Mundra Port Empty Container Yard: મુંદ્રા પોર્ટમાં ખાલી કન્ટેનર યાર્ડને SEZ વિસ્તારમાં લાવવાની પહેલ, વેપાર-લોજિસ્ટિક્સને થશે મોટો ફાયદો!
Mundra Port Empty Container Yard: અદાણી પોર્ટ્સ સંચાલિત મુંદ્રા પોર્ટ આજે ભારતના કન્ટેનર હેન્ડલિંગ ક્ષેત્રમાં અગ્રેસર સ્થાન ધરાવે છે. દેશનું દર ત્રીજું કન્ટેનર મુંદ્રા પોર્ટ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે, જે ભારતના વૈશ્વિક વેપાર અને સપ્લાય ચેઇનમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે. કાર્યક્ષમ કન્ટેનર હેન્ડલિંગ, ઝડપી કાર્ગો ડિસ્ચાર્જ અને અસરકારક લોજિસ્ટિક્સ સેવાઓના કારણે મુંદ્રા પોર્ટ આયાતકારો, નિકાસકારો અને શિપિંગ લાઈનો માટે પ્રથમ પસંદગી તરીકે ઊભરી આવ્યું છે.
ભારતનું અર્થતંત્ર સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યું છે અને તેની સાથે આયાત-નિકાસ પ્રવૃત્તિઓમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. આવા સમયમાં માત્ર પોર્ટની ક્ષમતાનો વિકાસ પૂરતો નથી, પરંતુ સમગ્ર લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમને વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવું પણ એટલું જ જરૂરી બની જાય છે. ખાસ કરીને એમ્પટી કન્ટેનર (ખાલી કન્ટેનર) ના ઝડપી પિક-અપ, ડ્રોપ-ઓફ અને સ્ટોરેજ માટે આધુનિક અને સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉપલબ્ધ હોવી વ્યવસાયિક સરળતા અને વેપારની ગતિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
આ જ દિશામાં, મુંદ્રા પોર્ટની આસપાસ કાર્યરત એમ્પટી કન્ટેનર યાર્ડ્સને વધુ સંગઠિત, સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ સાથે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. આ પહેલ દ્વારા કન્ટેનર મૂવમેન્ટમાં ઝડપ આવશે, ટ્રક ટર્નઅરાઉન્ડ ટાઇમમાં ઘટાડો થશે, ટ્રાફિક વ્યવસ્થાપન વધુ અસરકારક બનશે અને આયાતકારો તેમજ નિકાસકારોને વધુ સારી સેવાઓ પ્રાપ્ત થશે.
સુવ્યવસ્થિત એમ્પટી કન્ટેનર યાર્ડ વ્યવસ્થા માત્ર લોજિસ્ટિક્સ ક્ષેત્રને મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ ભારતના વધતા વિદેશી વેપારને પણ વધુ ગતિ આપશે. વેપારને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કાર્યક્ષમ લોજિસ્ટિક્સ નેટવર્ક દેશના આર્થિક વિકાસના મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. મુંદ્રા પોર્ટ દ્વારા લેવામાં આવી રહેલી પહેલ ‘Ease of Doing Business’ ને પ્રોત્સાહન આપવાની સાથે ભારતને વૈશ્વિક વેપાર હબ તરીકે વધુ સક્ષમ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
આવનારા સમયમાં વધતી વેપાર જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, એમ્પટી કન્ટેનર યાર્ડ વ્યવસ્થાના સુદૃઢીકરણ અને આધુનિકીકરણથી મુંદ્રા પોર્ટ દેશના આર્થિક વિકાસ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની પ્રગતિમાં વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પહેલ ભારતને વધુ ઝડપી, વધુ કાર્યક્ષમ અને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવાના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
ખાલી કન્ટેનર યાર્ડ્સ મુંદ્રા પોર્ટના એસઈઝેડ વિસ્તારમાં આવે તો મળશે આ લાભ
- રસ્તા પરની ભીડમાં ઘટાડો:- કન્ટેનરની હિલચાલ પોર્ટની અંદર જ થતી હોવાથી બહારના રસ્તાઓ પર ટ્રકની ભીડ ઓછી થાય છે અને ટ્રાફિક વધુ સરળ બને છે.
- વાહનોનો ટર્નઅરાઉન્ડ સમય સુધરે છે:- ટ્રકને ઓછું અંતર કાપવું પડે છે, તેથી તે વધુ ઝડપથી પાછો ફરી શકે છે અને પરિવહન કાર્યક્ષમતા વધે છે.
- લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો:- કન્ટેનરની ટૂંકી હિલચાલને કારણે પરિવહન ખર્ચ, ઇંધણનો ખર્ચ અને સમયનો બગાડ ઘટે છે.
