Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

NEET-TAT Exam Gujarat 2026: ગુજરાતમાં NEET અને TAT પરીક્ષા, લાખો ઉમેદવારો આપશે કસોટી

NEET-TAT Exam Gujarat 2026: રાજ્યમાં આજે રવિવારના રોજ શૈક્ષણિક જગતમાં મોટી હલચલ જોવા મળી રહી છે, કારણ કે મેડિકલ પ્રવેશ માટેની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા NEET અને રાજ્યની માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટેની 'શિક્ષક અભિરુચિ કસોટી' (Teachers Aptitude Test) એકસાથે યોજાઈ રહી છે.
neet tat exam gujarat 2026  ગુજરાતમાં  neet અને tat પરીક્ષા  લાખો ઉમેદવારો આપશે કસોટી
Advertisement
  • Gujarat ભરમાં TAT માધ્યમિક પરીક્ષા
  • 2.10 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે
  • આજે અમદાવાદમાં NEET પરીક્ષા યોજાશે
  • અમદાવાદમાં 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

NEET-TAT Exam Gujarat 2026: રાજ્યમાં આજે રવિવારના રોજ શૈક્ષણિક જગતમાં મોટી હલચલ જોવા મળી રહી છે, કારણ કે મેડિકલ પ્રવેશ માટેની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા NEET અને રાજ્યની માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટેની 'શિક્ષક અભિરુચિ કસોટી' (Teachers Aptitude Test) એકસાથે યોજાઈ રહી છે. લાખો વિદ્યાર્થીઓ અને ઉમેદવારોના ભવિષ્ય સાથે જોડાયેલી આ બંને સ્પર્ધાત્મક પરીક્ષાઓ (Competitive Exams) શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Police Security) સહિતની કડક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

NEET and TAT Exam Gujarat 2026-Gujarat first1

Advertisement

અમદાવાદમાં NEET-UG પરીક્ષાનું આયોજન

મેડિકલમાં પ્રવેશ મેળવવા માટેની NEET પરીક્ષા આજે અમદાવાદના વિવિધ કેન્દ્રો પર યોજાશે. આ પરીક્ષામાં એકલા અમદાવાદ શહેરમાંથી જ 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ (Students) ભાગ લેવાના છે. પરીક્ષાનો સમય બપોરે 2 થી 5 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્તરની આ પરીક્ષામાં દેશભરમાંથી કુલ 22.79 લાખથી વધુ વિદ્યાર્થીઓ પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ રોકવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

રાજ્યભરમાં TAT માધ્યમિક પરીક્ષાનો પ્રારંભ

બીજી તરફ, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની નિમણૂક મેળવવા માટેની TAT માધ્યમિક પરીક્ષાનું પણ આજે આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાંથી 2.10 લાખથી વધુ ઉમેદવારો (Candidates) આ પરીક્ષામાં બેસવાના છે. જે માટે રાજ્યભરમાં 1058 પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ પરીક્ષા બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી લેવાશે. દરેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી (CCTV) ની બાજ નજર હેઠળ દેખરેખ રાખવામાં આવશે અને ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.

આ પણ વાંચો:  Surendranagar SP પ્રેમસુખ ડેલુએ 6 કલાકમાં 51 લાખના દાગીના પરત અપાવ્યા, વ્યાજખોરોને આપ્યો આકરો સંદેશ

Tags :
Advertisement

.

×