PM Modi Gujarat Visit : ગાંધીનગરનાં રાજભવનમાં પીએમ મોદીનું રાત્રિ રોકાણ, રાજકીય બેઠકોની પણ શક્યતા
- PM મોદી આજે સાંજે 5.45 વાગે અમદાવાદ પહોંચ્યા (PM Modi Gujarat Visit)
- અમદાવાદ એરપોર્ટથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સભા સ્થળ સુધી PM મોદીનો રોડ શો યોજાયો
- ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે સભાને પીએમ મોદીએ સંબોધિત કરી
- બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી કરોડોનાં વિકાસકાર્યોની ભેટ આપી
PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ (25 અને 26 ઓગસ્ટ, 2025) ગુજરાત પ્રવાસે છે. PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટથી (Ahmedabad Airport) PM મોદી નિકોલમાં સભા સ્થળે પહોંચ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાયો. હરી દર્શન સર્કલથી યુનિયન બેંક ચાર રસ્તા, મેંગો સિનેમા ચાર રસ્તાથી નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે સભા સ્થળ સુધી આ રોડ શો (PM Modi Road Show) યોજાયો. ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને કુલ રૂ. 5477 કરોડનાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી. જે અંતર્ગત વડાપ્રધાન મોદી શહેરી વિકાસ વિભાગના ₹ 2548 કરોડ અને રેલવે વિભાગના રૂ. 1404 કરોડ, એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ (રૂ.1122 કરોડ), માર્ગ અને મકાન (રૂ.307 કરોડ) અને રેવન્યૂ વિભાગના (રૂ.96 કરોડ) પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત (ViksitBharatViksitGujarat) કર્યું. PM મોદી 7.30 વાગે નિકોલથી ગાંધીનગર રાજભવન જશે. ગાંધીનગર રાજભવન (Gandhinagar Raj Bhavan) ખાતે PM મોદી રાત્રિ રોકાણ કરશે.
આવતીકાલે હાંસલપુર જશે, સુઝુકીનાં બેટરી પ્લાન્ટ કાર્યક્રમમાં હાજરી આપશે
આવતીકાલે એટલે કે 26 મી ઓગસ્ટે સવારે 9.50 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) ગાંધીનગર રાજભવનથી હાંસલપુર જવા રવાના થશે. સવારે 10.30 કલાકથી 12 વાગ્યા સુધી સુઝુકીનાં બેટરી પ્લાન્ટ (Suzuki's Battery Plant) કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે. બપોરે 12.45 કલાકે પીએમ મોદી (Modiji) પરત અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
ગાંધીનગરમાં રાજભવનમાં પીએમ મોદી કરી શકે છે રાજકીય બેઠકો
August 25, 2025 8:05 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટુંક સમયમાં ગાંધીનગરમાં રાજભવન પહોંચશે. અહીં, પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે. માહિતી અનુસાર, રાજભવન ખાતે પ્રધાનમંત્રી રાજકીય બેઠકો કરી શકે છે. ગુજરાતની રાજકીય સ્થિતિ અંગે પ્રધાનમંત્રી બેઠક કરી શકે છે. ગુજરાત ભાજપના નેતાઓ સાથે બેઠક કરે તેવી શકયતાઓ છે. આવતી કાલે સવારે હાંસલપુર ખાતેનાં કાર્યક્રમમાં પહોંચશે.
સાબરમતી આશ્રમ વિશ્વ માટે શાંતિની સૌથી મોટી પ્રેરણાદાયી ભૂમિ બનશે : PM મોદી
August 25, 2025 8:00 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું તે સમયે સાબરમતી આશ્રમ પર કામ કરવા માંગતો હતો, પરંતુ કેન્દ્ર સરકાર અમારા પક્ષમાં નહોતી. કદાચ તે ગાંધીજીના પક્ષમાં પણ નહોતી. તેના કારણે, હું ક્યારેય તે કાર્યને આગળ વધારી શક્યો નહીં. પરંતુ તમે મને ત્યાં મોકલ્યો હોવાથી... જ્યારે સાબરમતી આશ્રમનું નવીનીકરણ કાર્ય પૂર્ણ થશે, ત્યારે આપણું સાબરમતી આશ્રમ વિશ્વ માટે શાંતિની સૌથી મોટી પ્રેરણાદાયી ભૂમિ બનશે. પીએમ મોદીએ કહ્યું કે, ઘણા વર્ષો પહેલા, અમે ગુજરાતમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે નવી સોસાયટીઓ બનાવવાનું કાર્ય હાથ ધર્યું હતું. છેલ્લા વર્ષોમાં, ગુજરાતમાં ઝૂંપડપટ્ટીની જગ્યાએ ઘરો બનાવવાના આવા ઘણા પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા છે અને આ અભિયાન અવિરતપણે ચાલુ છે, જેની કોઈએ કાળજી લીધી ન હતી, મોદી તેમની પૂજા કરે છે... અમારો સતત પ્રયાસ નવ-મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ બંનેને સશક્ત બનાવવાનો છે.
