Makar Sankranti 2026: CM ભૂપેન્દ્રભાઈ પટેલે ઉજવણી ઉત્તરાયણ, ગાંધીનગર અને અમદાવાદમાં ચગાવ્યો પતંગ
સમગ્ર રાજ્યમાં જ્યારે ઠેર ઠેર ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે. નેતાઓ-અભિનેતાઓ પતંગ ઉડાવીને આનંદ કરતા હોય, તો આપણા મુખ્યમંત્રી સાહેબ પણ કેમ બાકાત રહે.. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ઉત્તરાયણના રંગે રંગાઈને હોંશભેર તહેવારનો આનંદ માણ્યો. સાથે જ તેમણે નવા વર્ષના પ્રથમ તહેવાર નિમિત્તે નાગરિકોને શુભકામના પણ પાઠવી.
Advertisement
- Makar Sankranti 2026: મુખ્યમંત્રીનું અલગ રૂપ
- આકાશમાં પતંગ ચગાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
- અમદાવાદ અને ગાંધીનગરમાં કરી ઉજાણી
Makar Sankranti 2026: રાજ્યભરમાં ઉતરાયણનો તહેવાર રંગેચંગે ઉજવાઈ રહ્યો છે. જેમ જેમ દિવસ આગળ વધે છે, તેમ તેમ પતંગરસિકોનો ઉત્સાહ પણ બમણો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં વ્યવસ્થાની કમાન સંભાળતા મુખ્યમંત્રીએ આજે હાથમાં પતંગની દોરી પણ સંભાળી લીધી હતી. ઉંમર અને હોદ્દાને ભૂલીને સામાન્ય નાગરિકની જેમ તેમણે પણ પતંગ મહોત્સવની મજા લૂંટી હતી. એક બાજુ જ્યા વહેલી સવારથી આકાશ રંગબેરંગી પતંગોથી ભરી ગયું હતું. ત્યા બીજી બાજુ રાજ્યના કર્તાહર્તા મુખ્યમંત્રી પણ પતંગના પેચ લડાવવા નીકળી પડ્યા હતા.

