ગુજરાત સાયન્સ સિટી ખાતે મિશન ચંદ્ર સ્પર્ધા યોજાઈ
અહેવાલ--સંજય જોશી, અમદાવાદ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી (Gujarat Science City) ખાતે મિશન ચંદ્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ચંદ્ર હંમેશા આપણી કલ્પનાઓમાં અને આપણા દિવસોમાં વિશેષ સ્થાન ધરાવે છે. પુરાણો, લોકકથાઓથી લઈને સાહિત્યિક રચનાઓ...
04:34 PM Aug 19, 2023 IST
|
Vipul Pandya
અહેવાલ--સંજય જોશી, અમદાવાદ
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી (Gujarat Science City) ખાતે મિશન ચંદ્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ચંદ્ર હંમેશા આપણી કલ્પનાઓમાં અને આપણા દિવસોમાં વિશેષ સ્થાન ધરાવે છે. પુરાણો, લોકકથાઓથી લઈને સાહિત્યિક રચનાઓ અને ખગોળ વિજ્ઞાનમાં પણ ચંદ્ર હંમેશા આપના જીવનનો મહત્વનો ભાગ રહ્યો છે.
ચંદ્રયાન-3નું લેન્ડર હવે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડ થશે
પરંતુ દૂરથી ચમકતા ચંદ્ર પર શું છે? અને ત્યાં કેવી સ્થિતિ છે તેના અંગે સચોટ માહિતી હજુ સુધી કોઈને મળી શકી નથી. ત્યારે આ માહિતી એકત્ર કરવા માટે ઈસરો દ્વારા 14 જુલાઈએ ચંદ્રયાન-3નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. અને ભારતનુ ગૈરવ ચંદ્રયાન-3નું લેન્ડર હવે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડ થવા જઈ રહ્યું છે.
મિશન ચન્દ્ર સ્પર્ધાનું આયોજન
જેને લઈને ઈસરો, કન્ટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ -ગુજરાત, ગુજકોસ્ટ અને ગુજરાત સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે મિશન ચન્દ્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી જુદી જુદી એન્જિનિયરિંગ કોલેજના ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જુદી જુદી કોલેજોના વિદ્યાર્થીઓએ પોતાની જાતે બનાવેલા ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવરના ડિજિટલ મોડેલ નિષ્ણાતો સમક્ષ રજૂ કર્યા હતા.
વિજેતા થનાર વિદ્યાર્થીઓને 1 લાખ રૂપિયા સુધીના પુરસ્કાર
ગુજરાત સાયન્સ સિટીના ઓડિટોરિયમ ખાતે યોજાયેલી આ સ્પર્ધાનું પરિણામ 22 ઓગસ્ટના દિવસે રજૂ કરાશે. જેમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને 1 લાખ રૂપિયા સુધીના પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત તેમને અમદાવાદના ઈસરો કેન્દ્રમાં ઈન્ટર્નશિપની તક પણ આપવામાં આવશે.
Next Article