અમારી સરકાર શહેરમાં રહેતા ગરીબોને સન્માનજનક જીવન પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે : PM મોદી
August 25, 2025 7:48 pm
પીએમ મોદીએ કહ્યું કે, અમારી સરકાર શહેરમાં રહેતા ગરીબોને સન્માનજનક જીવન પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે. ગરીબો માટેના નવા ઘરો આનું જીવંત ઉદાહરણ બન્યા છે. આ વખતે, નવરાત્રિ અને દિવાળી દરમિયાન આ ઘરોમાં રહેતા લોકોની ખુશી વધુ વધશે. આ સાથે, પૂજ્ય બાપુને સાચી શ્રદ્ધાંજલિ તરીકે, બાપુના સાબરમતી આશ્રમનું નવીનીકરણ પણ થઈ રહ્યું છે...
ગુજરાતમાં લગભગ 3000 કિલોમીટર નવા રેલ ટ્રેક નાખવામાં આવ્યા : PM મોદી
August 25, 2025 7:46 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એક સમય હતો જ્યારે ફક્ત જૂની લાલ બસો જ દોડતી હતી. પરંતુ આજે BRTS જનમાર્ગ અને AC ઇલેક્ટ્રિક બસો અહીં નવી સુવિધાઓ પૂરી પાડી રહી છે. મેટ્રો રેલનો પણ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, અને તેનાથી અમદાવાદીઓ માટે મુસાફરીમાં સરળતા સુનિશ્ચિત થઈ છે. ગુજરાતના દરેક શહેરની આસપાસ એક મોટો ઔદ્યોગિક કોરિડોર છે. પરંતુ દસ વર્ષ પહેલા સુધી, બંદર અને આવા ઔદ્યોગિક ક્લસ્ટરો વચ્ચે સારી રેલ કનેક્ટિવિટીનો અભાવ હતો. જ્યારે તમે મને 2014 માં દિલ્હી મોકલ્યો, ત્યારે મેં ગુજરાતની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પણ કામ કરવાનું શરૂ કર્યું. અગિયાર વર્ષમાં, ગુજરાતમાં લગભગ 3000 કિલોમીટર નવા રેલ ટ્રેક નાખવામાં આવ્યા. ગુજરાતમાં રેલ્વેનું સમગ્ર નેટવર્ક વીજળીકૃત કરવામાં આવ્યું છે. આજે પણ, ગુજરાતને મળેલા રેલ્વે પ્રોજેક્ટ્સ ખેડૂતો, ઉદ્યોગો અને શ્રદ્ધાળુઓને લાભ આપશે. અમારી સરકાર શહેરમાં રહેતા ગરીબોને સન્માનજનક જીવન પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે...
વેપારીઓ ગર્વ સાથે બોર્ડ લગાવો કે મારા ત્યાં સ્વદેશી વસ્તુ મળે છે : PM મોદી
August 25, 2025 7:43 pm
વેપારીઓ ગર્વ સાથે બોર્ડ લગાવો કે મારા ત્યાં સ્વદેશી વસ્તુ મળે છે. તમે ક્વોલિટી સુધારો, કિંમત ઘટાડો લોકો તમારી પાસેથી જ આવશે. તેમણે કહ્યું કે, આ દેશે કોરોનામાં પોતાની વેક્સિન બનાવી દીધી. વિશ્વના દેશોમાં જઈને વેક્સિન પણ આપી.
વડોદરામાં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો વિકાસ પણ શરૂ થઈ ગયો છે PM મોદી
August 25, 2025 7:37 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું કે, "થોડા મહિના પહેલા, મને દાહોદની મુલાકાત લેવાની તક મળી હતી, જ્યાં અદ્યતન અને શક્તિશાળી ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનનું ઉત્પાદન થઈ રહ્યું છે. આજે, ગુજરાતે વધુ એક નોંધપાત્ર છલાંગ લગાવી છે કારણ કે અહીં ઉત્પાદિત મેટ્રો કોચ અન્ય દેશોમાં નિકાસ થઈ રહ્યા છે. વધુમાં, રાજ્ય કાર અને મોટરસાયકલના મોટા પાયે ઉત્પાદન માટે જાણીતું છે, જેમાં ભારતીય અને વૈશ્વિક કંપનીઓ બંને આ પ્રદેશમાં ફેક્ટરીઓ સ્થાપી રહી છે. અગાઉ, ગુજરાતે વિમાનના ઘટકોના ઉત્પાદનમાં સાહસ કર્યું હતું. હવે, વડોદરામાં, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો વિકાસ પણ શરૂ થઈ ગયો છે..."
