ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: ખનન માફિયા બેફામ, સાબરમતી નદીમાં બનાવ્યો Illegal Bridge

રાજ્યમાં Mining Mafia બેફામ બનતા જાય છે. અમદાવાદની લોકમાતા સાબરમતીમાં પણ ખનન પ્રવૃત્તિ જોરો શોરોથી ચાલી રહી છે. ખનન માફિયાઓએ સાબરમતી નદીમાં ગેરકાયદેસર બ્રિજ બનાવી દીધો છે. જેના પરથી ડમ્પર અને જેસીબી બેરોકટોક પસાર થાય છે અને બેફામ ખનન કરવામાં આવે છે. વાંચો વિગતવાર
12:38 PM Apr 19, 2025 IST | Hardik Prajapati
રાજ્યમાં Mining Mafia બેફામ બનતા જાય છે. અમદાવાદની લોકમાતા સાબરમતીમાં પણ ખનન પ્રવૃત્તિ જોરો શોરોથી ચાલી રહી છે. ખનન માફિયાઓએ સાબરમતી નદીમાં ગેરકાયદેસર બ્રિજ બનાવી દીધો છે. જેના પરથી ડમ્પર અને જેસીબી બેરોકટોક પસાર થાય છે અને બેફામ ખનન કરવામાં આવે છે. વાંચો વિગતવાર
Illegal mining Sabarmati River Gujarat First,

Ahmedabad: ગુજરાતમાં mining mafia સરાજાહેર કાયદાના લીરેલીરા ઉડાડી રહ્યા છે. વારંવાર રાજ્યની નદીઓમાં ગેરકાયદેસર ખનનના સમાચાર હેડલાઈનમાં ચમકતા રહે છે. હવે ખનન માફિયાઓ અમદાવાદની લોકમાતા સાબરમતી નદીમાં બેફામ ખનન કરી રહ્યા છે. ગેરકાયદેસર ખનન કરવા માટે ખનન માફિયાઓએ ગેરકાયદેસ બ્રિજ બનાવી દીધો છે. જેના પરથી ડમ્પર અને જેસીબી બેરોકટોક નદીમાં અવરજવર કરે છે અને રાતદિવસ ખનન પ્રક્રિયા ચાલી રહી છે.

કોનું પીઠબળ છે ખનન માફિયાઓને ?

Sabarmati નદીમાં થતા બેફામ ખનનને લઈને કેટલાક પ્રશ્નો ચોક્કસ ઉદ્દભવે છે. જેમાં કોની રહેમનજર હેઠળ થાય છે આ Illegal mining ? અમદાવાદમાં માતેલા સાંઢ જેવા બનેલા ખનન માફિયા પર કોના છે ચાર હાથ ? કોના આશીર્વાદથી સાબરમતીમાં બનાવ્યો illegal bridge? સાબરમતીમાં બેફામ ખનન કરતા માફિયાઓને કોનું છે પીઠબળ ? ગેરકાયદે ખનન કરવા દેવા બદલ કોના કોના ટેબલ પર જાય છે હપ્તા ?

આ પણ વાંચોઃ  અદાણી કંપનીની દાદાગીરી સામે નહીં નમે કર્મચારીઓ! જાણો ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા શું કહ્યું

ખાણ અને ખનીજ વિભાગ શંકાના દાયરામાં

ગેરકાયદેસર અને સરાજાહેર થતું ખનન કોઈકની રહેમનજર હેઠળ જ થતું હોવું જોઈએ. રાજ્યમાં ગેરકાયદેસર ખનન રોકવા માટે Mines and Minerals Department Gujarat એ કાર્યવાહી કરવી જોઈએ. જો કે સાબરમતી નદીમાં થતા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ જોઈને લાગે છે કે, ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ એસી કેબિનમાં બેસીને માત્ર પગાર લે છે પરંતુ કાર્યવાહી કરતા નથી અથવા તો પછી અધિકારીઓને બધી ખબર છે પરંતુ આંખ આડા કાન કરવા માટે નિયમિત હપ્તો લેતા હોવા જોઈએ. બેફામ અને છાકટા બનેલા ખનન માફિયાઓ કાયદો વ્યવસ્થાનો સરાજાહેર ભંગ કરે તે અયોગ્ય છે. ખનન માફિયાના મનમાં કાયદાનો ડર બેસે, તેઓ ફફડી ઉઠે તેવી કાર્યવાહી આજના સમયની માંગ છે.

આ પણ વાંચોઃ  KHEDA : લોહ પુરૂષ સરદાર પટેલના પરિજનની જમીનમાં ગોટાળાનો આરોપ

Tags :
Ahmedabad mining mafiaBridge for illegal miningCorrupt mining officialsDumpers and JCBs in riverEnvironmental violation SabarmatiGovernment inaction miningGujarat FirstGUJARAT FIRST NEWSGujarat mining corruptionIllegal construction in Sabarmatiillegal miningIllegal sand transportationMines and Minerals Department GujaratMining in Ahmedabad riversMining law enforcement IndiaMining mafia activitiesMining mafia GujaratRiver pollution SabarmatiRiverbed mining GujaratSabarmati illegal bridgeSabarmati RiverSabarmati river sand miningUnauthorized mining Gujarat
Next Article