Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: પોલીસની PCR ગાડીમાંથી દારૂ અને રોકડ રકમ મળી આવતા ચકચાર

હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પોલીસની ગાડીમાં જ દારૂ અને બેનામી રોકડ રકમ સાથે ઝડપાયા
ahmedabad  પોલીસની pcr ગાડીમાંથી દારૂ અને રોકડ રકમ મળી આવતા ચકચાર
Advertisement
  • PCR ગાડીમાં ઇન્ચાર્જની હાજરીમાં બે બોટલ દારૂ અને 30,000 રોકડ મળી
  • ઇન્ચાર્જ સતીશ જીવણ ઠાકોર અને હોમગાર્ડ વિક્રમ રણજીત રાજપુત સામે ફરિયાદ
  • દારૂ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધો હોવાની હકિકત સામે આવી

Ahmedabad શહેરનું નરોડા પોલીસ સ્ટેશન ફરી એકવાર ચર્ચામાં આવ્યુ છે. નરોડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પોલીસની ગાડીમાં જ દારૂ અને બેનામી રોકડ રકમ સાથે ઝડપાયા છે. નરોડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇને બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરતા પીસીઆર વાનમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા સતીશ જીવણ ઠાકોરની હાજરી દરમિયાન વિદેશી દારૂની બોટલ ઉપરાંત રૂપિયા 30,000 ની રોકડ રકમ મળી આવી છે.

રીક્ષા ચાલક પાસેથી બે બોટલ દારૂ મેળવી લીધો

પીસીઆર ઇન્ચાર્જની સાથે અન્ય એક હોમગાર્ડ જવાન પણ હાજર હતો, જેનું નામ વિક્રમ રણજીત રાજપુત છે. નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સમાવિષ્ટ પોલીસ લાઈન પાસે PCR વાન સાથે હાજર હતા. દરમિયાન નરોડા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા પોલીસના વાહનના પાછળના ભાગે બે બોટલ વિદેશી દારૂની હતી. જેની કિંમત 2000 રૂપિયા થાય છે સાથે જ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પાસેથી રૂપિયા 30,000ની રોકડ રકમ મળી આવી હતી. નરોડા પોલીસે બંનેની પ્રાથમિક પૂછપરછ કરી એ દરમિયાન હકીકત સામે આવી કે હંસપુરા બ્રિજ નજીક એક રીક્ષા ચાલક પાસેથી બે બોટલ દારૂ મેળવી લીધો હતો, જોકે તેની સામે કાર્યવાહી કરી કેસ દાખલ કર્યો ન હતો.

Advertisement

નરોડા પોલીસે ઝડપાયેલા બંને આરોપીની પૂછપરછ કરી

નરોડા પોલીસે ઝડપાયેલા બંને આરોપીની પૂછપરછ કરી રહી છે અને જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે રીક્ષા ચાલક પાસેથી લીધેલ દારૂ અંગે શું કોઈ તોડ કર્યો હતો કે કેમ ? કારણ કે બંને પાસેથી રોકડ રકમ મળી આવી છે. જે અંગે કોઈ સ્પષ્ટ કે સંતોષકારક જવાબ મળ્યો નથી. જો તપાસમાં સામે આવશે કે બંને સાથે મળીને દારૂ બાબતે તોડ કર્યો છે, તો તે અંગે પણ કલમો ઉમેરીને કાર્યવાહી કરવાની પોલીસે તૈયારી બતાવી છે.

Advertisement

આ પણ વાંચો: Rajkot: બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો, રૂરલ SOG દ્વારા કાર્યવાહી શરૂ

Tags :
Advertisement

.

×