ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના બે દર્દીઓ આવ્યા, તબીબોની હાજરીમાં સારવાર શરૂ

દેશભરની હોસ્પિટલોમાં મોક ડ્રીલ યોજાઈ રહી છે ત્યારે અમદાવાદ સિવિલ અસારવા ખાતે પણ મોક ડ્રીલ  યોજવામાં આવી હતી. ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સિવિલ હોસ્પિટલ ના રજનીશભાઈ પટેલ સહિત સિનિયર તબીબો ની હાજરીમાં આ મોકડ્રીલ યોજાઇ હતી. જેમાં ડમી કોરોના મરીજો લાવવામાં આવ્યા હતા અને તેમને સારવાર આપવામાં આવી.દેશભરમાં હોસ્પિટલોમાં કોરોના અગમચેતીના ભાગરૂપે આજે મોકડ્રીલ યોજવામાં આવી હતી. ત્યારà«
11:40 AM Dec 27, 2022 IST | Vipul Pandya
દેશભરની હોસ્પિટલોમાં મોક ડ્રીલ યોજાઈ રહી છે ત્યારે અમદાવાદ સિવિલ અસારવા ખાતે પણ મોક ડ્રીલ  યોજવામાં આવી હતી. ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સિવિલ હોસ્પિટલ ના રજનીશભાઈ પટેલ સહિત સિનિયર તબીબો ની હાજરીમાં આ મોકડ્રીલ યોજાઇ હતી. જેમાં ડમી કોરોના મરીજો લાવવામાં આવ્યા હતા અને તેમને સારવાર આપવામાં આવી.દેશભરમાં હોસ્પિટલોમાં કોરોના અગમચેતીના ભાગરૂપે આજે મોકડ્રીલ યોજવામાં આવી હતી. ત્યારà«
દેશભરની હોસ્પિટલોમાં મોક ડ્રીલ યોજાઈ રહી છે ત્યારે અમદાવાદ સિવિલ અસારવા ખાતે પણ મોક ડ્રીલ  યોજવામાં આવી હતી. ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સિવિલ હોસ્પિટલ ના રજનીશભાઈ પટેલ સહિત સિનિયર તબીબો ની હાજરીમાં આ મોકડ્રીલ યોજાઇ હતી. જેમાં ડમી કોરોના મરીજો લાવવામાં આવ્યા હતા અને તેમને સારવાર આપવામાં આવી.
દેશભરમાં હોસ્પિટલોમાં કોરોના અગમચેતીના ભાગરૂપે આજે મોકડ્રીલ યોજવામાં આવી હતી. ત્યારે અમદાવાદ સિવિલ ખાતે પણ મોકડ્રીલ યોજાઈ હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 108ના માધ્યમથી ડમી દર્દી લાવવામાં આવ્યા હતા. દર્દી આવે એટલે તાત્કાલિક આપવામાં આવતી તમામ સારવાર આબેહૂબ ઊભી કરવામાં આવી હતી. દર્દીને એમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચર પર લઈ ટ્રાયેઝ એરિયામાં લાવી ICU સપોર્ટ આપવા અંગેની મોકડ્રીલ કરાઈ હતી.
હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં 80 બેડ અને દવા, વેન્ટિલેટર ઓક્સિજનની પૂરતી સુવિધા સાથે કોરોનાના કેસ આવે તો પહોંચી વળવા માટે સિવિલ તંત્ર સજ્જ હોવાનો હાજર ધારાસભ્ય દર્શના વાઘેલાએ દાવો કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો એક પણ કેસ નથી લોકોએ ડરવાની જરૂર નથી. પરંતુ સચેત રહેવા ગાઈડલાઇન્સ નું પાલન કરવા અપીલ કરી હતી.
આ પણ વાંચો - વિદેશમાંથી આવનારા 18 લોકો કોરોના સંક્રમિત મળ્યા, કોઈ ગંભીર નથી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadCovid-19GujaratGujaratFirstHealthFacilitiesMockdrillReview
Next Article