ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi Birthday : નમો સ્ટેડિયમમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ, CM, રાજ્યપાલ, ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત, જાણો કોણે શું કહ્યું ?

50 સંસ્થા દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન, 5 લાખ યુનિટ બ્લડ એકત્ર કરવાનું લક્ષ્ય...
11:31 AM Sep 17, 2025 IST | Vipul Sen
50 સંસ્થા દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન, 5 લાખ યુનિટ બ્લડ એકત્ર કરવાનું લક્ષ્ય...
  1. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી (PM Modi Birthday)
  2. અમદાવાદના નમો સ્ટેડિયમ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
  3. મુખ્યમંત્રી, રાજ્યપાલ, ગૃહ રાજ્યમંત્રી, આરોગ્ય મંત્રી ઉપસ્થિત રહ્યા
  4. સાસંદ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો
  5. 5 લાખ યુનિટ બ્લડ એકત્ર કરવાનું લક્ષ્ય, 75 જેટલા દેશોમાં બ્લડ કેમ્પનું આયોજન

Ahmedabad : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75 મો જન્મદિવસ (PM Modi Birthday) છે. ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં બ્લડ ડોનેશન કેમ્પ (Blood Donation Camp) યોજીને ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદનાં નમો સ્ટેડિયમ (Namo Stadium) ખાતે પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત સાંસદ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા છે.

અંગદાન અને રક્તદાનની ક્યારેય તકતી ન હોય : CM ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ (PM Modi Birthday) નિમિત્તે અમદાવાદના (Ahmedabad) નમો સ્ટેડિયમ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરીજનો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે બ્લડ ડોનેટ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) હાજરી આપી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રક્તદાનને મહાદાન માનવામાં આવે છે. અંગદાન અને રક્તદાનની ક્યારેય તકતી ન હોય. વડાપ્રધાન મોદીના સ્વસ્થ્ય જીવન સંકલ્પથી સૌ કોઈ યોગ-પ્રણાયમથી 'ફિટ ઇન્ડિયા'ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. આજના દિવસનાં સૌ કોઈ વિવિધ કાર્યક્રમમાં જોડાયા વિકસિત ભારતના સંકલ્પ સાથે સૌ આગળ વધીએ એવો સંકલ્પ કરીએ.

PM Modi એ પોતાનું જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Acharya Devvrat) કહ્યું કે, વડાપ્રધાન મોદીએ પોતાનું જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું છે. વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. તેમનાં નેતૃત્ત્વ હેઠળ અનેક વિકાસલક્ષી યોજનાઓથી ભારત પ્રગતિનાં સોપાન સર કરવા જઈ રહ્યું છે. રાજ્યપાલે જણાવ્યું કે, આજે 75 જેટલા દેશોમાં રકતદાનનું આયોજન કરાયું છે, જેમાં યુવા પેઢી જોડાઈ છે. રકતદાન એ સૌથી મોટું દાન છે. ભારતના પ્રધાનમંત્રીને ઉત્તમ સ્વાસ્થ્ય સાથે દેશસેવામાં જોડાયેલા રહે તે મંગલ કામના સાથે શુભકામનાઓ પાઠવું છું.

આ પણ વાંચો - Happy Birthday Modiji : ક્યારેય ચૂંટણી ન હારનાર નેતા Narendrabhai Modi ની કહાની

5 લાખ યુનિટ બ્લડ એકત્ર કરવાનું લક્ષ્ય : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ અમદાવાદ નમો સ્ટેડિયમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, તેમણે પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિવસે 5 લાખ યુનિટ બ્લડ એકત્ર કરવા આ કેમ્પ યોજાઈ રહ્યો છે. અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અને અલગ-અલગ 50 જેટલી સંસ્થાઓ એકસાથે મળીને સૌથી મોટો મેગા રક્તદાન કેમ્પ (Blood Donation Camp) યોજી રહી છે. તેમણે વધુ માહિતી આપતા કહ્યું કે, સવારે 7 થી સાંજ 7 એમ 12 કલાક દરમિયાન આ ડોનેશન કેમ્પ યોજશે. તેરાપંથ પરિષદ દ્વારા 7500 જગ્યાએ બ્લડ ડોનેટનાં કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, દેશના સૌથી લોકપ્રિય નેતાના જન્મદિવસ પર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી સેવાકીય કાર્યો થઈ રહ્યા છે.

આ પણ વાંચો - PM Modi 75th Birthday : એકસાથે ભારત અને 75થી વધુ દેશોમાં 7500થી વધુ રક્તદાન કેમ્પ

આગામી 15 દિવસ વિવિધ જગ્યાએ કાર્યક્રમોનું આયોજન : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) કહ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાનના જન્મદિવસે સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. દેશવાસીઓ ઉત્સાહથી વડાપ્રધાનના જન્મદિવસના કાર્યક્રમોમાં જોડાયા છે. વડાપ્રધાન મોદીના જન્મદિવસની લઇને આગામી 15 દિવસ સુધી સતત વિવિધ જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નમો સ્ટેડિયમ (Namo Stadium) ખાતે સૌથી મોટા બ્લડ ડોનેટ કેમ્પમાં લોકો જોડાયા છે. આ સાથે આરોગ્ય મંત્રીએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

આ પણ વાંચો - ગોંડલમાં SRP જવાન અપહરણ કેસમાં વધુ પાંચ આરોપી ઝડપાયા, એક આરોપી હજુ પણ ફરાર

Tags :
Acharya DevvratAkhil Bharatiya Terapanth Yuvak ParishadBlood Donation CampCM Bhupendra PatelGUJARAT FIRST NEWSHarsh SanghviNAMO StadiumPM MODI's birthdaypm narendra modiPMModi@75Rushikesh PatelTop Gujarati News
Next Article