Pravin Ram નો Gujarat First સાથે ખાસ સંવાદ: રાજુ કરપડાને લઈ કહી આ મોટી વાત!
- Pravin Ram Interview: પ્રવિણભાઈ રામનો Gujarat First સાથે ખાસ સંવાદ
- પ્રવિણભાઈ રામે દિલ ખોલીને કરી વાત
- "કડદાકાંડ બાદ ખેડૂતો માટે કોણ લડી શકે એ બધાએ જોયું"
Pravin Ram Interview: આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના ગુજરાત પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવિણભાઈ રામે (Pravinbhai Ram) ‘ગુજરાત ફર્સ્ટ’ સાથેની વાતચીતમાં અનેક મુદ્દાઓ પર મન મૂકીને વાત કરી. કડદાકાંડ (Kadadakand) બાદ સર્જાયેલી પરિસ્થિતિ અને તેમના જેલવાસ દરમિયાનના અનુભવો વિશે તેમણે પ્રથમ વખત આટલી સ્પષ્ટતાથી પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. સાથે પાર્ટીમાંથી રાજીનામુ આપી ચૂકેલા રાજુભાઈ કરપડા અંગે વાત કરી હતી.
Pravin Ram Interview: ખેડૂતોના અધિકાર અને સંઘર્ષની વાત
વાતચીત દરમિયાન પ્રવિણભાઈ રામે જણાવ્યું હતું કે, "કડદાકાંડ બાદ ખેડૂતો (Farmers) માટે કોણ સાચા અર્થમાં લડી શકે છે અને કોણ મેદાનમાં અડગ રહી શકે છે, તે આખા ગુજરાતે (Gujarat) જોયું છે." તેમણે ઉમેર્યું કે આંદોલન દરમિયાન ખેડૂતો પર જે લાઠીચાર્જ થયો અને તેમને જે રીતે માર મારવામાં આવ્યો, તેનું મને વ્યક્તિગત રીતે ખૂબ જ દુઃખ છે. ખેડૂતોના હિત માટે જેલ જવું પડે તો તે મારા માટે ગૌરવની વાત છે.
108 દિવસનો જેલવાસ: એક પરિવર્તન
પોતાના 108 દિવસના જેલવાસ (Jail Term) વિશે વાત કરતા પ્રવિણભાઈ રામે એક સકારાત્મક અભિગમ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, "108 દિવસ જેલમાં રહીને ઘણા લોકોની વિચારધારા બદલાઈ ગઈ છે અને તેઓ સુધરી ગયા છે. જેલમાં મને ગુમાવવા કરતા મળ્યું ઘણું વધારે છે." તેમણે હસતા મુખે ઉમેર્યું કે, "જેણે મને જેલમાં મોકલ્યો છે, તેનો હું ખૂબ ખૂબ આભાર (Thanks) માનું છું, કારણ કે આ સમયગાળાએ મને વધુ મજબૂત બનાવ્યો છે."
Pravin Ram Interview: રાજુભાઈ કરપડાના સાથેનો વિવાદ!
સંવાદમાં રાજુભાઈ કરપડા (Rajubhai Karpada) અંગે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પ્રવિણભાઈ રામે સ્પષ્ટતા કરતા કહ્યું કે, "રાજુભાઈએ જે વકીલો (Advocates) ના નામ સૂચવ્યા હતા, તે જ વકીલોની નિમણૂક કરી હતી." તેમણે વધુમાં ટકોર કરતા જણાવ્યું કે, "રાજુભાઈએ એ ન ભૂલવું જોઈએ કે તેઓ આંદોલનની દુનિયામાં આવ્યા તે પહેલાથી હું જનહિતના આંદોલનો (Protests) કરી રહ્યો છું. અનુભવની દ્રષ્ટિએ હું ઘણો જૂનો છું."
'રાજુભાઈ જે નિર્ણય લીધો તે તેમને મુબારક'
રાજુભાઈ કરપડાના પાર્ટી છોડવાના નિર્ણય પર કહ્યું હું નહિં નથી માનતો પણ પોતે રાજુભાઈ માનતા હશે કે નિર્ણય ખોટો છે. કારણે તેમને પોતાને જ ખબર હતી કે હવે ગુજરાતના ખેડૂતો છે તે આવકારવાના છે. ખેડૂતો આટલો પ્રેમ આપવાના હોય તો કોણે ન ગમે! જેથી મારા કરતાં હવે રાજુભાઈને વધુ સમસ્યાઓ હશે. વધુમાં કહ્યું રાજુભાઈ જે નિર્ણય લીધો તે તેમને મુબારક. તેઓ કોંગ્રેસ કે ભાજપમાં જાય પણ ખેડૂતો માટે પહેલાની જેમ ગર્જના કરતાં દેખાઈ તો અમને સારુ લાગે. પ્રવિણભાઈ રામે વધુમાં કહ્યું AAP પાર્ટી 'ટ્રેડ હટાવો કિસાન બચાવો' અભિયાન પણ કરવા પણ જઈ રહી છે. અભિયાન અંતર્ગત આવેદનો અપાશે.
2027ની ચૂંટણી અને ભવિષ્યની રણનીતિ
આગામી વિધાનસભા ચૂંટણી (Assembly Election 2027) અંગેના સવાલના જવાબમાં પ્રવિણભાઈ રામે જનતા પર નિર્ણય છોડ્યો હતો. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, "2027માં ગુજરાતના લોકો મને જ્યાંથી કહેશે, ત્યાંથી હું ચૂંટણી લડીશ." તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનું લક્ષ્ય સત્તા મેળવવા કરતાં લોકોની સેવા કરવાનું અને અન્યાય સામે લડવાનું છે.
આ પણ વાંચોઃ MLA ગોપાલભાઈ ઈટાલિયા પર કરેલા આક્ષેપનો Pravin Ram નો સણસણતો જવાબ!
આ પણ વાંચોઃ Gandhinagar: "રાજયના 3-3 કલેક્ટરો સામે તપાસ કરવી પડે છે" કોંગ્રેસ MLA શૈલેષ પરમારનું નિવેદન


