Navneet Baldhia કોંગ્રેસમાં, પણ કોળી સમાજ કોની સાથે? જાણો અંદરની વાત!
અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ જણાવ્યું છે કે નવનીત બાલધિયાના કોંગ્રેસમાં જોડાવાથી સમાજને કોઈ વાંધો નથી. હીરાભાઈ સોલંકીને સમાજ માટે લડતા મજબૂત નેતા ગણાવી તેમણે ઉમેર્યું કે સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસો નિષ્ફળ જશે. 2027ની રાજુલા વિધાનસભા ચૂંટણીમાં સમાજ એકતા બતાવી રેકોર્ડબ્રેક બહુમતી સાથે હીરાભાઈના કાર્યોનો બદલો આપશે.
Advertisement
- Navneet Baldhia ના કોંગ્રેસમાં જોડાવા પર કોળી સમાજ અગ્રણીનું નિવેદન
- અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીનું નિવેદન
- Navneet Baldhia ના કોંગ્રેસમાં જોડાવાથી સમાજને વાંધો નથી: પ્રવીણભાઈ
Navneet Baldhia Congress Join: બગદાણા કેસથી ચર્ચામાં આવેલા નવનીત બાલધિયા (Navneet Baldhia) એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતાં જ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. આ સ્થિતિ વચ્ચે અખિલ ભારતીય કોળી સમાજના (Akhil Bhartiya Koli Samaj) ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ (Pravin Koli) એક નિવેદન આપીને સમાજનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે નવનીત બાલધિયાના કોંગ્રેસમાં જોડતાં સમાજને કોઈ જ વાંધો નથી. લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાની વિચારધારા મુજબ પક્ષ પસંદ કરવાની સ્વતંત્રતા (Freedom) છે.

