Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળી, રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ લીધી Gujarat First ની મુલાકાત

ગુજરાતનાં લબ્ધપ્રતિષ્ઠિત મીડિયા હાઉસ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની રાજ્યકક્ષાનાં વન-પર્યાવરણ મંત્રી પ્રવિણભાઈ માળી, કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ મુલાકાત લઈને ઈલેક્ટ્રોનિક મીડિયાની કામગીરી, ડિજિટલ ક્ષેત્રે સમાચાર યુગની જાણકારી મેળવી હતી. બન્ને મંત્રીઓએ ગુજરાત ફર્સ્ટની અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ સ્ટુડિયો, નવા અભિગમ 'Studio on Wheels' ને નિહાળ્યા, સાથે જ ઉજળા ભવિષ્ય માટે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનાં હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ, સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળી  રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ લીધી gujarat first ની મુલાકાત
Advertisement
  1.  ગુજરાતના પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ Gujarat First ની મુલાકાતે રાજ્ય સરકારનાં મંત્રીશ્રીઓ
  2. રાજ્યકક્ષાના 2 મંત્રીઓએ Gujarat First ચેનલની લીધી મુલાકાત
  3. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળી બન્યા મહેમાન
  4. કાયદા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ લીધી સૌજન્ય મુલાકાત
  5. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનાં અત્યાધુનિક સ્ટુડિયોની મુલાકાતે મંત્રીશ્રી

Ahmedabad : ગુજરાતનાં લબ્ધપ્રતિષ્ઠિત મીડિયા હાઉસ એવા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની (Gujarat First News Channel) રાજ્યકક્ષાનાં 2 મંત્રીએ આજે સૌજન્ય મુલાકાત લીધી હતી. રાજ્યકક્ષાનાં વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણભાઈ માળી (Pravinbhai Mali) અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ (Kaushikbhai Vekaria) ગુજરાત ફર્સ્ટની મુલાકાત લઈને ઈલેક્ટ્રોનિક મીડિયાની કામગીરી તેમ જ ડિજિટલ ક્ષેત્રના સમાચાર યુગની જાણકારી મેળવી હતી. બન્ને મંત્રીઓએ ગુજરાત ફર્સ્ટની અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ ઓફિસનાં સ્ટુડિયો અને નવા અભિગમ 'Studio on Wheels' ને નિહાળ્યા, સાથે જ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનાં ઉજળા ભવિષ્ય માટે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનાં હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) અને સંપૂર્ણ સ્ટાફને શુભકામનાઓ પણ પાઠવી હતી.

Advertisement

રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળી, રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા Gujarat First ની મુલાકાતે

આજે ગુજરાતનાં પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની (Gujarat First News Channel) મુલાકાત રાજ્ય સરકારનાં મંત્રીઓ દ્વારા લેવામાં આવી. વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણભાઈ માળી અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ ગુજરાત ફર્સ્ટ ચેનલની સૌજન્ય મુલાકાત લીધી હતી અને ઈલેક્ટ્રોનિક મીડિયાની (Electronic Media) કામગીરી તેમ જ ડિજિટલ ક્ષેત્રના સમાચાર યુગની જાણકારી મેળવી હતી. બન્ને મંત્રીઓએ ગુજરાત ફર્સ્ટની અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ ઓફિસનાં સ્ટુડિયોને નિહાળ્યા. વેબની દુનિયામાં કેવી ક્રાંતિ છે તે અંગે પણ મેળવી માહિતી હતી. આ સાથે જ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનાં ઉજળા ભવિષ્ય માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.

Advertisement

આ પણ વાંચો - Studio On Wheels : ફિલ્મ જગતમાં 50 વર્ષનો અનુભવ ધરાવતા અભિનેત્રી ભાવીની જાની સાથે થઈ ખાસ વાતચીત

નવા અભિગમ 'Studio on Wheels'નો સેટઅપ નિહાળ્યો, શુભેચ્છા પાઠવી

મંત્રી પ્રવિણભાઈ માળી (Pravinbhai Mali) અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ (Kaushikbhai Vekaria) ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનાં સ્ટાફને શુભકામનાઓ પાઠવી, સાથે જ સચોટ અને સ્પષ્ટ સમાચારની શૈલી વિશે પણ વખાણ કર્યા હતા. તો ગુજરાત ફર્સ્ટનાં નવા અભિગમ એવા 'Studio on Wheels'ના સેટઅપની મુલાકાત લઈને ટેકનોલોજીનાં નવા આયામ વિશે પણ જાણકારી મેળવી હતી. બન્ને મંત્રીશ્રીઓએ સ્ટુડિયો ઓન વ્હીલની અંદર જઈને જાણકારી મેળવી હતી. સાથે જ સમગ્ર ડિજિટલ ટેક્નોલોજીથી સજ્જ સ્ટુડિયો કેવી રીતે કાર્ય કરે છે ? તેની સમીક્ષા પણ કરી હતી. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનાં હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટને પણ બન્ને મંત્રીઓએ નવા અભિગમને લઈને શુભકામનાઓ પાઠવી સાથે જ જન-જનનાં મુદ્દા લોકો સુધી પહોંચાડવામાં ગુજરાત ફર્સ્ટની ભૂમિકાની સરાહના પણ કરી હતી.

આ પણ વાંચો - Studio on Wheels: વિદેશી મશીનોને દીધો પડકાર! ગુજરાતની આ કંપનીએ 100% સ્વદેશી મશીનથી ખેડૂતોનું જીવન બદલી નાખ્યું

Tags :
Advertisement

.

×