Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

ગુજરાતમાં રિયલ એસ્ટેટનો સુવર્ણકાળ,બજેટ 2026 પર NAREDCOના ચેરમેનની મોટી પ્રતિક્રિયા

કેન્દ્રીય બજેટ 2026માં ગુજરાત માટે મોટી ભેટોની વર્ષા થઈ છે. નારેડકો ગુજરાતના મતે, સેમિકન્ડક્ટર મિશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સથી રાજ્યમાં રોકાણનું પૂર આવશે. શું હવે પ્રોપર્ટીના ભાવ ઘટશે? ડેવલપર્સે રાજ્ય સરકાર પાસે FSI અને સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત માંગી છે. આ અહેવાલ તમારા ઘરના સપનાને કેવી રીતે અસર કરશે? જાણો વિગતવાર.
ગુજરાતમાં રિયલ એસ્ટેટનો સુવર્ણકાળ બજેટ 2026 પર naredcoના ચેરમેનની મોટી પ્રતિક્રિયા
Advertisement
  • બજેટ 2026 થી ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં તેજી આવશે (NAREDCO Budget 2026 Analysis)
  • સુરત સુધી કોરિડોર અને જામનગરમાં WHO સેન્ટર
  • નારેડકોએ FSI વધારવા અને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા માંગ કરી
  • નાના શહેરો માટે ₹11.2 લાખ કરોડનું ફંડ જાહેર
  • સેમિકન્ડક્ટર મિશનનો સૌથી વધુ લાભ ગુજરાતને મળશે

NAREDCO Budget 2026 Analysis : કેન્દ્રીય બજેટ 2026 (Union Budget 2026) ની જાહેરાતોએ ગુજરાતના વિકાસના દ્વાર ખોલી નાખ્યા છે. નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાત (NAREDCO Gujarat) ના ચેરમેન સુરેશભાઈ ડી. પટેલ (Suresh D. Patel) એ બજેટને આવકારતા સ્પષ્ટ કર્યું છે કે આ નવી જોગવાઈઓથી રાજ્યમાં જંગી રોકાણ આવશે, જેનો સીધો લાભ બાંધકામ ઉદ્યોગ અને રિયલ એસ્ટેટ સેક્ટર (Real Estate Sector) ને મળશે. અન્ય રાજ્યો અને વિદેશી રોકાણકારો માટે ગુજરાત હવે 'હોટ ફેવરિટ' ડેસ્ટિનેશન બનવા જઈ રહ્યું છે.

નાના શહેરો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે બુસ્ટ

બજેટમાં શહેરી વિકાસ (Urban Development) પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. 5 લાખથી વધુ વસ્તી ધરાવતા ટિયર-2 અને ટિયર-3 શહેરો માટે ₹11.2 લાખ કરોડની જંગી ફાળવણી કરવામાં આવી છે, જે 2026-27 સુધીમાં વધીને ₹12.2 લાખ કરોડ થશે. આ શહેરોને હવે આર્થિક હબ (Economic Hubs) તરીકે વિકસાવવામાં આવશે.

Advertisement

આ ઉપરાંત, કનેક્ટિવિટી સુધારવા માટે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (Dedicated Freight Corridor) નું નિર્માણ થશે. જેમાં પૂર્વના દનકુનીથી પશ્ચિમમાં સુરત (Surat) સુધીના પોર્ટને જોડવાની મહત્વાકાંક્ષી યોજના છે. રસ્તાઓ અને રેલવે નેટવર્કને મજબૂત કરવાથી લોજિસ્ટિક્સ સેક્ટરને મોટો વેગ મળશે.

Advertisement

semiconductor mission Gujarat benefits

ગુજરાત બનશે સેમિકન્ડક્ટર અને હેલ્થકેર હબ

નારેડકોના મતે, ભારત સરકારના 'સેમિકન્ડક્ટર મિશન 2.0' (Semiconductor Mission ISM 2.0) નો સૌથી વધુ લાભ ગુજરાતને મળવાની શક્યતા છે. ચિપ મેન્યુફેક્ચરિંગ અને ઈલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ માટે બજેટ વધારીને ₹40,000 કરોડ કરવામાં આવ્યું છે.

બીજી તરફ, હેલ્થકેર ક્ષેત્રે જામનગર (Jamnagar) માં 'WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર' સ્થપાશે. પ્રવાસન ક્ષેત્રે લોથલ (Lothal) અને ધોળાવીરા (Dholavira) સહિત 15 વિરાસતોનો કાયાકલ્પ કરવામાં આવશે. ટેક્સટાઈલ પાર્ક્સ (Textile Parks) અને ફાર્મા સેક્ટરમાં ₹10,000 કરોડનું રોકાણ રોજગારીની નવી તકો સર્જશે.

NAREDCO Budget 2026 Analysis : રાજ્ય સરકાર પાસે માંગણી

રિયલ એસ્ટેટ સેક્ટર માટે કેન્દ્ર સરકારે પ્રાઈવેટ ડેવલપર્સ માટે 'ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી ફંડ' (Infrastructure Risk Guarantee Fund) ની જાહેરાત કરી છે. તેમજ એનઆરઆઈ (NRI Property Investment) માટે રોકાણના નિયમો સરળ બનાવવા ખાસ ડિસ્ક્લોઝર યોજના જાહેર થઈ છે.

 Gujarat infrastructure projects

આ સાનુકૂળ સંજોગોમાં નારેડકો ગુજરાતે રાજ્ય સરકાર પાસે મહત્વની માંગણી કરી છે. પ્રમુખ યોગેશભાઈ ભાવસાર (Yogesh Bhavsar) અને ચેરમેન સુરેશભાઈ પટેલે અપેક્ષા વ્યક્ત કરી છે કે 'હાઉસિંગ ફોર ઓલ' (Housing for All) નું સપનું સાકાર કરવા માટે રાજ્ય સરકારે એફ.એસ.આઈ. (FSI) માં મોટો વધારો કરવો જોઈએ અને સ્ટેમ્પ ડ્યુટી (Stamp Duty) તથા રજિસ્ટ્રેશન ચાર્જમાં ઘટાડો કરવો જોઈએ.

આ પણ વાંચો : Union Budget 2026: "ગુજરાતના ઉદ્યોગ અને પ્રવાસન માટે સુવર્ણ અવસર" મુખ્યમંત્રી CM ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય બજેટને વધાવ્યું

Tags :
Advertisement

.

×