
આગામી રવિવારે યોજાનાર બિન સચિવાલયની પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકૂક રાખવાનો નિર્ણય લેવાતા પરિક્ષાર્થીઓ અને વિરોધપક્ષ આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે. ત્રીજી વાર મોકૂક રહેલ પરીક્ષાઓને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે આ પરીક્ષાઓની તારીખ 4 વર્ષ પહેલાં નક્કી કરવામાં આવી હતી..સૌ પ્રથમ લાયકાતમાં ફેરફાર લાવવામાં આવ્યા બાદ પરીક્ષા પેપર ફૂટતા સમય લંબાયો અને હજી પણ સમય લંબાઈ રહ્યો છે.