ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઉત્તરાયણના તહેવાર દરમિયાન ઘાતક વસ્તુઓના ઉપયોગ સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી

ઉત્તરાયણના તહેવાર દરમિયાન ફાયરવર્ક્સ, ચાઇનીઝ દોરી અને કાચ પાયેલા દોરાના ઉપયોગ પર ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારની આ અરજીમાં ચાઈનીઝ દોરી, કાચ પાયેલા દોરા અને ચાઈનીઝ તુક્કલ સામાન પર પ્રતિબંધની કડક અમલવારીની માગ કરવામાં આવી છે.
02:37 PM Jan 08, 2025 IST | Hardik Shah
ઉત્તરાયણના તહેવાર દરમિયાન ફાયરવર્ક્સ, ચાઇનીઝ દોરી અને કાચ પાયેલા દોરાના ઉપયોગ પર ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારની આ અરજીમાં ચાઈનીઝ દોરી, કાચ પાયેલા દોરા અને ચાઈનીઝ તુક્કલ સામાન પર પ્રતિબંધની કડક અમલવારીની માગ કરવામાં આવી છે.
Uttarayan Festival News

Uttarayan News : ગુજરાતીઓનો મનપસંદ તહેવાર એટલે કે ઉત્તરાયણ આવી રહ્યો છે. ઉત્તરાયણનો તહેવાર આવે તે પહેલા સાવચેતીના પગલા લેવા માટે કહેવામાં આવે છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન ફાયરવર્ક્સ, ચાઇનીઝ દોરી અને કાચ પાયેલા દોરાના ઉપયોગ પર ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારની આ અરજીમાં ચાઈનીઝ દોરી, કાચ પાયેલા દોરા અને ચાઈનીઝ તુક્કલ સામાન પર પ્રતિબંધની કડક અમલવારીની માગ કરવામાં આવી છે. અરજદાર એ આક્ષેપ કર્યો છે કે, હાઇકોર્ટના આદેશ અને સરકારના પરિપત્રો છતાં આ પ્રતિબંધિત સામગ્રીનો વેચાણ જાહેર રીતે થઈ રહ્યો છે.

કાચથી થતા નુકસાનનો ઉલ્લેખ

અરજીમાં ચાઇનીઝ દોરી સાથે નાયલોન દોરીમાં વપરાતા કાચને લીધે થયેલા દાવાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દોરીમાં વપરાતું કાચ અનેક લોકોને ગંભીર રીતે ઇજા પહોંચાડી શકે છે, અને આનો ખતરો ખૂબ જ વધ્યો છે. અરજદાર એ અરજીમાં જાહેરમાં ચાઇનીઝ દોરી અને પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ પર તાત્કાલિક ડ્રાઈવ ચલાવવાની રજૂઆત કરી છે.

હાઇકોર્ટનું મહત્વનું અવલોકન

ગુજરાત હાઇકોર્ટ એ રાજ્યના ગૃહ વિભાગને નિર્દેશ આપ્યો છે કે તે તેમના આદેશનો અમલ ન થાય તે અંગે એક રિપોર્ટ રજૂ કરે. તે સાથે, હાઇકોર્ટે 4 મહાનગરોમાં થયેલી કામગીરી અંગે પણ તત્કાલ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ પર, રાજ્ય સરકારે પ્રતિબંધિત વસ્તુઓના ઉત્પાદકોએ વિક્રેતાઓ અને અન્ય સંલગ્ન લોકો સામે કડક પગલાં લેવાનો ખાતરી આપ્યો છે.

Update...

આ પણ વાંચો:  Gujarat: ઉત્તરાયણ માટે જાણો શું કરી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSGujarat HighcourtGujarat NewsHardik ShahUttarayanUttarayan FestivalUttarayan News
Next Article