Uttarayan 2026: પતંગ રસિકો આનંદો! પવનની ગતિ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી!
- પતંગ રસિકો આનંદો, ઉત્તરાયણ રહેશે જોરદાર!
- પવનની ગતિ સારી રહેવાની અંબાલાલ પટેલની આગાહી
- અંબાલાલ પટેલે કહ્યું ઉત્તરાયણમાં પવનની ગતિ રહેશે સારી
- વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ મધ્યમ રહેશેઃ અંબાલાલ
Uttarayan 2026: ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે. આ વખતે પતંગ રસિકો માટે ખુશખબર છે કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન પવનની ગતિ સારી રહેવાની આગાહી કરી છે. તેમના મતે રાજ્યમાં પવનની ગતિ મધ્યમથી સારી રહેશે, જેમાં 5 થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
ઉત્તરાયણ પર પવનની ગતિને લઈને અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં હવાનું પ્રમાણ અનુકૂળ રહેશે, જેથી આકાશમાં રંગબેરંગી પતંગોનું યુદ્ધ જામશે અને પતંગરસિયાઓને ભરપૂર મજા આવશે. સવારના સમયે પવન થોડો ધીમો રહી શકે છે, પરંતુ બપોર બાદ તેનો જોર વધશે, જે પતંગ ઉડાડવા માટે આદર્શ ગણાય છે.
Gujarat First : ઉત્સાહ અને ઉમંગના પર્વ ઉત્તરાયણની રાજ્યભરમાં ઉજવણી | Gujarat First
રંગબેરંગી પતંગોથી આકાશ છલકાશે, ઉત્સવની સંપૂર્ણ તૈયારી
રાજ્યભરમાં પતંગોત્સવને માણવા લોકોમાં થનગનાટ
પતંગ દોરી-માંજા સાથે ગુજરાતીઓ મકરસંક્રાતિ માટે સજ્જ
ઊંધિયુ પૂરી, મિઠાઈઓની જ્યાફત માણશે ગુજરાતીઓ… pic.twitter.com/FMk8zVo1Dz— Gujarat First (@GujaratFirst) January 14, 2026
રાજ્યભરમાં ઉત્તરાયણની તૈયારીઓ
રાજ્યભરમાં ઉત્તરાયણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લોકો પતંગો, માંજા, દોરીઓ અને ફિરકીઓ સાથે સજ્જ થઈ ગયા છે. ઘરે-ઘરે ઊંધિયું, પૂરી, ચીક્કી, મિઠાઈઓ અને અન્ય પરંપરાગત વ્યંજનોની તૈયારી થઈ રહી છે. ગૌસેવા, દાન-પુણ્ય અને કુટુંબીય સમાગમ સાથે આ તહેવાર ઉજવાશે. આકાશમાં પતંગોની છલકાટથી ઉત્સવનો માહોલ વધુ રંગીન બનશે.તંત્ર દ્વારા સલામત ઉજવણી માટે અપીલ કરવામાં આવી છે. પતંગ ઉતારવા માટે જોખમી જગ્યાઓ જેમ કે વીજળીના તારો, હાઈ-ટેન્શન લાઈનો કે રસ્તાઓ પર ન જવાની સૂચના આપવામાં આવી છે. પોલીસ વિભાગ પણ શાંતિપૂર્ણ અને સુરક્ષિત ઉજવણી માટે સતર્ક રહેશે. આ વખતે પવનના સાથથી ઉત્તરાયણ જોરદાર અને યાદગાર બનશે, જેથી ગુજરાતીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.


