ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું ગુજરાતમાં જોવા મળશે રાજકીય ઉથલપાથલ? હવામાન શાસ્ત્રી Ambalal Patel ની ચોંકાવનારી આગાહી!

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં રાજકીય વાતાવરણ ડહોળાયેલું રહેશે.
10:06 PM Jan 20, 2025 IST | Vipul Sen
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં રાજકીય વાતાવરણ ડહોળાયેલું રહેશે.
Ambalal_gujarat_first
  1. હવામાન શાસ્ત્રી Ambalal Patel ની રાજકીય આગાહી
  2. રાજ્યમાં રાજકીય વાતાવરણ ડહોળાયેલું રહેશે : અંબાલાલ પટેલ
  3. "રાજકીય ખેંચતાણ અને રાજકીય ગતિવિધિ તેજ બનશે"
  4. મંત્રીઓની ફેરબદલની પણ શક્યતાઓ રહેશે : અંબાલાલ પટેલ

હવામાન અંગે અંબાલાલ પટેલની (Ambalal Patel) આગાહી મોટાભાગે સાચી સાબિત થતી હોય છે. જો કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવે રાજ્યમાં આગામી દિવસોમાં રાજકીય માહોલ અને વાતાવરણ કેવું રહેશે ? તેને લઈને મહત્ત્વની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં રાજકીય વાતાવરણ ડહોળાયેલું રહેશે.

આ પણ વાંચો - Mehsana : સાવચેત રહેજો! રાજ્યમાં HMPV નો વધુ એક કેસ નોંધાયો

રાજકીય ખેંચતાણ અને રાજકીય ગતિવિધિ તેજ બનશે : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાત (Meteorologist) અંબાલાલ પટેલે (Ambalal Patel) હવે રાજ્યમાં રાજકીય વાતાવરણ (Gujarat Politics) કેવું રહેશે તેને લઈને મહત્ત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલનાં જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં રાજકીય વાતાવરણ ડહોળાયેલું રહેવાની સંભાવના છે. અંબાલાલ પટેલે આગાહી કરતી કહ્યું કે, રાજકીય ખેંચતાણ અને રાજકીય ગતિવિધિ તેજ બનશે. સાથે જ મંત્રીઓની ફેરબદલની પણ શક્યતાઓ રહેશે. ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં રાજકીય ગતિવિધિઓ જોવા મળી શકે છે.

આ પણ વાંચો - Mahisagar : જાહેરનામાનો ભંગ કરતી મસ્જિદ પરથી લાઉડ સ્પીકર ઉતારવાની શરૂઆત ગુજરાતમાં ?

રાજ્યમાં હડતાળો, આંદોલનો અને તાળાબંધી જેવા આંદોલનોની શક્યતા

અંબાલાલ પટેલે આગળ કહ્યું કે, રાજકીય પક્ષોમાં 'આયા રામ ગયા રામ' ની સ્થિતિ જોવા મળે તેવી સંભાવના છે. આગામી સમયમાં સરકાર સામે પડકારો ઊભા થશે. જો કે, સરકાર બદલવાની કોઈ શકયતા નથી. પરંતુ, રાજ્યમાં હડતાળો, આંદોલનો અને તાળાબંધી જેવા આંદોલનો થઈ શકે છે. નોંધનીય છે કે, હવામાનને લઈ અંબાલાલ પટેલની આગાહીઓ મોટાભાગે સાચી સાબિત થઈ છે. ત્યારે હવે અંબાલાલ પટેલની રાજકીય આગાહી કેટલી સચોટ રહેશે તે આગામી સમયમાં જ જાણવા મળશે.

આ પણ વાંચો - જમીન સંબંધિત કેસમાં પૂર્વ IAS પ્રદીપ શર્માને કોર્ટે ફટકારી આકરી સજા!

Tags :
AAPAmbalal PatelBJPBreaking News In GujaratiCongressGujarat FirstGUJARAT FIRST NEWSGujarat GovernmentGujarat PoliticsGujarati breaking newsGujarati NewsLatest News In GujaratimeteorologistNews In GujaratiPolitical Environmentprediction
Next Article