અમદાવાદમાં યોજાઈ 138મી OSCCની ઉચ્ચ-સ્તરીય Meeting, જાણો શું છે નવો રોડમેપ
Maritime Security : દેશની દરિયાઈ સુરક્ષા (Maritime Security) વ્યવસ્થાને વધુ અભેદ્ય અને આધુનિક બનાવવા માટે ગુજરાતના અમદાવાદ ખાતે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) ના ડાયરેક્ટર જનરલ પરમેશ શિવમણિની અધ્યક્ષતા હેઠળ 138મી ઓફશોર સિક્યુરિટી કોઓર્ડિનેશન કમિટી (OSCC)ની બેઠક યોજવામાં આવી હતી.
Advertisement
- OSCC Meeting : દરિયાઈ સુરક્ષા માટે અમદાવાદમાં હાઈ-લેવલ બેઠક
- ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના વડા પરમેશ શિવમણિની અધ્યક્ષતા
- 138મી ઓફશોર સિક્યુરિટી કોઓર્ડિનેશન કમિટીની મળી મીટિંગ
- ડ્રોન અને સાયબર હુમલાના નવા જોખમો પર ગહન મંથન
- આંદામાન-નિકોબાર ક્ષેત્રમાં સર્વેલન્સ વધારવા પર ભાર
- વિવિધ દેશભક્તિ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન મજબૂત કરાશે
OSCC Meeting : દેશની દરિયાઈ સુરક્ષા (Maritime Security) વ્યવસ્થાને વધુ અભેદ્ય અને આધુનિક બનાવવા માટે ગુજરાતના અમદાવાદ ખાતે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) ના ડાયરેક્ટર જનરલ પરમેશ શિવમણિની અધ્યક્ષતા હેઠળ 138મી ઓફશોર સિક્યુરિટી કોઓર્ડિનેશન કમિટી (OSCC)ની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવ્યા છે. ભારતીય નૌકાદળ (Indian Navy), વાયુસેના (Indian Air Force), ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs), વિદેશ મંત્રાલય, ONGC અને દેશની અન્ય અગ્રણી ગુપ્તચર તેમજ સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારીઓએ હાજરી આપીને રાષ્ટ્રીય સુરક્ષાના વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.

