ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સ્વજનો સહિત 12 લોકોની હત્યા કરનારા તાંત્રિકને પકડનારી પોલીસ ટીમને ઈનામ, Home Department એ લાખોના રોકડ પુરસ્કારની આપી મંજૂરી

તાંત્રિક સહિતના આરોપીઓ તેમજ માનવ કંકાલ શોધી કાઢવામાં અન્ય જિલ્લા પોલીસને મદદરૂપ થનારી પોલીસ ટીમને 4.15 લાખના રોકડ પુરસ્કાર આપવા Gujarat Home Department એ મંજૂરી આપી છે.
03:22 PM Sep 06, 2025 IST | Bankim Patel
તાંત્રિક સહિતના આરોપીઓ તેમજ માનવ કંકાલ શોધી કાઢવામાં અન્ય જિલ્લા પોલીસને મદદરૂપ થનારી પોલીસ ટીમને 4.15 લાખના રોકડ પુરસ્કાર આપવા Gujarat Home Department એ મંજૂરી આપી છે.
Serial_Killer_Tantrik_Navalsinh_Chavda_Sarkhej_Police_Station_Ahmedabad_Home_Department_Gujarat_First

Home Department : વૉન્ટેડ આતંકીઓ, અપરાધીઓ, ડ્રગ્સ માફિયા તેમજ બુટલેગરને પકડવા માટે જરૂરી માહિતી મેળવવા Gujarat Police અનેક વખત રોકડ પુરસ્કારની જાહેરાત કરતી હોય છે. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને પણ નોંધપાત્ર કામગીરી માટે જિલ્લા/શહેર પોલીસના વડા અથવા DGP Gujarat ઈનામ આપતા હોય છે. ડિસેમ્બર-2024માં અમદાવાદની સરખેજ પોલીસ ટીમ (Sarkhej Police Team) તેમજ ડીસીપી સ્કવૉડે તાંત્રિક નવલસિંહ ચાવડાને પકડી એક ડઝન હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. તાંત્રિક સહિતના આરોપીઓ તેમજ માનવ કંકાલ શોધી કાઢવામાં અન્ય જિલ્લા પોલીસને મદદરૂપ થનારી પોલીસ ટીમને 4.15 લાખના રોકડ પુરસ્કાર આપવા Gujarat Home Department એ મંજૂરી આપી છે.

Home Department પાસે કેમ મંજૂરી લેવી પડી ?

ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં એસપીથી લઈને DGP Gujarat સુધીના અધિકારીઓ દ્વારા અપાતા રોકડ પુરસ્કારની એક ચોક્કસ મર્યાદા નક્કી કરી છે. 20 હજારથી કોઈ પોલીસ અધિકારી/કર્મચારીએ નોંધપાત્ર અથવા અતિ વિશિષ્ટ કામગીરી કરી હોય તો પોલીસ બેડાને પ્રોત્સાહન આપવા મોટી રકમના રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. NDPS તેમજ કુખ્યાત આરોપીને પકડી પાડનારી પોલીસ ટીમને ભૂતકાળમાં લાખો રૂપિયાના રોકડ ઈનામ અપાઈ ચૂક્યાં છે. જિલ્લા/શહેરના પોલીસ વડા કોઈ પોલીસ અધિકારી અથવા ટીમને મોટી રકમનું ઈનામ આપવા ઇચ્છે તો તેમણે રાજ્ય પોલીસ વડાને દરખાસ્ત મોકલવાની હોય છે અને એ દરખાસ્ત પર Home Department મંજૂરીની મહોર મારે છે.

Home Department એ કોને કેટલું રોકડ ઈનામ મંજૂર કર્યું ?

અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન (Sarkhej Police Station) ના કિસ્સામાં 6.15 લાખના રોકડ પુરસ્કાર આપવા માટેની ભલામણ ગત ઑગસ્ટ મહિનામાં ગૃહ વિભાગને કરાઈ હતી. જે ભલામણના આધારે કુલ 4.15 લાખ સુધીના રોકડ પુરસ્કાર Gujarat Home Department એ મંજૂર કર્યા છે. જેમાં DCP Shivam Verma ને પ્રશસ્તિ પત્ર, સરખેજના તત્કાલીન PI R K Dhuliya ને 1 લાખ, તત્કાલીન પીએસઆઈ અને હાલ PI Y P Jadeja ને 75 હજાર અને પીએસઆઈ વિજય એચ. શર્મા (PSI V H Sharma) તેમજ એએસઆઈ બહાદુરસિંહ દિપસિંહને 50-50 હજાર રોકડ ઈનામ જાહેર કર્યા છે. હાલ પીએસઆઈ હિરલભાઈ રમણભાઈ, કૉન્સ્ટેબલ જયરાજદાન કિરીટદાનને 50-50 હજાર, કૉન્સ્ટેબલ મયુરસિંહ પ્રવિણસિંહને 20 હજાર અને કૉન્સ્ટેબલ ઈરફાન કાસમભાઈ તથા શિવસંગ ગુલાબસિંહને 10-10 હજાર રોકડ પુરસ્કાર અપાશે.

બાર-બાર હત્યા કરનારાનો સાથીદારે ભાંડો ફોડ્યો

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો વતની નવલસિંહ ચાવડા મસાણી મેલડીના ભૂવા તરીકે ઓળખતો હતો. વર્ષ 2028-19માં ઉજ્જૈનના એક તાંત્રિક પાસેથી એક જીવલેણ ફૉર્મ્યુલા મેળવી હતી. સોડિયમ નાઈટ્રેટને કોઈ પ્રવાહીમાં ભેaળવીને પીવડાવવામાં આવે તો તે વ્યક્તિ હાર્ટઍટેકથી મૃત્યુ પામે છે. સરખેજ પોલીસને ડિસેમ્બર-2024ની શરૂઆતમાં જીગર ગોહિલ નામના એક શખ્સે નવલસિંહની પાપલીલાઓની જાણકારી આપી હતી. નવલસિંહના ડ્રાઈવર તરીકે કામ કરતા જીગર ગોહિલનો પરિચય અભિજીતસિંહ રાજપૂત નામના વ્યક્તિ સાથે થયો હતો. ત્રણ ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપીને તાંત્રિક નવલસિંહે અભિજીતસિંહને ફસાવ્યા હતા અને તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. આ મામલો સરખેજ પોલીસ પાસે પહોંચતા વાત ડીસીપી શિવમ વર્મા સુધી પણ પહોંચી હતી. પોલીસે એક છટકું ગોઠવીને નવલસિંહને આબાદ ઝડપી પાડ્યો તે પછી તેણે રાજકોટના પડધરી, કચ્છ તેમજ સ્વજનોની હત્યાની કબૂલાત કરતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. મહત્વની વાત એ હતી કે, મોટાભાગના કિસ્સાઓમાં અકસ્માત મોત અથવા આપઘાત હેઠળ પોલીસ ચોપડે નોંધ થતી હોવાથી તાંત્રિક નવલસિંહ આબાદ બચી જતો. અત્રે નોંધનીય છે કે, સરખેજ પોલીસની કસ્ટડી દરમિયાન નવલસિંહ ચાવડાને ઊલટી થતાં તેને હૉસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. નવલસિંહને હત્યાઓમાં સાથ આપનારી તેની પત્ની, જીગર સહિત અન્ય મદદગારોની જુદાજુદા જિલ્લાઓમાં પોલીસે ધરપકડ કરી હતી અને હાલ તે તમામ આરોપીઓ જેલમાં છે.

આ પણ વાંચો :  PI Taral Bhatt : માધવપુરા સટ્ટાકાંડની તપાસ નિર્લિપ્ત રાયને સોંપાતા મોટાગજાના બુકીઓ ભેરવાયા, સૂત્રધાર હર્ષિત જૈનની ધરપકડ

Tags :
Bankim PatelDCP Shivam VermaDGP GujaratGujarat FirstGujarat Home DepartmentPI R K DhuliyaPI Y P JadejaPSI V H SharmaSarkhej Police StationSarkhej Police Team
Next Article