Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

3 દિવસ ગરમી, પછી ફરી વરસાદ! Paresh Goswami ની મોટી આગાહી

Unseasonal Rain Prediction: ગુજરાતમાં આગામી 3 દિવસ ગરમી વધવાની આગાહી વચ્ચે 28 થી 30 માર્ચ દરમિયાન ફરી માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે રાજકોટ-કેશોદમાં ગરમીનો પારો ઉંચો નોંધાયો છે.
3 દિવસ ગરમી  પછી ફરી વરસાદ  paresh goswami ની મોટી આગાહી
Advertisement
  • હવામાન નિષ્ણાંત Paresh Goswami ની આગાહી
  • અમદાવાદમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે
  • રાજ્યમાં આગામી 3 દિવસમાં તાપમાનમાં વધારો થશે
  • રાજકોટ અને કેશોદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું
  • નલિયામાં લઘુતમ તાપમાન 21.08 ડિગ્રી નોંધાયું
  • રાજ્યમાં ફરી માવઠાની મોટી આગાહી
  • 28 થી 30 માર્ચ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા
  • ગાજવીજ અને તેજ પવન સાથે રાજ્યમાં થશે માવઠું
  • સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વધુ અસર થશે

Paresh Goswami Forecast: અમદાવાદ (Ahmedabad) સહિત સમગ્ર ગુજરાતમાં હાલ વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી (Paresh Goswami) ની આગાહી મુજબ, રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી અને વરસાદ એમ બંનેની અસર જોવા મળશે. આગામી 3 દિવસમાં રાજ્યના તાપમાનમાં વધારો થવાની શક્યતા છે, જ્યારે માર્ચના અંતમાં ફરી એકવાર કમોસમી વરસાદ (Unseasonal Rain) એટલે કે માવઠું ખેડૂતોની ચિંતા વધારી શકે છે.

રાજકોટ અને કેશોદમાં સૌથી વધુ તાપમાન

હાલમાં રાજ્યના જુદા જુદા શહેરોમાં તાપમાનમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. રાજકોટ (Rajkot) અને કેશોદ (Keshod) માં સૌથી વધુ તાપમાન નોંધાયું છે, જ્યારે વલ્લભ વિદ્યાનગર (Vallabh Vidyanagar) માં સૌથી ઓછું 19 ડિગ્રી તાપમાન રહ્યું હતું. નલિયા (Naliya) માં લઘુતમ તાપમાન 21.08 ડિગ્રી અને રાજ્યના પાટનગર ગાંધીનગર (Gandhinagar) માં મહત્તમ તાપમાન 35.04 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં આજે આખો દિવસ વાદળછાયું વાતાવરણ (Cloudy Weather) રહેશે, જોકે આગામી 7 દિવસ સુધી શહેરનું વાતાવરણ મુખ્યત્વે શુષ્ક (Dry Weather) રહેવાની સંભાવના છે.

Advertisement

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) માં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સિસ્ટમ સક્રિય થઈ છે. આ ઉપરાંત, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (Upper Air Cyclonic Circulation) સિસ્ટમ સક્રિય થવાને કારણે તેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પડશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમ (North-West) ની રહેશે, જેના કારણે ભેજનું પ્રમાણ વધવાની શક્યતા છે.

Advertisement

માવઠાને લઇને મોટી આગાહી

સૌથી મહત્વના સમાચાર એ છે કે, આગામી 28 થી 30 માર્ચ દરમિયાન ગુજરાતમાં ફરી માવઠું થવાની શક્યતા છે. પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ (Trough) સક્રિય થતા રાજ્યમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે. આ માવઠાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર (Saurashtra), કચ્છ (Kutch) અને ઉત્તર ગુજરાત (North Gujarat) ના વિસ્તારોમાં જોવા મળશે. આ કમોસમી વરસાદને કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

અહેવાલ: અર્પિત દરજી

આ પણ વાંચો: કચ્છ અને બનાસકાંઠા સહિત 4 જિલ્લામાં 'Orange Alert', 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

Tags :
Advertisement

.

×