સ્વદેશી અને મેક ઈન ઇન્ડિયા વસ્તુ ખરીદવા PM મોદીની અપીલ
August 25, 2025 7:34 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી અને મેક ઈન ઇન્ડિયા વસ્તુ ખરીદવા લોકોને અપીલ કરતા કહ્યું કે, દેશનો દરેક નાગરિક સ્વદેશીનો મંત્ર અપનાવે. તેમણે કહ્યું કે, આઝાદીનાં 100 વર્ષે ભારત વિકસિત દેશ હશે. ભારતને વિકસિત દેશ બનાવવા માટેનો મહત્ત્વનો રાજમાર્ગ સ્વદેશી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો કોલ્ડપ્લે કોન્સર્ટનો ઉલ્લેખ
August 25, 2025 7:29 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "થોડા મહિનાઓ પહેલા, અમદાવાદમાં આયોજિત કોલ્ડપ્લે કોન્સર્ટની ચર્ચા વિશ્વભરમાં થઈ હતી. 1 લાખ લોકોની બેઠક ક્ષમતા ધરાવતું અમદાવાદનું સ્ટેડિયમ આકર્ષણનું કેન્દ્ર છે. આ દર્શાવે છે કે અમદાવાદમાં મોટા કોન્સર્ટનું આયોજન કરી શકાય છે..."
અમદાવાદ હવે એક વર્લ્ડ હેરિટેજ સિટી બની ગયું છે : PM મોદી
August 25, 2025 7:27 pm
પીએમ મોદીએ કહ્યું કે, કાંકરિયા કાર્નિવલે અમદાવાદને નવી ઓળખ આપી છે. અમદાવાદ હવે એક વર્લ્ડ હેરિટેજ સિટી બની ગયું છે.
આજનું ભારત આતંકવાદીઓને છોડતું નથી. ઘરમાં ઘૂસીને મારે છે : PM મોદી
August 25, 2025 7:27 pm
પીએમ મોદીએ કહ્યું કે, એક સમય હતો જ્યારે ગુજરાત હુલ્લડમાં ભરડાયેલું હતું. એ સમયે કેન્દ્રની કોંગ્રેસ સરકાર કંઈ કરતી નહોતી. પરંતુ, આજે દુનિયાએ જોયું કે પહેલગામનો બદલો ભારતે કેવી રીતે લીધો. માત્ર 22 મિનિટમાં બધા ટાર્ગેટ પૂરા કરી દીધા. આજનું ભારત આતંકવાદીઓને છોડતું નથી. ઘરમાં ઘૂસીને મારે છે. ઓપરેશન સિંદુરથી વિશ્વએ ભારતીય સેનાની શક્તિ જોઈ.
આજે દુનિયાએ જોયું કે પહેલગામનો બદલો ભારતે કેવી રીતે લીધો : PM મોદી
August 25, 2025 7:27 pm
પીએમ મોદીએ કહ્યું કે, એક સમય હતો જ્યારે ગુજરાત હુલ્લડમાં ભરડાયેલું હતું. એ સમયે કેન્દ્રની કોંગ્રેસ સરકાર કંઈ કરતી નહોતી. પરંતુ, આજે દુનિયાએ જોયું કે પહેલગામનો બદલો ભારતે કેવી રીતે લીધો. માત્ર 22 મિનિટમાં બધા ટાર્ગેટ પૂરા કરી દીધા. આજનું ભારત આતંકવાદીઓને છોડતું નથી. ઘરમાં ઘૂસીને મારે છે.
વડાપ્રધાને સ્વચ્છતા પર મૂક્યો ભાર
August 25, 2025 7:23 pm
વડાપ્રધાને સ્વચ્છતા પર ભાર મૂકતા કહ્યું કે, સ્વચ્છતાને સ્વભાવ બનાવીએ તો જ ધાર્યું પરિણામ મેળવી શકીશું.
સાબરમતી આશ્રમનું નવીનીકરણ થશે ત્યારે દુનિયા જોતી રહેશે : PM મોદી
August 25, 2025 7:21 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસે ગાંધીન આશ્રમનાં નવીનીકરણમાં પણ રોઢા નાખ્યા. પરંતુ, સાબરમતી આશ્રમનું નવીનીકરણ થશે ત્યારે દુનિયા જોતી રહેશે.
દિવાળી પહેલા આપને ખુશીઓનું ડબલ બોનસ મળશે : PM મોદી
August 25, 2025 7:19 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર GST માં પણ રિફોર્મ કરી રહી છે. આથી, દિવાળી પહેલા આપને ખુશીઓનું ડબલ બોનસ મળશે.
