આસારવા મેડિકલ કોલેજ ખાતે રેગિંગની ઘટનાઓને લઈને ABVP દ્વારા આવેદન પત્ર
અસારવા સિવિલ ખાતેની અલગ અલગ મેડિકલ કોલેજો ખાતે અવારનવાર રેગિંગની ઘટના ઘટતી હોય છે. ઓર્થોપેડીક વિભાગ બાદ ડેન્ટલ વિભાગમાં પણ ગઈ કાલે રેગિંગની ઘટના ઘટી હતી. સિવિલની ડેન્ટલ કોલેજમાં રેગિંગ ની ઘટના ઘટી હતી. એક અઠવાડિયા પહેલાં પણ રેગિંગ થયું હતું. જેને લઈને ABVP અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ડેન્ટલ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.જુનિયર તબીબો પર સીનà«
09:47 AM Jan 03, 2023 IST
|
Vipul Pandya
અસારવા સિવિલ ખાતેની અલગ અલગ મેડિકલ કોલેજો ખાતે અવારનવાર રેગિંગની ઘટના ઘટતી હોય છે. ઓર્થોપેડીક વિભાગ બાદ ડેન્ટલ વિભાગમાં પણ ગઈ કાલે રેગિંગની ઘટના ઘટી હતી. સિવિલની ડેન્ટલ કોલેજમાં રેગિંગ ની ઘટના ઘટી હતી. એક અઠવાડિયા પહેલાં પણ રેગિંગ થયું હતું. જેને લઈને ABVP અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ડેન્ટલ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
જુનિયર તબીબો પર સીનીયરોનો ત્રાસ વધી રહ્યો છે પછી તે કોઈ પણ મુદ્દો હોય. ડેન્ટલ કોલેજ ખાતે ફક્ત જન્મદિવસની ઉજવણી કરવાના મુદ્દાને લઈને બબાલ થઈ હતી સીનીયસ અને જુનિયર વચ્ચે રાત્રિના જન્મદિવસની ઉજવણીના મુદ્દાને લઈને બબાલ થઈ હતી. જોકે થોડા દિવસ પહેલા બી.જે. મેડિકલ ખાતે પણ સિનિયર દ્વારા જુનિયર્સ પર પટ્ટા પાઇપ તથા અલગ અલગ વસ્તુઓથી માર મારવાનું મુદ્દો સામે આવ્યો હતો ત્યારે એન્ટી રેગિંગ કમિટીએ તપાસ હાથ ધરીને બીજે મેડિકલ વાળા મુદ્દા પર સિનિયર્સ વિદ્યાર્થીઓની સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.
વારંવાર રેગિંગ છતાં કોઈ યોગ્ય પગલાં કેમ લેવાતા નથી. માત્ર સંસ્પેન્ડ કરી સંતોષ મેળવી લેવામાં આવે છે. વારંવાર રેગિંગ ની ઘટના છતાં FIR પણ કરાતી નથી. એન્ટી રેકિંગ કમિટીએ એવા સખત કાયદા લાવીને પગલા હાથ ધરવા જોઈએ કે કોઈપણ વિભાગ હોય સિનિયર ડોક્ટર કે વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને પરેશાન કરવા માં ન આવે.
આ પણ વાંચો - અમદાવાદમાં ગાહેડના ઉપક્રમે 17મો પ્રોર્પટી શો યોજાશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article