PM Modi Gujarat visit : PM મોદી આજે ગુજરાતમાં, સાણંદમાં સેમિકંડક્ટરના નવા પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
- પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM Modi) ગુજરાતના પ્રવાસે (Gujarat visit)
- PM મોદીના નેતૃત્વમાં ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે (Semiconductor Revolution) ક્રાંતિ
- સાણંદ (sanand) માં માઇક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર
- આજે PM મોદી માઇક્રોનના ATMP પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
- સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં ઐતિહાસિક સીમાચિહ્નરૂપ
- પ્રથમ મેડ-ઇન-ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું ઉત્પાદન
PM Modi Gujarat visit : ભારતને ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence - AI) ક્ષેત્રે વિશ્વગુરુ બનાવવાના વિઝન સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Modi) આજે ગુજરાતની મુલાકાતે (Gujarat visit) છે. આ મુલાકાત દરમિયાન તેઓ સાણંદ (sanand)માં ઐતિહાસિક સેમિકન્ડક્ટર પ્લાન્ટ (Semiconductor Revolution) નું ઉદ્ઘાટન કરીને દેશના આઈટી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત કરાવશે. આ પ્રોજેક્ટ માત્ર ગુજરાત (Gujarat) માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે આર્થિક અને વ્યૂહાત્મક (Strategic) દ્રષ્ટિએ અત્યંત મહત્વનો સાબિત થશે.
PM મોદી (PM Modi) નો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ
- બપોરે 2.30 કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર આગમન થશે.
- બપોરે 2.35 કલાકે એરપોર્ટથી તેઓ સીધા હેલિકોપ્ટર (Helicopter) મારફતે સાણંદ જવા રવાના થશે.
- બપોરે 2.55 કલાકે પીએમ મોદી સાણંદ પહોંચશે અને કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહેશે.
- ઉદ્ઘાટન બાદ તેઓ પ્લાન્ટની મુલાકાત લઈને ટેકનોલોજી અને કાર્યપ્રણાલીનું નિરીક્ષણ કરશે.
- કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ અમદાવાદ પરત ફરી દિલ્હી (Delhi) જવા રવાના થશે.
PM મોદીનો ગુજરાત પ્રવાસ | Gujarat First @narendramodi @PMOIndia #MicronTechnology #MicronIndia #SemiconductorRevolution #SemiconductorIndia #MakeInIndia #MadeInIndia #DigitalIndia #Sanand #Gujarat #gujaratfirst pic.twitter.com/wl2ADtdTcg
— Gujarat First (@GujaratFirst) February 28, 2026
માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટની વિશેષતાઓ
- સાણંદમાં કાર્યરત થનારી આ સુવિધા 'માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ' (Micron Semiconductor Technology India Pvt Ltd) દ્વારા સ્થાપિત કરવામાં આવી છે.
- આ પ્રોજેક્ટ અંદાજે રૂ. 22,500 કરોડથી વધુના ખર્ચ (Total Expenditure) સાથે સાકાર થયો છે.
- અહીં સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ (Assembly, Test, and Packaging - ATMP) સુવિધા ઉપલબ્ધ છે.
- આ પ્લાન્ટ 5 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું ક્લીનરૂમ (Cleanroom Space) ધરાવે છે, જે વિશ્વના સૌથી મોટા રેઝ્ડ-ફ્લોર ક્લીનરૂમ્સમાંનું એક છે.
ભારતની પ્રથમ 'મેડ-ઇન-ઇન્ડિયા' ચિપ
આ પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે જ ભારતમાં બનેલા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સ (Memory Modules) નું વ્યાવસાયિક ઉત્પાદન (Commercial Production) શરૂ થશે. આ ઉત્પાદનોનું વૈશ્વિક બજારોમાં શિપમેન્ટ (Shipment) પણ કરવામાં આવશે, જે ભારતની આયાત નિર્ભરતા ઘટાડશે.
ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ સફળતા
આ પ્રોજેક્ટ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (India Semiconductor Mission) હેઠળ મંજૂર કરાયેલ પ્રથમ દરખાસ્ત હતી. સપ્ટેમ્બર 2023માં થયેલા ભૂમિપૂજન (Groundbreaking Ceremony) બાદ રેકોર્ડબ્રેક સમયમાં આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જે સરકારની ઝડપી અમલીકરણની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
PM મોદીના નેતૃત્વમાં ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ક્રાંતિ
સાણંદમાં માઇક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર
આજે PM મોદી માઇક્રોનના ATMP પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં ઐતિહાસિક સીમાચિહ્નરૂપ
પ્રથમ મેડ-ઇન-ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું ઉત્પાદન… pic.twitter.com/0VQIae3zDY— Gujarat First (@GujaratFirst) February 28, 2026
વૈશ્વિક માંગ અને આત્મનિર્ભર ભારત
આ સુવિધા હાઇ-પરફોર્મન્સ કોમ્પ્યુટીંગ (High-Performance Computing) અને AI માટે જરૂરી મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સ (Storage Solutions) પૂરા પાડશે. આ પ્લાન્ટ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી (Dynamic Random Access Memory - DRAM) અને NAND સેમિકન્ડક્ટર વેફર્સને ફિનિશ્ડ પ્રોડક્ટ્સમાં રૂપાંતરિત કરશે.
હજારો રોજગારીની તકો ઉભી કરશે
સાણંદમાં આ પ્લાન્ટની સ્થાપના એ ભારતના ઉભરતા ટેકનોલોજીકલ પાવરહાઉસ (Powerhouse) હોવાનો પુરાવો છે. વડાપ્રધાનના 'આત્મનિર્ભર ભારત' (Self-Reliant India) ના વિઝન હેઠળ આ પ્રોજેક્ટ હજારો રોજગારીની તકો ઉભી કરશે અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતને વિશ્વસનીય વૈશ્વિક સપ્લાય ચેઈન પાર્ટનર બનાવશે.
આ પણ વાંચો : Gujarat News: આજે 28 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?