ગુજરાતની શાંતિનાં પરિણામ તેના ઉદ્યોગમાં દેખાઈ રહ્યા છે : PM મોદી
August 25, 2025 7:15 pm
તેમણે કહ્યું કે, આજની યુવા પેઢીએ એ દિવસો નથી જોયા, જ્યારે અહીં હંમેશાં કરફ્યૂ રહેતો હતો. પરંતુ, હવે ગુજરાતની શાંતિનાં પરિણામ તેના ઉદ્યોગમાં દેખાઈ રહ્યા છે. દુનિયામાં 10 માંથી 9 ડાયમંડ ગુજરાતની ધરતી પરથી જાય છે. ગુજરાત હવે સેમિકન્ડક્ટર સેક્ટરમાં પણ મોટું નામ કરશે. ગુજરાત ગ્રીન એનર્જી, પેટ્રોકેમિકલ્સનું પણ નવું હબ બની રહ્યું છે.
વડાપ્રધાન મોદીનાં કોંગ્રેસ પર આકરા પ્રહાર
August 25, 2025 7:15 pm
કોંગ્રેસે બાપુની સ્વદેશી અને સ્વચ્છતાની નીતિને નેવે મુકી દીધી છે. તેમણે કહ્યું કે, ખેડૂતો, માછીમારો, પશુપાલકો માટે હાલ સરકાર ચિંતિત છે. બહેનોએ પશુપાલનને વધુ મજબૂત બનાવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, પ્રજાના હિત અમારા માટે સર્વોપરી છે.
PM મોદીનું સંબોધન શરૂ, ₹ 5477 કરોડનાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી
August 25, 2025 6:47 pm
'મોદી-મોદી' નાં નારા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'વટ પાડી દીધો આજે તમે તો...' કહી પોતાનું સંબોધન શરૂ કર્યું. પ્રજાનો ઉત્સાહ જોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખૂબ જ આનંદિત થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને કુલ ₹ 5477 કરોડનાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી છે.
PM Modi Gujarat Visit : નિકોલ સભા સ્થળ પહોંચ્યા વડાપ્રધાન, મોદી-મોદી નાં નારા લાગ્યા
August 25, 2025 6:21 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવ્ય રોડ શો બાદ નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે સભા સ્થળ પહોંચ્યા છે. જ્યાં વિશાળ જનમેદનીએ 'મોદી-મોદી' નાં નારા લગાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ પણ પ્રજાનું અભિવાદન ઝીલ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, મુખ્ય સચિવ, CP, મેયર, ધારાસભ્યો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે.
PM મોદીનું સ્વાગત કરવા માટે બાળકોમાં પણ અનેરો ઉત્સાહ
August 25, 2025 5:46 pm
PM મોદી માદરે વતન આવ્યા છે. ત્યારે તેમનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. ત્યારે નાના બાળકો પણ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવા માટે ઘણા આતુર જોવા મળ્યા છે. સ્કૂલ યુનિફોર્મમાં બેંડ અને વિવિધ બેનરો લઈને બાળકો પહોંચ્યા છે.
PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન
August 25, 2025 5:28 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત મુખ્ય સચિવ પંકજ જોશી, શહેર પોલીસ કમિશનર તથા મેયર સહિતના અગ્રણીઓએ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યુ. પીએમ મોદી એરપોર્ટથી સીધા સભા સ્થળે પહોંચશે. હરીદર્શન ચાર રસ્તાથી પીએમ મોદીનો રોડ શો યોજાશે. ત્યાર બાદ નિકોલ ખાતે જાહેર સભામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.
વડાપ્રધાન મોદીના રોડ શોને લઈને લોકોમાં ભારે ઉત્સાહ
August 25, 2025 5:16 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હરિદર્શન ચાર રસ્તાથી નિકોલનાં ખોડલધામ ગ્રાઉન્ડ સુધી ભવ્ય રોડ શો યોજાશે. આથી, પીએમ મોદીનું સ્વાગત કરવા માટે યુનિયન બેન્ક ચાર રસ્તા પર પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. વડાપ્રધાનનું સ્વાગત કરવા સૂચક બેનર પોસ્ટરો સાથે લોકો જોડાયા છે. સ્કૂલના બાળકો એનસીસી કેડેટ્સ સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે.
પીએમ મોદીના સ્વાગત માટે વિશાળ જનમેદની ઉમટી
August 25, 2025 4:39 pm
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તેમના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સભા સ્થળ સુધી ભવ્ય રોડ શો રૂટ પર કલાકો પહેલાથી જ લોકો એકઠ્ઠા થયા છે. લોકોએ 'વોકલ પર લોકલ', 'સ્વદેશી અપનાવો' સહિતનાં વિવિધ બેનરો સાથે જોવા મળી રહ્યા છે.