પરિણામો પહેલા રાજકિય પાર્ટીઓએ ફટાકડા ખરીદવાના શરૂ કર્યાં, દિવાળી બાદ ફટાકડા માર્કેટમાં ફરી તેજી
આવતીકાલે ચૂંટણીના પરિણામો આવવા જઈ રહ્યા છે ત્યારે ચૂંટણીના પરિણામો (Election results)પહેલા તૈયારીના ભાગરૂપે પોલિટિકલ પાર્ટીઓ (Political parties)દ્વારા ફટાકડા ખરીદવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે આમ તો હાલ લગ્નની સિઝન ચાલી રહી છે એટલે ફટાકડાનું માર્કેટ જોવા મળી રહ્યું છે પરંતુ ચૂંટણીના પરિણામોને કારણે ફટાકડાના વેચાણમાં 30 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે જે કોઈ પણ ઉમેદવાર જીતે એ પોતાના જીતની ઉજવ
01:38 PM Dec 07, 2022 IST
|
Vipul Pandya
આવતીકાલે ચૂંટણીના પરિણામો આવવા જઈ રહ્યા છે ત્યારે ચૂંટણીના પરિણામો (Election results)પહેલા તૈયારીના ભાગરૂપે પોલિટિકલ પાર્ટીઓ (Political parties)દ્વારા ફટાકડા ખરીદવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે આમ તો હાલ લગ્નની સિઝન ચાલી રહી છે એટલે ફટાકડાનું માર્કેટ જોવા મળી રહ્યું છે પરંતુ ચૂંટણીના પરિણામોને કારણે ફટાકડાના વેચાણમાં 30 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે જે કોઈ પણ ઉમેદવાર જીતે એ પોતાના જીતની ઉજવણી ફટાકડા ફોડીને કરતા હોય છે તેથી ફટાકડા માર્કેટમાં હાલ તેજી જોવા મળી રહી છે.
કેટલાક ઉમેદવારોની જીત નિશ્ચિત હોય તેમના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડાના ઓર્ડરો પણ આપી દીધા હોવાનું સામે આવી રહ્યું છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડાઓની દુકાને જઈને ફટાકડા ખરીદવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પોલિટિકલ પાર્ટીઓ દ્વારા પરિણામો દિવસે આવવાના હોવાથી દિવસમાં ફોડી શકાય એવા ફટાકડાઓની ડિમાન્ડ કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને રીબીન પટ્ટી બોમ 10,000 ની લર જેવા ફટાકડા ઓર હાલ ડિમાન્ડમાં જોવા મળી રહ્યા છે.
આમ તો ચૂંટણીના પરિણામ સમયે રાજકીય પાર્ટીઓ દ્વારા ફટાકડાઓની માંગ કરવામાં આવતી હોય છે એક ઉમેદવાર તરફથી આશરે 10,000 થી લઈને 50,000 સુધીના ફટાકડાઓ વિજય ઉત્સવમાં ફોડવામાં આવે છે જ્યારે પણ ચૂંટણીના પરિણામો આવતા હોય છે ત્યારે ફટાકડાના માર્કેટમાં 30 થી 40% જેટલો ઉછાળો જોવા મળે છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article