ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ડાંગર ખરીદી કૌભાંડનાં આરોપી સાથે MLA Hardik Patel ના ફોટો વાઇરલ, કોંગ્રેસનાં પ્રહાર!

કોંગ્રેસ નેતા મનહર પટેલે આરોપ સાથે આકરા પ્રહાર કર્યા છે.
10:52 PM Jan 21, 2025 IST | Vipul Sen
કોંગ્રેસ નેતા મનહર પટેલે આરોપ સાથે આકરા પ્રહાર કર્યા છે.
hardikP_Gujarat_first
  1. ડાંગર ખરીદી કૌભાંડના આરોપી સાથે MLA Hardik Patel ના ફોટો વાઇરલ
  2. કૌભાંડનાં મુખ્ય આરોપી મંડલી સુફિયાન પર મનહર પટેલનાં આરોપ
  3. શું ભાજપ સરકાર કૌભાંડીઓને છાવરે છે ? -મનહર પટેલ

ડાંગર ખરીદી કૌભાંડનાં આરોપી સાથે વિરમગામનાં MLA હાર્દિક પટેલનો (MLA Hardik Patel) ફોટો વાઇરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે કોંગ્રેસ નેતા મનહર પટેલે (Manhar Patel) આકરા પ્રહાર કરી ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે સવાલ કરતા કહ્યું કે, શું ભાજપ સરકાર કૌભાંડીઓને છાવરે છે ? સરકાર અને પોલીસ ભ્રષ્ટાચારીઓને પકડવા માંગે છે કે કેમ ? શું સરકાર ભ્રષ્ટાચારીઓને ઈનામ આપવા માંગે છે?

આ પણ વાંચો - Satadhar Vivad : Gujarat First સાથે નરેન્દ્ર બાપુની ખાસ વાતચીત, વિજયભગત-ગીતાબેન અંગે કરી વાત

ડાંગર ખરીદી કૌભાંડનાં આરોપી સાથે MLA ના ફોટો વાઇરલ થતાં વિવાદ

પ્રાપ્ત માહિતી અનુસાર, ડાંગર ખરીદી કૌભાંડનાં (Paddy Procurement Scam) મુખ્ય આરોપી મંડલી સુફિયાન સાથેનાં વિરમગામના MLA હાર્દિક પટેલનાં ફોટા વાઇરલ થતા ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે કોંગ્રેસને (Congress) પણ સત્તારૂઢ સરકાર પર પ્રહાર કરવાની તક મળી ગઈ છે. ડાંગર ખરીદી કૌભાંડનાં આરોપી મુક્તિ મંડલી સુફિયાનને (Mandali Sufyan) ધારાસભ્ય હાર્દિક પટેલ કેક ખવડાવતો ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ અંગે હવે કોંગ્રેસ નેતા મનહર પટેલે આરોપ સાથે આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ડાંગર ખરીદ કૌભાંડનાં આરોપીને MLA કેક ખવડાવી રહ્યા છે. મનહર પટેલે સવાલ કર્યો કે શું BJP સરકાર કૌભાંડીઓને છાવરે છે ?

આ પણ વાંચો - Surat : હૈયું કંપાવી દે એવા CCTV ફૂટેજ! શાળાનાં ટ્રસ્ટી અને આચાર્યના નિવેદનમાં વિરોધભાસ!

શું સરકાર ભ્રષ્ટાચારીઓને ઈનામ આપવા માંગે છે ?-મનહર પટેલ

આ સાથે કોંગ્રેસ નેતાએ સવાલ કરતા કહ્યું કે, સરકાર અને પોલીસ ભ્રષ્ટાચારીઓને પકડવા માંગે છે કે કેમ ? કે પછી શું સરકાર ભ્રષ્ટાચારીઓને ઈનામ આપવા માંગે છે ? જણાવી દઈએ કે ડાંગર કૌભાંડમાં મામલતદારે ફરિયાદી બની ફરિયાદ નોંધાવી હતી. કૌભાંડનાં મુખ્ય આરોપી મંડલી સુફિયાન પર કોંગ્રેસ નેતા મનહર પટેલે ગંભીર આરોપ લગાવ્યા છે. જો કે, હવે આ મામલે વિરમગામનાં MLA હાર્દિક પટેલ (MLA Hardik Patel) શું ખુલાસો કરશે તેનાં પર સૌની નજર છે.

આ પણ વાંચો - Surat : સમાજ અગ્રણીઓની ચીમકી, આચાર્ય-વિદ્યાર્થિનીની માતા વચ્ચે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો આવ્યો સામે

Tags :
BJPBreaking News In GujaratiCongressGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiMandali SufyanManhar PatelMLA Hardik Patel ControversyNews In GujaratiPaddy Procurement ScamViramgam MLA Hardik Patel
Next Article