NIA એ દાખલ કરી Charge-sheet : નિર્દોષ લોકોને સામૂહિક ઝેર આપવાનો હતો આતંકીઓનો પ્લાન
- અમદાવાદ ISIS આતંકી કેસ: NIA એ દાખલ કરી Charge-sheet
- NIAએ 3 ISIS આચતંકવાદી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી
- એંરડાના બીજમાંથી ઝેર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા
- મોટા આતંકી હુમલાના ફિરાકમાં હતા આતંકીવાદીઓ
- NIAની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો
NIA Charge-sheet: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (National Investigation Agency - NIA) દ્વારા અમદાવાદમાં ઝડપાયેલા પ્રતિબંધિત સંગઠન ISIS (Islamic State of Iraq and Syria) ના ત્રણ આતંકવાદીઓ વિરુદ્ધ વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ તપાસમાં અત્યંત ભયાનક વિગતો સામે આવી છે, જેમાં આતંકવાદીઓ કોઈ બોમ્બ વિસ્ફોટ નહીં, પરંતુ જૈવિક હુમલો (Biological Attack) કરીને લોકોના જીવ લેવાની તૈયારી કરી રહ્યા હતા.
એરંડાના બીજમાંથી ઝેર બનાવવાનો ફિરાક
NIAની તપાસમાં ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી સૈયદ અહેમદ મોહિયુદ્દીન (Syed Ahmed Mohiuddin) રાઈઝીન (Ricin) નામનું અત્યંત ઘાતક ઝેર બનાવવાની તૈયારી કરી રહ્યો હતો. આ ઝેર બનાવવા માટે તે એરંડાના બીજ (Castor Seeds) નો ઉપયોગ કરવાનો હતો. આતંકવાદીઓનું લક્ષ્ય જાહેર સ્થળોએ (Public Places) નિર્દોષ લોકોને સામૂહિક રીતે ઝેર આપીને મોટા પાયે જાનહાનિ પહોંચાડવાનું હતું. રાઈઝીન એવું ઝેર છે જેની નાની માત્રા પણ મનુષ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
અમદાવાદમાંથી ISIS આતંકવાદી ઝડપાવાના કેસમાં કાર્યવાહી
NIAએ 3 ISIS આચતંકવાદી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી
એંરડાના બીજમાંથી ઝેર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા
મોટા આતંકી હુમલાના ફિરાકમાં હતા આતંકીવાદીઓ
NIAની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો
જાહેર સ્થળોએ નિર્દોષ લોકો પર સામૂહિક…— Gujarat First (@GujaratFirst) May 6, 2026
ધરપકડનો સિલસિલો
આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ નવેમ્બર 2025 (November 2025) માં થયો હતો. ગુજરાત એટીએસ (Gujarat ATS) ની ટીમે બાતમીના આધારે કલોલ ટોલ પ્લાઝા (Kalol Toll Plaza) નજીકથી હૈદરાબાદ (Hyderabad) ના રહેવાસી સૈયદ અહેમદ મોહિયુદ્દીનને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં અન્ય બે સહ-આરોપીઓના નામ સામે આવ્યા હતા, જેઓ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના રહેવાસી છે. એટીએસની સતર્કતાને કારણે એક મોટી આતંકી ઘટના ટળી હતી.
NIAનો ચાર્જશીટમાં દાવો
NIAએ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટ મુજબ, આ આતંકવાદીઓ ઇન્ટરનેટના માધ્યમથી ISIS ના હેન્ડલર્સ સાથે જોડાયેલા હતા. તેઓ રાઈઝીન ઝેર બનાવવાની વિધિ શીખી રહ્યા હતા અને તેના પ્રાયોગિક પરીક્ષણની પણ તૈયારીમાં હતા. તેઓ ભીડભાડવાળા વિસ્તારોમાં ખાણી-પીણીની વસ્તુઓ અથવા હવા દ્વારા આ ઝેર ફેલાવીને સામૂહિક હત્યાકાંડ રચવા માંગતા હતા. હાલ ત્રણેય આરોપીઓ જેલના સળિયા પાછળ છે અને એજન્સી તેમના આંતરરાષ્ટ્રીય સંપર્કોની વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ગુજરાત ATS એ કર્યો દેશ વિરોધી ષડયંત્રનો પર્દાફાશ, બે શખ્સોને દબોચ્યા, થયા મોટા ખુલાસા


