Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

NEET Exam : NEET UG ની પરીક્ષાને લઈને મેડિકલના વિધાર્થીઓની રજા રદ્દ કરતા રોષ

NEET Exam આગામી 3 મે ના રોજ દેશભરમાં યોજાશે અને તેને લઈ મેડિકલના વિધાર્થીઓની રજા રદ કરવામાં આવી છે જેને લઈ વિરોધ ઉઠયો છે. પરીક્ષામાં થતી ગેરરિતી રોકવા માટે આ રજા રદ્દ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. અગાઉ મેડિકલના વિધાર્થીઓની ગેરરીતિમાં સંડોવણી આવતા NMC દ્વાર પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. નેશનલ મેડિકલ કાઉન્સિલના નિર્ણય સામે વિદ્યાર્થી અને મેડિકલ એસોસિએશને નારાજગી દર્શાવી છે.
neet exam   neet ug ની પરીક્ષાને લઈને મેડિકલના વિધાર્થીઓની રજા રદ્દ કરતા રોષ
Advertisement
  • NEET Exam પરીક્ષાને લઈને મેડિકલના વિધાર્થીઓની રજા રદ્દ કરતા રોષ
  • આગામી 3 મે ના રોજ દેશભરમાં યોજાનાર છે નીટ UG પરીક્ષા
  • પરીક્ષામાં થતી ગેરરીતિ અને સુરક્ષા કારણોસર રજા રદ કરવાનું તર્ક
  • અગાઉ મેડિકલના વિધાર્થીઓની ગેરરીતિમાં સંડોવણી આવતા NMC દ્વાર પરિપત્ર કરાયો
  • પરીક્ષા પહેલા મોટો નિર્ણય

NEET Exam : દેશભરમાં 3 મેના રોજ યોજાનારી NEET UG (National Eligibility cum Entrance Test) પરીક્ષાને (exam) લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષાની સુરક્ષા અને પારદર્શિતાને ધ્યાનમાં રાખીને 2 અને 3 મેના રોજ મેડિકલ (medical) વિદ્યાર્થીઓની (students) રજાઓ રદ્દ કરવામાં આવી છે. કેટલાક કેસોમાં અગાઉ મેડિકલના વિધાર્થીઓની સંડોવણી સામે આવી હતી જેને લઈ આ પરિપત્ર કરવામાં આવ્યો છે. પરીક્ષામાં પારદર્શિતા રહે તે માટે નિર્ણય કરાયો છે.

આ વિષયો પરીક્ષામાં મહત્વના હોય છે

NEET UG માં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી (બોટની અને ઝૂલોજી) વિષયોમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે. કુલ 720 માર્ક્સની આ પરીક્ષા માટે NCERTના પુસ્તકોને મેઈન સોર્સ હોવાનું માનવામાં આવે છે. ભારતમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની UG NEETની પરીક્ષા લેવામાં આવે છે.

Advertisement

neet gujarat first

Advertisement

NEET Exam મા વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ સાથે સવારે 11.30 વાગ્યાથી એન્ટ્રી મળશે

મેડિકલમાં પ્રવેશ માટેની UG NEETની પરીક્ષા 3 મેના બપોરે 2થી 5 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. બપોરે 1.30 વાગ્યે એક્ઝામ સેન્ટરનો ગેટ બંધ કરી દેવામાં આવશે. જે માટે વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ સાથે 11.30 વાગ્યાથી એન્ટ્રી શરૂ કરી દેવામાં આવશે. વિદ્યાર્થીઓની બાયોમેટ્રિક હાજરી પૂરવાની હોવાથી દરેક વિદ્યાર્થીઓ માટે એન્ટ્રીનો સમય અલગ અલગ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : લો બોલો! NEET માં માત્ર 10 માર્ક્સ મેળવનારને પ્રવેશ આપવામાં આવ્યો

Tags :
Advertisement

.

×