વેપારીઓ સાથે સાડા ચાર કરોડની ઠગાઇ કરનારી નાઇજિરિયન ગેંગ ઝડપાઇ, જાણો શું હતી મોડેસ ઓપરેન્ડી
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વખત છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલી નાઇજિરિયન ગેંગને ઝડપી લઇ રૂપિયા સાડા ચાર કરોડની ઠગાઈ કેસનો ભેદ ઉકેલ્યો છે.આ ગેંગ દેશના કેમિકલ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ સાથે લાખો અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી ચુક્યા હોવાની કબૂલાત પણ કરી છે. આ ટોળકી સોશિયલ મીડિયાના માધ્યમથી કેમિકલના વેપારીઓનો સંપર્ક કરીને રો-મટીરિયલ્સ મંગાવતા હતા અને ત્યાર
Advertisement
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વખત છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલી નાઇજિરિયન ગેંગને ઝડપી લઇ રૂપિયા સાડા ચાર કરોડની ઠગાઈ કેસનો ભેદ ઉકેલ્યો છે.આ ગેંગ દેશના કેમિકલ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ સાથે લાખો અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી ચુક્યા હોવાની કબૂલાત પણ કરી છે.
આ ટોળકી સોશિયલ મીડિયાના માધ્યમથી કેમિકલના વેપારીઓનો સંપર્ક કરીને રો-મટીરિયલ્સ મંગાવતા હતા અને ત્યારબાદ વેપારીઓ જોડે બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી લેતા હતા. રો-મટીરિયલ્સ લઈને અમારી પૉલેન્ડ ખાતેની કંપનીમાં વેચશો તો તમને 20 ટકા કમિશન પણ આપવામાં આવશે તેવી લાલચ આપીને આ નાઝીરિયન ગેંગ છેતરપિંડી આચરતી હતી. આ ગેંગ ભારતમાંથી કેમિકલના વેપાર અને ટ્રેડિંગ કરનાર વેપારીઓ પાસેથી અત્યાર સુધીમાં એક બે નહીં પણ સાડા ચાર કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી ચૂક્યા હોવાની કેફિયત પોલીસ સમક્ષ કબૂલી રહ્યા છે.
સાયબર ક્રાઇમની કસ્ટડીમાં આવી ગયેલા નાઇજિરિયન ગેંગના આ બંને આરોપીઓના નામ છે ચીનેદુ અનુમોલે અને રાકેશ કશ્ય. આ બંને આરોપીઓ મુંબઈના રહેવાસી છે અને છેલ્લા થોડા સમયથી આ પ્રકારે છેતરપિંડી આચરાતા હતા. આ ગેંગના સભ્યો પહેલા સોશિયલ મીડિયામાં કેમિકલનો વ્યવસાય અથવા તો ટ્રેડિંગ કરનાર વેપારીઓનું લિસ્ટ બનાવતા હતા અને ત્યારબાદ ફેસબૂક અને અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી આવા વેપારીઓ સાથે મિત્રતા કેળવી વેપારીને કમિશનની લાલચ આપીને તેની પાસેથી રો-મટીરિયલ્સ મંગાવતા હતા. ઉપરાંત રો-મટીરિયલ્સ પણ ક્યાંથી લેવાનું છે તેનું સરનામું પણ આ નાઇઝીરિયન ગેંગના સભ્યો જ આપતા હતા જેથી ગેંગના સભ્યો જોડેથી જ માલ ખરીદવાનો અને ગેંગના સભ્યોને જ તે માલ વેચવામાં આવતો હોવાનો પ્લાન આ નાઇઝીરિયન ગેંગ ટોળકીએ ઘડેલો હતો
રૂપિયા સાડા ચાર કરોડની ઠગાઇ આચરનારી આ નાઈજિરિયન ગેંગનો મુખ્ય સૂત્રધાર મૂળ નાઈજિરિયાનો રહેવાસી છે જે હાલ મુંબઇનો છે. ભારતમાં રહેલા એક લિટરના રૂપિયા 1,18,000ની કિમતનું એનીગ્રા લિક્વિડ આ ગેંગ મંગાવતી હતી અને પૉલેન્ડ ખાતે મોકલવાનું છે તેમ કહીને વધુ પ્રમાણમાં વેપારીઓ પાસેથી કેમિકલની ખરીદી કરાવડાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે આ ઉપરાંત એક વેપારી પાસેથી આજ રીતે રૂપિયા આઠ લાખની ઠગાઈની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ હતી જેની તપાસમાં એક પછી એક સાડા ચાર કરોડની છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
હાલ સાયબર ક્રાઇમે નાઝીરિયન ગેંગના બે શખ્સોની ધરપકડ કરી લીધી છે, સાથે જ આ ગેંગમાં હજી બીજા કેટલા લોકો સંડોવાયેલા છે અને અન્ય કેટલા લોકો આ પ્રકારે ભોગ બન્યા છે તેને લઈને આરોપીઓની મેરેથોન પૂછપરછ હાથ ધરી છે. સાયબર ક્રાઇમે લોકોને અપીલ પણ કરી છે સોશિયલ મીડિયા પર આવતી લોભમણી લાલચોની જાહેરાત હોય કે પછી કમિશન આપવાના બહાને આવતા કોલ હોય તેમા લલચાવું નહી. .બીજી તરફ પોતાની સોશિયલ મીડીયા પ્રોફાઇલમાં જરૂરી હોય તેટલી જ વિગતો મૂકવી તેવું પણ સૂચન સાયબર ક્રાઇમ દ્વારા કરવાં આવી છે.


