ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સિવિલ હોસ્પિટલમાં રાજપૂત સમાજના બ્રેઇનડેડ યુવકનું અંગદાન

મારા યુવાન દિકરાના અંગો સમાજના અન્ય કોઇ જરૂરિયાતમંદને મદદરૂપ બને. મારો દિકરો હવે જીવંત નથી પરંતુ અન્યોમાં તેના અંગોનું પ્રત્યારોપણ થઇને તેમને નવજીવન મળ્યું છે.મારા દિકરાના અંગો જે વ્યક્તિઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે પ્રભુ તેમને દીર્ધાયુ બક્ષે..આ શબ્દો છે બ્રેઇનડેડ સુમિતભાઇના પિતા જોગિંદરસિંગ રાજપૂતના. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજપૂત સમાજના બ્રેઇનડેડ 32 વર્ષીય યુવકà
09:19 AM May 18, 2022 IST | Vipul Pandya
મારા યુવાન દિકરાના અંગો સમાજના અન્ય કોઇ જરૂરિયાતમંદને મદદરૂપ બને. મારો દિકરો હવે જીવંત નથી પરંતુ અન્યોમાં તેના અંગોનું પ્રત્યારોપણ થઇને તેમને નવજીવન મળ્યું છે.મારા દિકરાના અંગો જે વ્યક્તિઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે પ્રભુ તેમને દીર્ધાયુ બક્ષે..આ શબ્દો છે બ્રેઇનડેડ સુમિતભાઇના પિતા જોગિંદરસિંગ રાજપૂતના. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજપૂત સમાજના બ્રેઇનડેડ 32 વર્ષીય યુવકà
મારા યુવાન દિકરાના અંગો સમાજના અન્ય કોઇ જરૂરિયાતમંદને મદદરૂપ બને. મારો દિકરો હવે જીવંત નથી પરંતુ અન્યોમાં તેના અંગોનું પ્રત્યારોપણ થઇને તેમને નવજીવન મળ્યું છે.મારા દિકરાના અંગો જે વ્યક્તિઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે પ્રભુ તેમને દીર્ધાયુ બક્ષે..આ શબ્દો છે બ્રેઇનડેડ સુમિતભાઇના પિતા જોગિંદરસિંગ રાજપૂતના. 
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજપૂત સમાજના બ્રેઇનડેડ 32 વર્ષીય યુવકના અંગદાનથી 61મું અંગદાન થયું છે. અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતા સુમિતસિંગ રાજપૂતને માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ઇજા અત્યંત ગંભીર હોવાથી બે દિવસ જીંદગી અને મોત વચ્ચે ઝઝૂમ્યા બાદ આખરે હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. 
બ્રેઇનડેડ સુમીતભાઇના પિતા,બહેન અને પત્નિએ અંગદાન માટે સંમતિ આપ્યા બાદ તેમને સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા. જ્યાં 5 થી 7 કલાકની ભારે જહેમત બાદ હ્યદય, ફેફસા, બંને કિડની અને લીવરનુ દાન મળ્યું છે. 
જેમાં હ્યદયને પ્રત્યારોપણ માટે મુંબઇ સ્થિત હોસ્પિટલમાં અને બંને ફેફસાને ચેન્નાઇના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે ગ્રીનકોરિડોર મારફતે મોકલવામાં આવ્યા હતા.જ્યારે કિડની અને લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, 61મું અંગદાન અમારા સેવાયજ્ઞમાં મહત્વનું બની રહ્યું છે. સુમિતસિંગ રાજપૂતના પિતા અને તેમના સમગ્ર પરિવારજનોએ અંગદાન માટે આપેલા સહયોગના પરિણામે જરૂરિયાતમંદ 5 વ્યક્તિઓને  નવજીવન આપવામાં સફળતા મળી છે. 
Tags :
AhmedabadCivilHospitalGujaratFirstorgandonation
Next Article