Ahmedabad Anandnagar Murder Case: પારિવારિક માથાકૂટમાં ખેલાયો ખૂની ખેલ, 22 સેકન્ડમાં 36 ફટકા મારી વ્યક્તિને પતાવી દીધો
- Ahmedabad નાં આનંદનગરમાં શખ્સની હત્યા
- રાજીવનગરમા પાઈપ મારી ક્રૂરતાપૂર્વક હત્યા
- પાઈપ અને લાકડીના ઘા મારી હત્યા કરાઈ
- નટુ પરમાર નામના વ્યક્તિની ક્રૂરતાપૂર્વક હત્યા
- હુમલાની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
- આનંદનગર પોલીસે હત્યા મામલે તપાસ શરૂ કરી
Ahmedabad Anandnagar Murder Case: અમદાવાદ શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા રાજીવનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક સનસનાટીભર્યા હત્યાની ઘટના સામે આવી છે. અહીં માથાભારે તત્વોએ બેફામ બનીને નટુ પરમાર નામના વ્યક્તિ પર પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. આ સમગ્ર હુમલાની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હુમલાખોરોની બર્બરતા સ્પષ્ટ દેખાય છે.
Ahmedabad ના આનંદનગરમાં વ્યક્તિની પાઇપ મારી હત્યા
ઘટનાની વિગત મુજબ, આ હત્યા પાછળ પારિવારિક માથાકૂટ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતકના પુત્રના લગ્ન ચાર વર્ષ પહેલા માલવિકા નામની યુવતી સાથે થયા હતા, પરંતુ લગ્ન બાદ પુત્રવધૂ રિસામણે પિયર ગઈ હોવાથી બંને પક્ષો વચ્ચે સતત તકરાર ચાલતી હતી.
Ahmedabad : 22 સેકન્ડમાં માર્યા 36 ફટકા, માથાભારે તત્વો બેફામ, યુવકે હોસ્પિટલમાં તોડ્યો દમ!
અમદાવાદના જીવરાજ બ્રિજ પાસે હત્યાની ઘટના સામે આવી
યુવકોના જૂથે એક વ્યક્તિ પર ઘાતકી હુમલો કર્યો
લોખંડના રોડ જેવા હથિયારોથી નિર્દયતાથી માર મારાયો
ગંભીર ઈજાઓને કારણે પીડિતનું મોત થયું
જૂના… pic.twitter.com/H6b6PeVSDZ— Gujarat First (@GujaratFirst) May 3, 2026
પરિવારજનોએ કર્યો આક્ષેપ
આ બાબતે ગત 27 એપ્રિલે એક ટોળાએ મૃતકના ઘરે આવીને ધમકી પણ આપી હતી, જે અંગે પોલીસ કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. ગઈકાલે જ્યારે નટુ પરમાર પાન પાર્લર પર સિગરેટ પીવા ગયા હતા, ત્યારે ઓચિંતા આવેલા હુમલાખોરોએ તેમના પર તૂટી પડી મોતને ઘાટ ઉતાર્યા હતા.
પોલીસે CCTVના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
આનંદનગર પોલીસ સ્ટેશનના PI આર.એસ. પરમાર અને તેમની ટીમે ઘટનાસ્થળે પહોંચી CCTV ફૂટેજના આધારે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. મૃતકની પત્ની ગીતાબેને આ મામલે ન્યાયની માંગણી કરી છે.
આ પણ વાંચો: Jamnagar માં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર, હાપામાં આવાસની જગ્યાએથી દબાણ સાફ!


