MLA Chaitar Vasava case: દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થયેલી 7 વર્ષની સજા પર સ્ટે મેળવવા અને જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, જે અંગેની સુનાવણી હાલ હાઈકોર્ટમાં શરૂ થઈ છે.
MLA Chaitar Vasava case: વન વિભાગના અધિકારી પર હુમલા અને ફાયરિંગના ચર્ચિત કેસમાં નર્મદા કોર્ટ દ્વારા ૭ વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ, આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તે સજા સામે સ્ટે મેળવવા અને જામીન માટે ગુજરાત હાઇકોર્ટના શરણે ગયા છે, જે અંગેની સુનાવણી આજે હાઇકોર્ટમાં હાથ ધરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા સામે અગાઉ વન વિભાગના અધિકારી પર હુમલો કરવા તેમજ ફાયરિંગ કરવા સંબંધી ગંભીર આરોપો હેઠળનો કેસ નોંધાયો હતો. આ મામલે નર્મદાની નીચલી કોર્ટે સુનાવણી હાથ ધરીને ચૈતર વસાવાને દોષિત જાહેર કર્યા હતા અને 7 વર્ષની કેદની સજા ફટકારી હતી.
હાઇકોર્ટમાં સજા સામે સ્ટે અને જામીન માટે અરજી
નીચલી કોર્ટના આ ચૂકાદાને પડકારતા અને 7 વર્ષની સજા પર રોક (સ્ટે) મેળવવા તેમજ જામીન પર મુક્ત થવા માટે ધારાસભ્ય વતી ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી અન્વયે હાલ હાઇકોર્ટમાં કાનૂની પ્રક્રિયા અને સુનાવણીનો ધમધમાટ શરૂ થયો છે, જેના પર સમગ્ર રાજકીય વર્તુળોની નજર ટકેલી છે.
આ પણ વાંચો: LIVE: Gujarat Latest News: અમદાવાદમાં CNG ભાવ વધારા સામે રીક્ષાચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ, મોટાભાગના ચાલકો હડતાળથી અળગા રહ્યા