સુરક્ષા અને વ્યવસ્થાને લઈ પોલીસ તંત્રને એલર્ટ પર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં તા. 11 અને 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, નીતિનિર્માતાઓ અને રોકાણકારો ભાગ લેશે. વડાપ્રધાન રાજકોટ પહોંચશે ત્યારે શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈ પોલીસ તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
PM Modi Gujarat Visit: 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ આવશે
PM મોદી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ આવશે. જેમાં PMના પ્રવાસને લઈને ગીર સોમનાથ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ છે. સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે. જેમાં 108 અશ્વો વચ્ચે PM મોદીને સ્વાભિમાન યાત્રા પણ યોજાશે.PM મોદીની આગળ અને પાછળ અશ્વો રહેશે.સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર 2 કિમી લાંબો ભવ્ય રોડ શો યોજાશે. શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી સ્વાભિમાન યાત્રા યોજાશે. સ્વાભિમાન યાત્રાનું સમાપન સદભાવના ગ્રાઉન્ડ ખાતે થશે. સદભાવના ગ્રાઉન્ડ ખાતે PM મોદી જાહેરસભાને સંબોધશે.
PM મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ તેજ થઇ
PM મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ તેજ થઇ છે. જેમાં વડાપ્રધાન મોદી ગાંધીનગર મેટ્રોમાં સવારી કરશે. મહાત્મા મંદિર સુધી મેટ્રોમાં વડાપ્રધાન સવારી કરશે. PM મોદીના આગમન પહેલા તૈયારીઓ તેજ કરાઈ છે. તેમજ મંત્રીમંડળની તાજેતરમાં યોજાયેલી સાપ્તાહિક બેઠકમાં વડાપ્રધાનની મુલાકાત અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં યોજાનારી રિજનલ વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદી સાથે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ હાજરી આપશે. આથી કોન્ફરન્સને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ મહત્વ પ્રાપ્ત થયું છે.
વડાપ્રધાન પ્રવાસના બીજા દિવસે અમદાવાદ પહોંચશે
વડાપ્રધાન પોતાના પ્રવાસના બીજા દિવસે અમદાવાદ પહોંચશે, જ્યાં તેઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ઉત્તરાયણ પર્વના માહોલમાં વડાપ્રધાનની હાજરીને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ છે.
આ પણ વાંચો: Gujarat Cold: હવામાન વિભાગે કરી હાડ થીજવતી ઠંડીની આગાહી