Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Bomb Threat: ફરી એકવાર અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી

Bomb Threat: ફરી એકવાર અમદાવાદની શાળાઓને ધમકી મળી છે. જેમાં શહેરની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. ધમકીને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. અગાઉ શાળાને ઉડાવાની ધમકી મળી ચૂકી છે. આજે (23મી જાન્યુઆરી) વહેલી સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં સંત કબીર સ્કૂલની ત્રણ બ્રાન્ચ અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને નિશાન બનાવીને આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો.
bomb threat  ફરી એકવાર અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી
Advertisement
  • Bomb Threat: શહેરની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી
  • ધમકીને પગલે પોલીસે તપાસ હાથ ધરી
  • અગાઉ શાળાને ઉડાવાની મળી ચૂકી છે ધમકી

Bomb Threat: ફરી એકવાર અમદાવાદની શાળાઓને ધમકી મળી છે. જેમાં શહેરની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. ધમકીને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. અગાઉ શાળાને ઉડાવાની ધમકી મળી ચૂકી છે.

વસ્ત્રાપુરની સ્વયં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

આજે (23મી જાન્યુઆરી) વહેલી સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં સંત કબીર સ્કૂલની ત્રણ બ્રાન્ચ અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને નિશાન બનાવીને આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. તથા DPS બોપલ, નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયેલા, ઘાટલોડિયા કેલોરેક્સ, વસ્ત્રાપુરની સ્વયં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.

Advertisement

સ્કૂલ મેનેજમેન્ટે વિલંબ કર્યા વગર તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત થઈ ગઈ છે. અજાણ્યા ઈ-મેઇલ આઈડી પરથી સ્કૂલને ધમકી આપવામાં આવી હતી. મેઇલ મળતાની સાથે જ સ્કૂલ પ્રશાસને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્કૂલ મેનેજમેન્ટે વિલંબ કર્યા વગર તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

Advertisement

Bomb Threat: અચાનક શાળાનો મેસેજ મળતા જ વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલએ પહોંચ્યા

ધમકી મળતા જ સાવચેતીના ભાગરૂપે બંને સ્કૂલ દ્વારા વાલીઓને મેસેજ અને ફોન દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવી હતી કે તેઓ પોતાના બાળકોને ઘરે લઈ જાય. અચાનક શાળાનો મેસેજ મળતા જ વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલએ પહોંચ્યા હતા. પોલીસ દ્વારા આ ધમકીભર્યા મેઇલને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. સાઇબર ક્રાઇમ વિભાગની મદદથી મેઇલ મોકલનાર વ્યક્તિની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ છે.

આ 15 સ્કૂલને ધમકી મળી

  • સેન્ટ ઝેવિયર્સ, મેમનગર
  • કેલોરેક્ષ સ્કૂલ, ઘાટલોડિયા
  • DPS સ્કૂલ, બોપલ
  • સ્વયમ સ્કૂલ
  • સંત કબીર સ્કૂલની 3 બ્રાંચ
  • મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલ, મીઠાખળી
  • જીનીવા લિબરલ સ્કૂલ, SP રીંગ રોડ
  • આર્મી સ્કૂલ, શાહીબાગ
  • JD હાઈસ્કૂલ, નરોડા
  • રેડ બ્રિક્સ સ્કૂલ, સેટેલાઈટ
  • વિદ્યાનગર સ્કૂલ, ઉસ્માનપુર
  • કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગ
  • એપલ ગ્લોબલ સ્કૂલ

અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા જણાવ્યું

અગાઉ પણ શહેરની કેટલીક સ્કૂલોને આવી પ્રકારની ધમકીઓ મળ્યાના બનાવો સામે આવ્યા છે, જેને કારણે વાલીઓમાં ચિંતા વધી છે. અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ પણ શંકાસ્પદ માહિતી તરત પોલીસને જાણ કરવા અપીલ કરી છે. અમદાવાદમાં અગાઉ પણ અનેક શાળાઓ તેમજ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળેલી છે. ઇમેઇલ દ્વારા જ આ ધમકી આપવામાં આવતી હોય છે. ત્યારે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ મેઇલ ક્યાંથી કરવામાં આવ્યો તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Vantara: જેકોબ કંપનીએ અનંત અંબાણી માટે બનાવી ખાસ ઘડિયાળ

Tags :
Advertisement

.

×