- પર્યાવરણને ફાયદો:- ટ્રકની મુસાફરી ઓછી થતાં ઇંધણનો વપરાશ તેમજ કાર્બન ઉત્સર્જન અને હવાનું પ્રદૂષણ ઘટાડી શકાય છે.
- સુરક્ષા અને નિયંત્રણમાં સુધારો:- કન્ટેનરો એસઈઝેડ વિસ્તારમાં રહેતા હોવાથી તપાસ, મોનિટરિંગ અને નિયમોના પાલન પર વધુ અસરકારક નિયંત્રણ રાખી શકાય છે અને દુરુપયોગની શક્યતાઓ ઘટે છે.
- સંકલિત અને કાર્યક્ષમ વ્યવસ્થા:- પોર્ટ, કસ્ટમ્સ અને કન્ટેનર યાર્ડ્સ વચ્ચે વધુ સારું સંકલન થાય છે. ખાલી કન્ટેનરનું સંચાલન વધુ વ્યવસ્થિત, ઝડપી અને કાર્યક્ષમ બને છે.
- સમયની બચત:- કન્ટેનરને પોર્ટની બહાર લઈ જઈને ફરીથી પોર્ટ વિસ્તારમાં લાવવાની જરૂરિયાત ઘટવાથી સમગ્ર પ્રક્રિયા ઝડપી બને છે.
મુંદ્રા વિસ્તારની જમીન અને ખેતીનું સંરક્ષણ:- ખાલી કન્ટેનર યાર્ડ્સ માટે પોર્ટના એસઈઝેડ વિસ્તારમાં ઉપલબ્ધ જમીનનો ઉપયોગ થવાથી મુંદ્રા વિસ્તારની અન્ય બિનખેતી જમીનો પર વધારાનું દબાણ ઘટાડી શકાય છે. પરિણામે ખેતીલાયક જમીન તેમજ બાગાયતની - જમીનને કન્ટેનર યાર્ડ તરીકે ઉપયોગમાં લેવાની જરૂરિયાત ઘટે છે અને સ્થાનિક ખેતી તથા બાગાયતનું સંરક્ષણ થઈ શકે છે.
રોજગારીની તકોમાં વધારો અને ગુણવત્તામાં સુધારો
- એસઈઝેડ વિસ્તારમાં કામગીરી કેન્દ્રિત થવાથી સ્થાનિક લોકો માટે નવી રોજગારીની તકો ઊભી થઈ શકે છે.
- વધુ વ્યવસ્થિત અને આધુનિક સુવિધાઓને કારણે કામદારોને સુરક્ષિત, સ્થિર અને લાંબા ગાળાની રોજગારી મળી શકે છે.
- પોર્ટ વિસ્તારમાં કામ કરવાથી કર્મચારીઓને વધુ સારી કામની પરિસ્થિતિ, તાલીમ અને કૌશલ્ય વિકાસની તકો મળે છે.
- આથી સ્થાનિક રોજગારી માત્ર વધે છે નહીં, પરંતુ તેની ગુણવત્તામાં પણ સુધારો થાય છે.
પોર્ટ તરફથી વધુ સારી સેવા
- ખાલી કન્ટેનરો પોર્ટની અંદર જ હોવાથી પોર્ટ ઓપરેટર વધુ ઝડપી, સુવ્યવસ્થિત અને વિશ્વસનીય સેવા આપી શકે છે.
- કન્ટેનરની ઉપલબ્ધતા સરળ બને છે, વિલંબ ઘટે છે અને ગ્રાહકોને વધુ સારો અનુભવ મળે છે.
- પોર્ટની ગેટ વ્યવસ્થા, તપાસ, મોનિટરિંગ અને અન્ય સુવિધાઓ સાથે સીધું જોડાણ હોવાથી સેવાની ગુણવત્તા અને કાર્યક્ષમતા વધે છે.
- શિપિંગ લાઇન્સ અને અન્ય હિસ્સેદારોને એક જ સ્થળેથી વધુ સારી અને સંકલિત સેવા મળી શકે છે.
આ રીતે, ખાલી કન્ટેનર યાર્ડ્સને મુંદ્રા પોર્ટના એસઈઝેડ વિસ્તારમાં કેન્દ્રિત કરવાથી માત્ર પોર્ટની કાર્યક્ષમતા જ નહીં, પરંતુ શિપિંગ લાઇન્સ, પરિવહનકારો, કન્ટેનર ફ્રેઇટ સ્ટેશનો સહિત સમગ્ર વેપાર પરિસ્થિતિતંત્રને લાભ થઈ શકે છે. સાથે સાથે રસ્તાઓ પરનો ટ્રાફિક, લોજિસ્ટિક્સ ખર્ચ અને પર્યાવરણીય અસર ઘટાડવામાં મદદ મળી શકે છે તથા મુંદ્રા વિસ્તારની ખેતીલાયક અને બાગાયતની જમીનનું સંરક્ષણ પણ થઈ શકે છે.
