ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Board Exam: અમદાવાદ શહેર અને જિલ્લાની શાળાઓમાં આજથી પ્રિ-બોર્ડ પરીક્ષાની શરૂઆત થઈ

Board Exam: ગુજરાતમાં થોડા સમયમાં હવે બોર્ડની પરીક્ષાઓ થઈ રહીં છે. જેને લઈને વિદ્યાર્થીઓ તાડમાર તૈયારીઓ પણ કરી રહ્યાં છે.
11:44 AM Jan 18, 2025 IST | VIMAL PRAJAPATI
Board Exam: ગુજરાતમાં થોડા સમયમાં હવે બોર્ડની પરીક્ષાઓ થઈ રહીં છે. જેને લઈને વિદ્યાર્થીઓ તાડમાર તૈયારીઓ પણ કરી રહ્યાં છે.
Board Exam
  1. 27 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની છે
  2. બોર્ડ પરીક્ષાના માહોલથી વાકેફ કરવા માટે પરીક્ષાનું આયોજન
  3. આબેહૂબ પ્રિ બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે

Board Exam: ગુજરાતમાં થોડા સમયમાં હવે બોર્ડની પરીક્ષાઓ થઈ રહીં છે. જેને લઈને વિદ્યાર્થીઓ તાડમાર તૈયારીઓ પણ કરી રહ્યાં છે. આગામી 27 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની છે. જે પહેલા વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાના માહોલથી વાકેફ થાય તે હેતુથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. પ્રિ-બોર્ડ પરીક્ષાની ખાસિયત એ છે કે, જે રીતે બોર્ડની પરીક્ષા લેવામાં આવતી હોય છે, ઠીક એ જ પ્રકારે પ્રશ્નપત્ર ઉત્તરવહી, બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર , સ્ટ્રોંગ રૂમ અને સ્કોડ દ્વારા તપાસ વગેરે જેવી વ્યવસ્થા કરીને આ પરીક્ષા લેવામાં આવતી હોય છે.

આ પણ વાંચો: SOG પોલીસે કફ સિરપની 397 બોટલ જપ્ત કરાઈ, ધાર્મિક બારૈયા નામના વ્યક્તિની ધરપકડ

600 થી વધારે શાળાના 42000 વિદ્યાર્થીઓ પ્રિ બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે

ટૂંકમાં જે રીતે બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે, એ જ રીતે આબેહૂબ પ્રિ બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે. અમદાવાદ શહેર Deo શહેરની 574 શાળા ના 48000 જેટલા વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર DEO કચેરી હસ્તગત 600 થી વધારે શાળાના 42000 વિદ્યાર્થીઓ પ્રિ બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે. ખાસ ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપવા છતાં વિદ્યાર્થીઓ પહેલી વાર જાહેર પરીક્ષાનો અનુભવ કરતા હોય છે.

આ પણ વાંચો: ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરાઈ ધરપકડ

DEO અધિકારીઓએ શાળામાં જઈને વિદ્યાર્થીઓને આવકાર્યા

નોંધનીય છે કે, વિદ્યાર્થીઓમાં ડર અને મૂંઝવણ હોય છે જેથી વિદ્યાર્થીઓ પ્રણવ મુક્ત અને ડર વિના બોર્ડની પરીક્ષા આપી શકે તે હેતુથી અગાઉથી તેમને બોર્ડ પરીક્ષાના માહોલ અંગે અનુભવ કરાવવા માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે પહેલો દિવસ હોવાથી શહેર અને ગ્રામ્ય એમ બંને DEO અધિકારીઓ એ શાળામાં જઈને વિદ્યાર્થીઓને આવકાર્યા હતાં. વિદ્યાર્થીઓએ પણ કચેરી દ્વારા કરવામાં આવતા આ પ્રયોગને આવકારી ગયા છે અને બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે તેમ જાણવી રહ્યાં છે.

અહેવાલઃ અર્પિત દરજી, અમદાવાદ

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહી, માવઠાની પણ શક્યતા

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Ahmedabad city and district schoolsAhmedabad city schoolsAhmedabad district schoolsAhmedabad Educational NewsEducational NewsGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsPre-Board ExamPre-Board Exam NewsPre-Board Exam Update
Next Article