Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી

Ahmedabad: નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘મને આ શો સાથે મજબૂત લગાવ છે, કારણ કે મેં મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેને વધતો જોયો છે.
ahmedabad  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી
Advertisement
  1. PM Modiએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર
  2. હજારોની સંખ્યામાં લોકો ફ્લાવર શો જોવા આવી રહ્યાં છે
  3. મને આ શો સાથે મજબૂત લગાવ છેઃ પીએમ મોદી

Ahmedabad: અમદાવાદમાં અત્યારે સાબરમતી નદીના કિનારે ઇન્ટરનેશનલ ફ્લાવર શો ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી હતી. અત્યારે ફ્લાવર શોમાં હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યાં છે. છેલ્લા ઘણાં વર્ષોથી આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો રસ પણ લેતા હોય છે. આ કાર્યક્રમના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખુબ જ વખાણ કર્યાં છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: 108 એમ્બ્યુલન્સમાં રેરેસ્ટ ઓફ ધ રેર કિસ્સો બન્યો, માત-બાળકને બચાવ્યા

Advertisement

ફ્લાવર શોને લઈને પીએ મોદીએ કેટલીક તસવીરો પણ શેર કરી

આ ફ્લાવર શો વિશે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘મને આ શો સાથે મજબૂત લગાવ છે, કારણ કે મેં મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેને વધતો જોયો છે. આવા શો કુદરતની સુંદરતાની ઉજવણી કરે છે અને ટકાઉપણું વિશે જાગૃતિને પ્રેરણા આપે છે.’ આ ફ્લાવર શોને લઈને પીએ મોદીએ કેટલીક તસવીરો પણ શેર કરી છે.

આ પણ વાંચો: Rajkot: છોડમાં રણછોડ નાદ સાથે દિકરીની સગાઈમાં આવતા દરેક મહેમાનના નામે એક વૃક્ષનો ઉછેર કરાશે

આ શો સાથેની પોતાની યાદોની પીએ મોદીએ તાજી કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની કેટલીક ઝલક અહીં છે. મને આ શો સાથે મજબૂત લગાવ છે, કારણ કે મેં મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેને વધતો જોયો છે. આવા શો પ્રકૃતિની સુંદરતાની ઉજવણી કરે છે અને ટકાઉપણું વિશે જાગૃતિને પ્રેરણા આપે છે. તેઓ સ્થાનિક ખેડૂતો, માળીઓ અને ઉત્સાહીઓને તેમની સર્જનાત્મકતા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ આપે છે.”

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×