પોર્ટ વિસ્તારની બહારના ખાલી કન્ટેનર યાર્ડ્સમાં જોવા મળેલી અનિયમિતતાઓ
1. કન્ટેનરના 6 મહિનાના રીયુઝ સાયકલનું પાલન ન થવું
• આયાતી અથવા લીઝ્ડ ખાલી કન્ટેનરોને નિયમિત સમયમર્યાદા (સામાન્ય રીતે 6 મહિના)માં રી-એક્સપોર્ટ અથવા યોગ્ય રીયુઝ કરવાની જરૂરિયાત હોય છે.
• બહારના યાર્ડ્સમાં કેટલાક કન્ટેનરો લાંબા સમય સુધી રોકાઈ જાય છે અથવા તેમનું સાયકલ પૂર્ણ થતું નથી.
• આને કારણે કસ્ટમ્સ દ્વારા નિર્ધારિત સમયમર્યાદાનું ઉલ્લંઘન થાય છે અને કન્ટેનરની ટ્રેસેબિલિટી તૂટી જાય છે.
2. અયોગ્ય જમીનનો ઉપયોગ
• કેટલાક ખાલી કન્ટેનર યાર્ડસકૃષિ જમીન પર અથવા જે જમીનને નોન-એગ્રીકલ્ચરલ (NA) અથવા ઔદ્યોગિક ઉપયોગ માટે મંજૂરી મળી નથી તેના પર ચાલતા હોવાના અહેવાલો છે.
• ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની જોગવાઈઓ મુજબ કૃષિ જમીનને વ્યાપારિક/ઔદ્યોગિક ઉપયોગ માટે ફેરવવા માટે યોગ્ય મંજૂરી જરૂરી છે.
• આવી જમીન પર યાર્ડ ચલાવવાથી સ્થાનિક કાયદા અને રેગ્યુલેટરી નિયમોનું ઉલ્લંઘન થાય છે.
• પર્યાવરણ, સુરક્ષા અને ઝોનિંગના નિયમોનું પાલન ન થતું હોવાથી વધારાના જોખમો ઊભા થાય છે.
3. સારી હાલતના કન્ટેનરને સ્ક્રેપ તરીકે વેચવાની છેતરપિંડી
• કેટલાક કિસ્સાઓમાં સારી હાલતના, ઉપયોગી કન્ટેનરોને “સ્ક્રેપ” અથવા “ડેમેજ્ડ” તરીકે દર્શાવીનેબારોબાર વેચવામાં આવે છે.
• આથી શિપિંગ લાઇન/માલિકની મંજૂરી વગર કન્ટેનરનું અનધિકૃત વેચાણ થાય છે.છેતરપિંડી વધે છે.
• આ પ્રકારની પ્રવૃત્તિથી નાણાકીય અનિયમિતતા, માલિકીના હકનું ઉલ્લંઘન અને કસ્ટમ્સ ડ્યુટી/ટેક્સ ચોરીની શક્યતા વધે છે.
• સ્ક્રેપિંગ માટે જરૂરી અધિકૃતતા, દસ્તાવેજીકરણ અને રેકોર્ડ જાળવવામાં આવતા નથી.
4. અન્ય સંબંધિત અનિયમિતતાઓ
• અમુક ખાલી કન્ટેનર યાર્ડ દ્વારાકોડનો દુરુપયોગ અને અનધિકૃત સ્થળે કન્ટેનર મોકલવું.
• કસ્ટમ્સ દસ્તાવેજો અને IGM/મેનિફેસ્ટની પ્રક્રિયા બાયપાસ કરીને કન્ટેનરની મુવમેન્ટ.
• આયાતી/લીઝ્ડ કન્ટેનરને ઘરેલુ બજારમાં વેચીને ડ્યુટી ચોરવાનો પ્રયાસ.
• દસ્તાવેજી છેતરપિંડી, કન્ટેનર નંબરમાં ફેરફાર અને રેકોર્ડમાં હેરફેર.
• અનધિકૃત હલનચલન અને ચેઈન ઓફ કસ્ટડી તૂટી જવી.
આ અનિયમિતતાઓને કારણે કસ્ટમ્સ કંટ્રોલ, સુરક્ષા, ટ્રેસેબિલિટી અને કાયદેસરતા નબળી પડે છે.અને દેશની સુરક્ષામાં જોખમ ઊભું થાય છે, તેથી જ કસ્ટમ્સ અને પોર્ટ દ્વારા બહારના યાર્ડ્સને નિયંત્રિત કરીને પોર્ટ અંદર તરફ ખસેડવાની અને ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ વધારવાની પ્રક્રિયા ચાલી રહી છે. આવી અનિયમિતતાઓને રોકવા માટે કડક નિરીક્ષણ, ઇમેજ કેપ્ચર, કોડ નિયંત્રણ અને જમીનના યોગ્ય ઉપયોગની ખાતરી જરૂરી છે.

