Ahmedabad ની ઉદગમ સ્કૂલના સંચાલકોની મનમાની જોવો! રૂપિયા કમાવવાનો ધંધો
- UdgamSchool: વિદ્યાર્થીઓને ચોક્કસ બ્રાંડના શૂઝ ખરીદવાનો મનસ્વી નિર્ણય
- શાળાએ પોતાની વેબસાઈટ પર મોંઘીદાટ બ્રાંડના નામ આપ્યા
- શૂઝ સાથે યુનિફોર્મમાંથી પણ રૂપિયા કમાવવાનો ધંધો
Ahmedabad ની ઉદગમ સ્કૂલના સંચાલકોની મનમાની જોવો! રૂપિયા કમાવવાનો ધંધો શરૂ કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓને ચોક્કસ બ્રાંડના શૂઝ ખરીદવાનો મનસ્વી નિર્ણય છે. તેમાં શાળાએ પોતાની વેબસાઈટ પર મોંઘીદાટ બ્રાંડના નામ આપ્યા છે. શૂઝ સાથે યુનિફોર્મમાંથી પણ રૂપિયા કમાવવાનો ધંધો થઇ રહ્યો છે. જેમાં શૂઝ અને યુનિફોર્મ ચોક્કસ સ્થાનેથી ખરીદવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
ચોક્કસ પાંચ દુકાનોથી જ યુનિફોર્મ ખરીદવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો
ચોક્કસ પાંચ દુકાનોથી જ યુનિફોર્મ ખરીદવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં મોંઘીદાટ ફી લેતી સ્કૂલોની બેરોકટોક નફાખોરીનો ધંધો શરૂ થયો છે. શિક્ષણના ધામમાં ઉદગમ સ્કૂલના મનસ્વી નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. સ્થાનિકો જણાવી રહ્યાં છે કે ઉદગમ સ્કૂલ શિક્ષણનું ધામ છે કે રૂપિયા રળવાની હાટડી?
અમદાવાદની ઉદગમ સ્કૂલ સંચાલકો પર શિક્ષણ વિભાગ લાચાર
અમદાવાદની ઉદગમ સ્કૂલ સંચાલકો પર શિક્ષણ વિભાગ લાચાર છે. જેમાં શાળા દ્વારા ચોક્કસ બ્રાન્ડના શૂઝ માટે ફરજીયાતપણુ બતાવી રહી છે. વાલીઓને ચોક્કસ મોંઘી બ્રાંડ શૂઝ ખરીદવા માટે ફતવો જાહેર કરાયો છે. જાહેરમાં બેરોકટોકપણે શાળા વેબ સાઇટ પર ફતવો બહાર પાડ્યો છે.
શૂઝ સાથે યુનિફોર્મમાંથી પણ પૈસા કમાવવા માટે ધંધો
શૂઝ સાથે યુનિફોર્મમાંથી પણ પૈસા કમાવવા માટે ધંધો છે. તથા શૂઝ અને યુનિફોર્મ ચોક્કસ 5 સ્થાનો પરથી ખરીદવા ઉદગમ સ્કૂલે મનમાની કરી છે. ત્યારે મોંઘીદાટ શાળાએ બેરોકટોક પણે નફાખોરીનો ધંધો શરૂ કર્યો છે.
આ પણ વાંચો: Sabarkantha Accident: હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર અકસ્માતમાં 4 લોકોના મોત થયા