Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

New circular જાહેર: શાળાઓમાં ડિજિટલ પેમેન્ટ ફરજિયાત કરવા આદેશ: UPI અને RuPay સેવા શરૂ થશે

CBSE Board News: કેન્દ્રીય નાણા મંત્રાલય (Ministry of Finance) ના નિર્દેશોને પગલે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ દેશભરની પોતાની સંલગ્ન શાળાઓ માટે નવો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં સ્કૂલ ફી, કેન્ટીન, પુસ્તકાલય સહિતના તમામ નાણાકીય વ્યવહારો માટે યુપીઆઇ અને રુપે કાર્ડ જેવી ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓ અપનાવવાની તાકીદ કરાઈ છે.
new circular જાહેર  શાળાઓમાં ડિજિટલ પેમેન્ટ ફરજિયાત કરવા આદેશ  upi અને rupay સેવા શરૂ થશે
Advertisement
New circular: દેશભરમાં કેશલેસ વ્યવહારો અને પારદર્શક નાણાકીય વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈ (CBSE - Central Board of Secondary Education) દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ (DFS - Department of Financial Services) ની સૂચનાઓને આધારે બોર્ડે તમામ સંલગ્ન ખાનગી અને સરકારી શાળાઓને પોતાના કેમ્પસમાં શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક તમામ પ્રવૃત્તિઓ માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સક્રિય કરવા સ્પષ્ટ આદેશ આપ્યો છે.

નાણાકીય ટચ-પોઈન્ટ્સ પર UPI અને RuPay ઉપલબ્ધ કરાવાશે

ટ્યુશન અને એડમિશન ફી: વાલીઓ સરળતાથી ડિજિટલ ચૂકવણી કરી શકે તે માટે યુપીઆઇ (UPI), ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) અને નેટ બેંકિંગ સાથે એકીકરણ.
શાળા કેન્ટીન: વિદ્યાર્થીઓ અને સ્ટાફ રોકડ વગર ક્યૂઆર કોડ (QR Code) કે કાર્ડ મારફતે નાસ્તાની ચૂકવણી કરી શકે.
લાઇબ્રેરી અને સ્ટેશનરી: પુસ્તકો, દંડ કે સ્ટેશનરીની ખરીદી માટે ડિજિટલ કાઉન્ટર.
અન્ય સેવાઓ: સ્પોર્ટ્સ ફી, પ્રવાસ/પિકનિક ચાર્જ અને ટ્રાન્સપોર્ટેશન જેવા વ્યવહારોમાં પણ કેશલેસ પ્રણાલી અમલી બનશે.

નેટવર્ક કનેક્ટિવિટીની સમસ્યા હોય ત્યાં ઓફલાઇન UPI વિકલ્પ

બોર્ડે સ્પષ્ટતા કરી છે કે જે વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી નબળી હોય અથવા નેટવર્કની સમસ્યા રહેતી હોય તેવી શાળાઓ UPI Lite, UPI LiteX તેમજ સાદા ફીચર ફોન માટે ઉપલબ્ધ UPI 123PAY જેવી ઑફલાઇન ટેક્નોલોજી અપનાવી શકે છે. આ ઉપરાંત શાળાઓ પોતાના સોફ્ટવેર (ERP Systems) સાથે ફી કલેક્શન અને શિક્ષકો-સ્ટાફના પગાર વિતરણને ડિજિટલ રીતે સાંકળી લેવા માટે પણ જણાવાયું છે.

વાલીઓ અને વિદ્યાર્થીઓમાં નાણાકીય સાક્ષરતા કેળવાશે

પરિપત્રમાં માત્ર સુવિધા ઉપલબ્ધ કરાવવા પૂરતું સીમિત ન રહેતાં શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ ડિજિટલ વ્યવહારો સલામત રીતે કરી શકે તે માટે સાયબર સુરક્ષા અને નાણાકીય સાક્ષરતા (Financial Literacy) ના કાર્યક્રમો યોજવાની પણ સલાહ અપાઈ છે. પેરેન્ટ-ટીચર મીટિંગ (PTM) દરમિયાન વાલીઓને કેશલેસ પદ્ધતિથી ફી ભરવા માટે પ્રોત્સાહિત અને માહિતગાર કરવામાં આવશે. આ પગલાથી શાળાઓના વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા આવશે અને વાલીઓ માટે ફી ભરવાની પ્રક્રિયા અત્યંત ઝડપી અને સરળ બનશે.
Tags :
Advertisement

.

×