Ahmedabad Plane Crash : PM મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉ. પી. કે. મિશ્રાએ દુર્ઘટના સ્થળે રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી
- ડૉ. પી. કે. મિશ્રા સિવિલ હોસ્પિટલમાં પીડિતો અને પરિવારોને મળ્યા (Ahmedabad Plane Crash)
- ડૉ. પી. કે. મિશ્રાએ અધિકારીઓને પીડિતોની ઓળખ પ્રક્રિયા ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો
- સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરી, AAIB-AAI નાં અધિકારીઓ સાથે ચર્ચા કરી
Ahmedabad Plane Crash : પ્રધાનમંત્રીનાં પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉ. પી. કે. મિશ્રાએ (Dr. P. K. Mishra) તાજેતરમાં થયેલા વિમાન દુર્ઘટના પછીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે આજે અમદાવાદની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) ઝડપી રાહત, સંપૂર્ણ તપાસ અને પીડિતો અને તેમના પરિવારોને વ્યાપક સહાય સુનિશ્ચિત કરવાના નિર્દેશોને વધુ મજબૂત બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : અત્યાર સુધી આટલા DNA થયા મેચ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી
બીજે મેડિકલ કોલેજ નજીક ઘટના સ્થળની મુલાકાત લીધી
ડો. પી.કે. મિશ્રાએ મેઘાણીનગર સ્થિત બી.જે. મેડિકલ કોલેજ (B.J. Medical College) નજીક અકસ્માત સ્થળની સમીક્ષા કરી, જ્યાં રાજ્ય સરકાર, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓએ તેમને ઘટનાઓના ક્રમ અને તાત્કાલિક પ્રતિભાવ પગલાં વિશે માહિતી આપી હતી.
શોકગ્રસ્ત પરિવારોને મળ્યા, સંપૂર્ણ સહાય પૂરી પાડવા અધિકારીઓને નિર્દેશ આપ્યો
અમદાવાદની સિવિલ હોસ્પિટલની (Civil Hospital) મુલાકાત દરમિયાન, ડૉ. મિશ્રાએ શોકગ્રસ્ત પરિવારોને મળ્યા, DNA નમૂના મેચિંગનું અવલોકન કર્યું અને અધિકારીઓને સંપૂર્ણ સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો હતો, જેથી એક સરળ અને કરુણાપૂર્ણ પ્રક્રિયા સુનિશ્ચિત થાય. તેમણે ઘાયલ પીડિતો સાથે પણ વાતચીત કરી હતી. હોસ્પિટલનાં અધિકારીઓને તેમની તબીબી સારવાર અને સ્વસ્થતાને પ્રાથમિકતા આપવા સૂચના આપી હતી.
PK Mishra, Principal Secretary to @PMOIndia, visits the plane crash site in Ahmedabad and reviews the ongoing operations. pic.twitter.com/fBQ98M9xT1
— All India Radio News (@airnewsalerts) June 15, 2025
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : આવતીકાલે એક દિવસીય રાજકીય શોક, રાજકોટમાં આ માર્ગ રહેશે બંધ, વાંચો વિગત
સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરી
ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે, ડૉ. મિશ્રાએ DNA નમૂના લેવાના પ્રયાસોની સમીક્ષા કરી અને વૈજ્ઞાનિક ચોકસાઈ જાળવી રાખીને ઝડપથી ઓળખ પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અમદાવાદનાં સર્કિટ હાઉસ (Circuit House) ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા, ડૉ. મિશ્રાએ (Dr. P. K. Mishra) કેન્દ્ર અને રાજ્ય સરકારો, AAIB અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના (Airport Authority of India) વરિષ્ઠ અધિકારીઓ સાથે ચાલુ રાહત, બચાવ અને તપાસ પ્રયાસોની ચર્ચા કરી હતી. AAIB એ વિગતવાર તપાસ શરૂ કરી છે અને વિમાન અમેરિકન બનાવટનું હોવાથી યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) પણ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ હેઠળ સમાંતર તપાસ કરી રહ્યું છે. અધિકારીઓએ પુષ્ટિ આપી કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) અને કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) શોધી કાઢવામાં આવ્યા છે અને સુરક્ષિત કરવામાં આવ્યા છે.
PMO ના અધિકારીઓ પણ હાજર હતા
ડૉ. મિશ્રાએ પીડિતોના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવા અને સંકળાયેલી તમામ એજન્સીઓમાં સંકલિત પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. મુખ્ય સચિવની સાથે પીએમઓના અધિકારીઓ તરુણ કપૂર, પ્રધાનમંત્રીનાં સલાહકાર અને મંગેશ ઘિલડિયાલ, નાયબ સચિવ, પીએમઓ પણ હતા.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : આવતીકાલે એક દિવસનો રાજકીય શોક, રાજકોટમાં આ માર્ગ રહેશે બંધ