પ્રદેશ પ્રમુખશક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ (Rahul Gandhi in Gujarat) ખૂબ જ મહત્ત્વનો છે. જિલ્લા લેવલે કોંગ્રેસને વધુ મજબૂત કરવાનો પ્રયાસ છે. અમદાવાદમાં AICC-પ્રદેશ નિરીક્ષકોની બેઠક યોજાશે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, સમય સાથે બદલાવ કેવી રીતે કરાય તે માટે 9 લોકોની કમિટી બનાવી છે. મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં આ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi), કનૈયા કુમાર સહિત 9 લોકો સામેલ છે.

Advertisement

આ પણ વાંચો - વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન બન્યા ડો. સંતવલ્લભદાસજી, કોઠારીપદે દેવપ્રકાશ સ્વામીની વરણી કરાઈ

'અરવલ્લી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટનું લોન્ચિંગ થશે'

શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિને વધુ મજબૂત કરવા મનોમંથન કરવામાં આવ્યું છે. જિલ્લાઓનાં અધ્યક્ષો સાથે ચર્ચા કરાઈ. મેં પાયલોટ પ્રોજેક્ટમાં ગુજરાતને તક આપવા માંગ કરી છે. તેમણે કહ્યું કે, આજે 5 પ્રભારીઓ જિલ્લા મથકે જવાના છે. સિનિયર સેન્ટ્રલમાંથી આવેલા 1 નેતા અને ગુજરાતનાં 4 એમ 5 લોકોનું પંચ જિલ્લા લેવલે જશે. અરવલ્લી જિલ્લામાં (Aravalli) પાયલોટ પ્રોજેક્ટનું લોન્ચિંગ થશે. આ નિમિત્તે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે. દરમિયાન, તેઓ અરવલ્લીનાં નેતાઓ સાથે સંવાદ કરશે. નવી રણનીતિ મુજબ પાર્ટીનાં સિનિયર નેતાઓ ડિસ્ટ્રિક્ટ લેવલ પર જશે અને ગ્રાઉન્ટ લેવલ પર પાર્ટી અને સંગઠનને વધુ મજબૂત કરવા માટે કામ કરશે. 45 દિવસમાં જિલ્લા પ્રમુખ-સમિતિઓ રચાશે.

આ પણ વાંચો - Narmada: વિદેશ મંત્રી નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે, પ્રથમ દિવસે વિકાસના કામોની જિલ્લાને ભેટ આપી

Tags :
Advertisement

.

×