Operation Sindoor : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ની ફાઇનલ મેચમાં BCCI નું વિશેષ આયોજન
- 'Operation Sindoor' ની સફળતાને લઈ BCCI દ્વારા વિશેષ આયોજન
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય સેનાનાં પ્રમુખોનું કરાશે સન્માન
- 3 જૂને IPL ની ફાઇનલ મેચમાં સેનાનાં પ્રમુખોનું સન્માન કરાશે
- 'ઓપરેશન સિંદૂર'નાં વીર જવાનોને સલામી આપવામાં આવશે
Operation Sindoor : પાકિસ્તાન (Pakistan) સામે 'ઓપરેશન સિંદુર'ની સફળતા બાદ દેશભરમાં ઊજવણીનો માહોલ છે. અનેક રાજ્યોમાં ભવ્ય તિરંગા યાત્રા યોજીને લોકોએ દેશની સેનાની કામગીરીને બિરદાવી છે. ત્યારે BCCI દ્વારા પણ હવે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. IPL 2025 ની ફાઇનલ મેચ દરમિયાન અમદાવાદનાં (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય સેનાનાં પ્રમુખોનું વિશેષ સન્માન કરાશે.
આ પણ વાંચો - England ની આખી ટીમ 2 રનમાં જ આઉટ, 8 ખેલાડીઓ ડક આઉટ
IPL 2025 ની ફાઇનલ મેચમાં સેનાનાં પ્રમુખોનું સન્માન કરાશે
પ્રાપ્ત માહિતી અનુસાર, 'ઓપરેશન સિંદૂર' ની (Operation Sindoor) સફળતા બાદ BCCI દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 3 જૂને વિશ્વાનાં સૌથી મોટા અને અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) IPLની ફાઇનલ મેચ રમાશે. દરમિયાન, ભારતીય સેનાનાં પ્રમુખોનું (Indian Army Chiefs) સન્માન કરાશે. સાથે જ 'ઓપરેશન સિંદૂર'નાં વીર જવાનોને સલામી આપી તેમની કામગીરીને બિરદાવવામાં આવશે.
આ પણ વાંચો - Rajkot : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા યોજાશે સૌરાષ્ટ્ર પ્રો લીગ T-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ
A 𝙜𝙤𝙡𝙙𝙚𝙣 𝙤𝙥𝙥𝙤𝙧𝙩𝙪𝙣𝙞𝙩𝙮 awaits ⏳#TATAIPL 2025 Qualifier 2 & Final tickets go live tonight at 8 PM IST 🥳 pic.twitter.com/IpfgU6TzMy
— IndianPremierLeague (@IPL) May 27, 2025
'Operation Sindoor' હેઠળ 9 આતંકી ઠેકાણા ધ્વસ્ત કર્યા, 100 આતંકી ઠાર મરાયા
માહિતી મુજબ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025 ની ફાઇનલ મેચ દરમિયાન ત્રણેય સેનાનાં પ્રમુખ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (General Upendra Dwivedi), નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠી (Admiral Dinesh Tripathi) અને એરચીફ માર્શલ અમરપ્રીત સિંઘનું (Marshal Amarpreet Singh) સન્માન સન્માન કરવામાં આવશે. સાથે જ સેનાનાં જવાનોને સલામી આપવામાં આવશે. જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ ખાતે પર્યટકો પર થયેલા આતંકી હુમલા (Pahalgam Tourists Attack) બાદ ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાનમાં ઘૂસી 9 જેટલા આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા હતા. આ કાર્યવાહીમાં 100 થી વધુ આતંકી માર્યા ગયા હતા.
આ પણ વાંચો - PBKS Vs MI: પંજાબે મુંબઈને હરાવ્યું, પ્રિયાંશ આર્ય-જોશ ઈંગ્લિસની ધમાકેદાર ફિફ્ટી