અમદાવાદ સિવિલ મેડિસિટીમાં તબીબી ચમત્કાર: સાપની જેમ વાંકી વળેલી કરોડરજ્જુને સીધી કરી આપ્યું નવજીવન
- અમદાવાદ સિવિલમાં 7 બાળકોની જટિલ સ્પાઇન સર્જરી (Spine Surgery) સફળ
- અત્યાધુનિક 'ન્યુરો-મોનિટરિંગ' ટેકનોલોજીથી બાળકોને મળ્યું નવજીવન
- રૂ. 10 લાખની સર્જરી સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં મફત
- ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ બન્યું જટિલ સર્જરી અને મેડિકલ એજ્યુકેશનનું હબ
Spine Surgery: અમદાવાદ સિવિલ મેડિસિટી (Ahmedabad Civil Medicity) સ્થિત ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ ફરી એકવાર તબીબી ક્ષેત્રે માનવીય સેવાનું ઉત્તમ કેન્દ્ર બનીને ઉભરી આવ્યું છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સહયોગથી આયોજિત 'ઈન્ડો-અમેરિકન સ્પાઇન સર્જરી કેમ્પ' અંતર્ગત કરોડરજ્જુની (Spine Surgery) ગંભીર વિકૃતિ ધરાવતા 7 બાળકોનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ પહેલથી અનેક પરિવારોમાં નવી આશાનો સંચાર થયો છે.
સાપની જેમ વાંકી કરોડરજ્જુનું જટિલ ઓપરેશન- Spine Surgery
વિશ્વભરમાં દર 1000 બાળકોમાંથી 1 બાળકમાં જોવા મળતી કાઇફોસિસ અને સ્કોલિયોસિસ જેવી વિકૃતિઓ સામે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થયો છે. 'કાઇફોસ્કોલિયોસિસ' એવી ગંભીર સ્થિતિ છે જેમાં બાળકની કરોડરજ્જુ (Spine Surgery) સાપની જેમ વાંકી વળી જાય છે.
Curved Backbone
નાની ભૂલ દર્દીને જીવનભર માટે લકવો - Spine Surgery
સર્જરી (Spine Surgery) દરમિયાન મુખ્ય પડકારો વિશે જણાવતા નિષ્ણાતોએ કહ્યું કે, 4 થી 5 કલાક ચાલતી આ પ્રક્રિયામાં અત્યંત નાજુક ચેતાઓ (Nerves) અને રક્તવાહિનીઓ વચ્ચે કામ કરવાનું હોય છે. અમેરિકન ન્યુરો-મોનિટરિંગ ટીમની મદદથી સતત નજર રાખવામાં આવી હતી, કારણ કે નાની ભૂલ પણ દર્દીને જીવનભર માટે લકવો (Paralysis) કરી શકે છે.
રૂ. 10 લાખની સારવાર હવે સરકારી સુરક્ષા કવચમાં
આર્થિક પાસા પર નજર કરીએ તો, ખાનગી હોસ્પિટલોમાં આ સર્જરી (Spine Surgery) નો ખર્ચ અંદાજે રૂ. 5 થી 10 લાખ સુધી થાય છે, જે સામાન્ય મધ્યમ વર્ગ માટે અશક્ય છે. પરંતુ ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. આ કેમ્પમાં ખાસ કરીને 9 વર્ષના એક બાળક પર 'ગ્રોઇંગ રોડ સર્જરી' કરવામાં આવી હતી. તબીબી નિષ્ણાતના જણાવ્યા અનુસાર આ ગ્રોઇંગ રોડ સર્જરી આધુનિક વિજ્ઞાનનો નમૂનો છે, જે બાળકની ઉંમર વધવાની સાથે તેની કરોડરજ્જુને સીધી રાખવામાં મદદ કરશે.
Rare Surgery
ટીમ વર્ક અને ગ્લોબલ પાર્ટનરશીપ
આ સફળ ઓપરેશનોમાં સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ Ahmedabad Civil Medicity) ના નિયામક ડૉ. પિયુષ મિતલ અને ડૉ. પ્રેરક યાદવે નેતૃત્વ કર્યું હતું. તેમને અમેરિકાના ખ્યાતનામ સર્જન્સ ડૉ. વિરલ જૈન, ડૉ. હર્ષદ પટેલ અને તેમની ટીમે ટેકનિકલ સહયોગ આપ્યો હતો. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ આ માનવીય અભિગમને બિરદાવ્યો છે.
Medical Miracle
શિક્ષણ અને પુનર્વસન પર ભાર
ડૉ. પિયુષ મિત્તલે જણાવ્યું હતું કે આવા આંતરરાષ્ટ્રીય સહયોગથી માત્ર સારવાર જ નહીં, પરંતુ મેડિકલ વિદ્યાર્થીઓ માટે 'શૈક્ષણિક એક્સચેન્જ પ્રોગ્રામ' ને પણ વેગ મળશે. સર્જરી બાદ દર્દીઓના 'પોસ્ટ સર્જરી રિહેબિલિટેશન' (પુનર્વસન) પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેથી તેઓ સામાન્ય જીવન જીવી શકે. અમદાવાદ સિવિલના આ સફળ પ્રયોગે સાબિત કર્યું છે કે જ્યારે ટેકનોલોજી અને નિષ્ણાત હાથોનો સમન્વય થાય, ત્યારે સામાન્ય માનવીના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકાય છે.
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલનું ગૌરવ : બાળ યુરોલોજી પર આંતરરાષ્ટ્રીય પુસ્તક પ્રકાશિત


